ત્વચા અને વાળમાં ચમક લાવવા માટે તુલસી છે બેસ્ટ, જાણો પ્રયોગ

News18 Gujarati
Updated: March 21, 2020, 3:37 PM IST
ત્વચા અને વાળમાં ચમક લાવવા માટે તુલસી છે બેસ્ટ, જાણો પ્રયોગ
તુલસી

ભારતીય સંસ્કૃતિમાં તુલસીનો છોડ ઘણો પવિત્ર ગણાય છે.

  • Share this:
ભારતીય સંસ્કૃતિમાં તુલસીનો છોડ ઘણો પવિત્ર ગણાય છે. તુલસી અનેક ઔષધીય ગુણો ધરાવે છે. તે એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરીયલ, એન્ટીઇન્ફ્લેમેટરી ગુણધર્મો ધરાવે છે. તુલસીનાં ઉપયોગથી શ્વાસ, ખાંસી, સળેખમ, શરદી, ઊલટી, અપચો, કૃમિ, હેડકી, ત્વચારોગ જેવા રોગમાં ફાયદો થાય છે. તુલસી લીવરના કાર્યને સુધારે છે, પરિણામે શરીરનું મેટાબોલીઝમ સુધરે છે. તે એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ તો થયા સ્વાસ્થ્યવર્ધક ઉપાયો પરંતુ આજે આપણે તે ત્વાચાને નિખારવામાં કઇ રીતે કામ કરે છે તે જોઇશું.

ચહેરાની ચમક
તુલસીના સૂકા પાનનો ઝીણો પાઉડર બનાવો. આ પાઉડરને ફેસ-પાઉડરની જેમ ચહેરા પર હળવેથી ઘસો તેનાથી ચહેરા પર ચમક આવશે અને ડાઘા દૂર થશે.

ફેસપેક
જખમના નિશાનને મિટાવવા અને ત્વચાના વર્ણને એકસમાન બનાવવામાં તુલસી અને ચણાનો લોટનો ફેસપેક વપરાય છે. ચણાનો લોટ જખમ અને ડાઘના રંગને ઝાંખો કરે છે અને તુલસી જીવાણુનો નાશ કરે છે. જીવાણુ ખીલ-ફોડકી ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે.

ટોનરતુલસીના પાનને પાણીમાં ઉકાળીને ટોનર તૈયાર કરો. પછી તેને પંદરેક મિનિટ ઠંડું પડવા દો. ત્યારબાદ તેને ખીલ- ફોડકીવાળા ભાગ પર લગાવો. આ ટોનર ફક્ત ખીલ-ફોડકીથી છુટકારો નહીં અપાવે. તે ત્વચાને ચમક આપશે અને ત્વચાને એકદમ લીસી બનાવી દેશે.

ખોડો
તુલસીના પાનની પેસ્ટને માથામાં લગાવવાથી માથાની ત્વચા સ્વચ્છ રહે છે અને ખોડો નિયંત્રણમાં રહે છે.

આ પણ વાંચો :કોરનાનાં ડર વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારવા રોજ ખાઓ આ 6 વસ્તુ

આ પણ વાંચો : Coronavirusથી બચવા માટે ઘરને આ રીતે કરો સેનેટાઇઝ, વાંચો આખી પ્રક્રિયા
First published: March 21, 2020, 3:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading