Home /News /lifestyle /સ્મૂધી પીને વજન ઘટાડો! તહેવારો પછી વધી ગયેલું વજન ઘટાડવાનો અવિશ્વસનીય કીમિયો

સ્મૂધી પીને વજન ઘટાડો! તહેવારો પછી વધી ગયેલું વજન ઘટાડવાનો અવિશ્વસનીય કીમિયો

સ્મૂધી પીવાથી પણ ઘટાડી શકાય છે વજન

તહેવારોના દિવસોમાં તમારું વજન વધી ગયું હોય તો ટેન્શન ન લેતા, ઘેરબેઠા બનાવી શકાય એવી સ્મૂધીની રીત સમજી લો અને સરળતાથી કરો Wight loss

    Smoothies for Weight loss: શુ તહેવારોની સિઝનમાં તમારું પેટ વધ્યું છે? જયારે તમે લાડુ, બરફી અને બીજી અનેક સ્વાદિષ્ટ મીઠાઈઓથી ઘેરાયેલા હોય ત્યારે શું હેલ્થી ડાયેટ જાળવવું મુશ્કેલ બને છે? તો ચિંતા કરશો નહિ, હજુ પણ તમે તમારી તંદુરસ્તીના ટ્રેક પર પાછા ફરી શકો છો. જો તમે આ તંદુરસ્તી જાળવવાના સફરમાં હેલ્થ જળવાય અને સ્વાદ જળવાય તે માટે કંઈક શોધી રહ્યા છો, તો અમારી પાસે તમારા માટે એક સ્વાદિષ્ટ સ્મૂધીની રીતો છે. જે તમારો સમય અને બજેટ બંને બચાવશે. તો ચાલો સ્મૂધી બનાવીએ. આ બધી સ્મૂધી હાઇ-પાવર બ્લેન્ડર અથવા જ્યુસરમાં તૈયાર કરી શકાય છે.

    તરબૂચ અને કિવિની સ્મૂધી

    પપૈયાના 2-3 ટુકડા, તરબૂચના 2 ટુકડા, મુઠ્ઠીભર દ્રાક્ષ, થોડુંક કાપેલું પ્લમ્પ અને અડધો કપ ઓટસ આ બધાને મિક્સ કરી, તેમાં એક ગ્લાસ દૂધ અને એક ચમચી મધ ઉમેરો. ત્યારબાદ તેને બ્લેન્ડરમાં પીસી નાખો. સ્મૂધીમાં ટેક્સચર મેળવવા માટે તેમાં બરફ ઉમેરો.

    કાકડી અને ફુદીનાની સ્મૂધી

    એક કાકડીના પીસ કરીને બ્લેન્ડરમાં નાખો. કોથમીર અને પાણી સાથે મિક્સ કરો. જ્યુસ બનાવવા માટે સારી રીતે મિક્સ કરો. થોડું ગાર્નિશ કરવા માટે ગુલાબી મીઠું અને મરી ઉમેરો. ગ્લાસમાં બરફના ટુકડા નાખી ઠંડુ સર્વ કરો.

    બનાના સ્મૂધી

    છાલ કાઢીને કેળાને બ્લેન્ડરમાં ઉમેરો. તેમાં યોગર્ટ, બે ચમચી મધ અને કોળાના બીજ સાથે મિક્સ કરો. તમારી ઈચ્છા મુજબની સાઈઝના ગ્લાસમાં કાઢી, મધ અને પમ્પકીન સીડ નાંખી ગાર્નિશ કરો.



    હાઈ પ્રોટીન ચોકલેટ સ્મૂધી

    બ્લેન્ડરમાં 1/4મો કપ રોલ્ડ ઓટ્સ, એક નાનું કેળું, એક ચમચી પલાળેલા તકમરીયા અને 1/4મી ચમચી કોફી પાવડર ઉમેરો. તેમાં 5 બદામ, 7-8 કિસમિસ, એક ચમચી પીનટ બટર, 3/4 કપ ઓછી ચરબીવાળું દૂધ અને અડધો સ્કૂપ પ્રોટીન પાવડર ઉમેરો.બધી સામગ્રીને સારી રીતે હલાવીને મિક્સ કરો.

    આ પણ વાંચો: Weight loss: અશનીર ગ્રોવરે માત્ર 2 વસ્તુથી ઘટાડી દીધું 10 કિલો વજન, સરળ રીત જાણી લો તમે પણ

    આ રીતે ઉપર મુજબ બતાવેલી સ્મૂધી ઘરે તૈયાર કારણે તમે હેલ્થી રહી શકો છો. યાદ રાખો કે હેલ્થી બનવામાં સમય લાગે છે. જૂની પેટર્ન એક દિવસમાં તોડી શકાતી નથી અને તેના માટે તમારે ધીરજ અને સહનશક્તિની જરૂર હોય છે, તેથી હેલ્થી વસ્તુઓને તમારા ડાયેટમાં સામેલ કરીને તમે તમારા શરીરને ફિટ અને ફાઈન રાખી શકો છો.
    First published:

    Tags: Ayurvedic health tips, Gujarati news, Health Tips, Lose weight, Weight lose

    विज्ञापन
    विज्ञापन