તુલસી અને સૂંઠનાં આ ઉપાય કોરોના વાયરસથી રાખશે તમને દૂર, અજમાવી જુઓ

તુલસી અને સૂંઠનાં આ ઉપાય કોરોના વાયરસથી રાખશે તમને દૂર, અજમાવી જુઓ
આયુષ મંત્રાલયે આ સિવાય અમુક કેસમાં આયુષ આધારિત રોગીને કેવા પ્રભાવા રહ્યા તેનું પણ અધ્યયન કરી રહ્યો છે. પહેલા ચરણમાં તે રોગીઓને અશ્વગંધા અને તે પછી અન્ય દવાઓ આપશે. જો કે આ તે વાત પર પણ નિર્ભર કરે છે કે તેમના લક્ષણોની પ્રતિક્રિયા કેવી છે અને સંક્રમણની ગંભીરતા કેવી છે. મંત્રાલયનો આ નિર્ણય તેવા સમયે આવ્યો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકલ-વોકલ મંત્ર આપ્યો છે. મંગળવારે જ પીએમ મોદીએ ભારતના લોકોને આત્મનિર્ભર બનવાની વાત પર જોર આપ્યું હતું. પીએમ મોદીએ આ દરમિયાન લોકલ ઉત્પાદનોને પ્રોત્સાહિત કરતા કહ્યું હતું કે બીજા દેશો પર ભારતની નિર્ભરતા ઓછી કરવાની હાલ તાતી જરૂર છે.

આજે આપણે જોઇએ કે આપણે ઘરમાં જ ઉગતી તુલસીનાં કેવા ઉપચાર આપણને કોરોના વાયરસ સામે રક્ષણ પુરૂં પાડે છે.

 • Share this:
  તુલસી એક ઔષધિ છે, જેનો ઉપયોગ અનેક પ્રકારની બીમારીઓનો ઇલાજ કરવામાં આવી શકે છે. ઔષધીય ગુણોથી ભરપૂર તુલસી બધા માટે વરદાન સમાન છે. હાલ આખા વિશ્વમાં કોરોનાનો કહેર વ્યાપી રહ્યો છે. ત્યારે આયુષ મંત્રાલયની વેબસાઇટ પર તુલસીનાં ઘણાં ઉપચારો બતાવવામાં આવ્યા છે જેનાથી તમે કોરોનાથી દૂર રહી શકો છો. તો આજે આપણે જોઇએ કે આપણે ઘરમાં જ ઉગતી તુલસીનાં કેવા ઉપચાર આપણને કોરોના વાયરસ સામે રક્ષણ પુરૂં પાડે છે.

  • તુલસીના બે ચમચી રસમાં બે મરીનો પાવડર નાખી સવાર સાંજ લેવું.  • તુલસી-તજ-કાળા મરી- સૂંઠ અને કાળી દ્રાક્ષમાંથી બનાવેલ હર્બલ ચા કે ઉકાળો પીવો હિતાવહ છે.

  • આ ઉપરાંત તમે ઔષધસિધ્ધ જલ લઇ શકો છો. જેમાં સૂંઠ 1 ચમચી અને નાગરમોથ 1 ચમચી (અથવા સૂંઠ 2 ચમચી)ને 10 ગ્લાસ પાણીમાં ઘીમા તાપે ઉકાળી 5 ગ્લાસ રહે ત્યારે ગાળવું. જરુરીયાત મુજબ નવસેકું પીવું.

  • દિવસમાં એક કે બે વાર, ગોળ અને અથવા તાજા લીંબુનો રસ પીવો જોઇએ.


  આ પણ વાંચો - માત્ર બે-ત્રણ લાલ મરચાંથી પણ જામી જશે દહીં અને તે પણ બહાર જેવું જ સરસ, જાણી લો રીત

  તુલસીથી થતા અન્ય લાભો

  આ ઉપરાંત તુલસીના પાનનું સેવન કરવાથી તણાવ દૂર થાય છે. તણાવથી છૂટકારો મેળવવા માટે રોજ તુલસીના પાન ખાવા જોઇએ. જેનાથી તનાવની સમસ્યા દૂર થાય છે. તાજા તુલસીના પાનનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે. જેથી હંમેશા તાજા તુલસીના પાનનું સેવન કરવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત તુલસીના રસથી પેટની દરેક બીમારીઓમાં લાભ મળે છે એટલે કે તુલસી તમારા પેટ માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.તુલસીમાં રહેલા એન્ટી-ઓક્સીડેન્ટ્સ સ્તન કેન્સર અને મોંમાં થઇ રહેલા કેન્સરને વધવાથી રોકે છે. રોજ તુલસીનું સેવન કરવાથી કેન્સરના સેલ્સ શરીરમાં વધી શકતા નથી.

  આ પણ જુઓ- 
  First published:May 10, 2020, 15:21 pm