શું તમને ગેસને કારણે પગમાં સોજા ચઢી જાય છે? તો અજમાવો ઘરગથ્થુ રામબાણ ઇલાજ

News18 Gujarati
Updated: April 7, 2020, 4:12 PM IST
શું તમને ગેસને કારણે પગમાં સોજા ચઢી જાય છે? તો અજમાવો ઘરગથ્થુ રામબાણ ઇલાજ
તુલસીનાં પાન

આજે આપણે આવા થોડા પ્રયોગો જોઇએ જેનાથી નાની નાની સમ્સ્યાઓમાં ફાયદો થાય છે.

  • Share this:
આપણા પૂર્વજો પાસે નાની મોટી બીમારીઓ માટે રામબાણ ઇલાજ હતાં. તેના પ્રયોગને તમે આજે પણ વ્યવસ્થિત રીતે કરો તો તેનાથી તમને ફાયદો થાય છે. તો આજે આપણે આવા થોડા પ્રયોગો જોઇએ જેનાથી નાની નાની સમ્સ્યાઓમાં ફાયદો થાય છે.

  • ગેસને લીધે સોજા ચઢયાં હોય તો તુલસીનો રસ, ઘી અને કાળા મરીનો ભૂકો કરી દિવસમાં બે વખત પી જવાથી અચૂક ફાયદો થાય છે.


  • છાશમાં હળદર અને જુનો ગોળ મેળવીને નિયમિત પીવાથી પથરી ઓગળી જાય છે.

  • માખણ, મધ અને ખડીસાકર મેળવીને ખાવાથી મરડો થયો હોય તો તે મટી જાય છે.

  • લકવાના રોગીને ગોદંતી ભસ્મ અને ચોપચીની ચૂર્ણ 10 ગ્રામ લઈ તેમાં ઝેરકચોલાનું ચૂર્ણ 2 ગ્રામ મેળવી સારી રીતે ઘૂંટી મિશ્ર કરી સવાર સાંજ 3 ગ્રામ મધ કે પાણી સાથે આપવાથી ઘણો જ ફાયદો થાય છે.
  • કોઈ પણ ગૂમડું પાકીને ફુટી ગયું હોય તો તેના ઉપર લીમડાના પાન વાટીને તેની લૂગદી બનાવીને ચોપડવાથી ઘા ઝડપથી રુઝાઈ જાય છે.

  • રાત્રે સુતી વખતે તુલસીના પાન માથા નીચે તકીયાની ઉપર મૂકી રાખીને સૂવામાં આવે તો માથામાંની જૂ નાશ પામે છે.

  • ગરમીમાં ખટમીઠાં દાડમના 100 ગ્રામ રસમાં 20 ગ્રામ સાકર મેળવીને રોજ બપોરે પીવાથી નસકોરી ફુટતી બંધ થઈ જાય છે.

  • ગાયના ઘી માં જાયફળ અને સૂંઠ ઘસી ચટાડવાથી શરદીના કારણે થતી તકલીફમાં રાહત થાય છે.


(આ ઉપાય શરૂઆતના સમયમાં કામ લાગે છે. તમારે કોઇપણ બીમારીમાં પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.)
First published: April 7, 2020, 4:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading