Home /News /lifestyle /માંકડ ભગાડવા માટે આ 4 ઘરેલું ઉપાયો છે અસરકારક, ઘરમાંથી હટાવો નહીં તો જોરદાર નુકસાન થશે

માંકડ ભગાડવા માટે આ 4 ઘરેલું ઉપાયો છે અસરકારક, ઘરમાંથી હટાવો નહીં તો જોરદાર નુકસાન થશે

માંકડ ભગા઼ડવાના ઉપાયો

Bed Bugs Home Remedies: અનેક લોકોના ઘરમાં બહુ જ માંકડ થઇ જતા હોય છે. માંકડને મારવા ખૂબ જરૂરી છે. જો તમે માંકડ દૂર કરતા નથી અનેક ઘણી તકલીફો પાછળથી થાય છે અને ઘર ખરાબ થઇ જાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: માંકડ એક એવા કીડા છે જે ચટકો ભર્યા પછી લોહી ચુસવા લાગે છે. મોટાભાગે લાકડાના પલંગ તેમજ ખુરશી ટેબલના કિનારીઓ પર માંકડ વધારે પ્રમાણમાં જોવા મળે છે. માંકડ જ્યારે ડંખ મારે છે ત્યારે શરીર પર લાલ જામા પડી જાય છે અને ખંજવાળ આવવા લાગે છે. એવામાં માંકડ ઇંડા મુકે છે અને એમની સંખ્યા વધતી જાય છે. જે દિવસે માંકડ ઇંડા મુકે છે ત્યારે એમની સંખ્યા ખૂબ વધી જાય છે. એવામાં ઘરમાં થયેલા માંકડમાંથી છૂટકારો મેળવવો ખૂબ જરૂરી છે. જો તમે માંકડને ઘરમાંથી બહાર કાઢતા નથી તો તમે અનેક ઘણી મુશ્કેલીમાં મુકાઇ શકો છો. તો જાણી લો કેટલાક ઘરેલું ઉપાયો જેની મદદથી તમે ઝડપથી માંકડમાંથી છૂટકારો મેળવી શકો છો.

    આ પણ વાંચો: તમારા હેર ઓઇલી છે? તો આ રીતે હેર વોશ કરો

     ગરમ પાણી


    કાળા નિશાન, ઇંડા અને માંકડ તમને ઘરમાં દેખાય ત્યારે તમે એમાંથી જલદી જ છૂટકારો મેળવો. માંકડને દૂર કરવા માટે તમે પલંગના ગાદલા, ચાદર અને તકિયાને ગરમ પાણીથી ધોઇ લો. આમ કરવાથી માંકડ મરી જાય છે. ગરમ પાણીથી માંકડમાંથી જલદી છૂટકારો મળી જાય છે.

    બેકિંગ સોડા


    ઘરની સાફ-સફાઇમાં બેકિંગ સોડાનું અનેરું સ્થાન રહેલું છે. બેકિંગ સોડાનો તમે ખાવામાં પણ ઉપયોગમાં લો છો. બેકિંગ સોડા ઘરમાં અનેક રીતે કામમાં આવે છે. આ માટે તમે ઘરની જે જગ્યાઓમાં માંકડ દેખાય છે ત્યાં તમે બેકિંગ સોડા છાંટી દો. એક અઠવાડિયા પછી વેક્યુમ ક્લિનરથી સફાઇ કરી દો. આમ કરવાથી અંદર છુપાઇ ગયેલા માંકડ મરી જશે અને બીજી વાર જોવા મળશે નહીં. આ માંકડ દૂર કરવાનો સૌથી બેસ્ટ ઉપાય છે.

    આ પણ વાંચો: સવારમાં ઉઠતાની સાથે પીઠ અને કમરનો દુખાવો થાય છે?

    હેર ડ્રાયર


    ઘરમાં ખુણામાં માંકડ થઇ ગયા છે તો તમારી માટે હેર ડ્રાયર બેસ્ટ ઓપ્શન છે. હેર ડ્રાયરની ગરમ હવાથી માંકડ જલદી મરી જાય છે. આ માટે તમે ઘરનાં ખુણામાં હેર ડ્રાયર કરો અને માંકડ ભગાવો.


    ફુદીનાના પાન


    તમારા કબાટ અને પલંગ પર બહુ માંકડ થઇ ગયા છે તો તમે ફુદીનાના પાનનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે ફુદીનાના પાન ક્રશ કરીને મસળી લો. ત્યારબાદ આ ફુદીનાના પાન ઘરમાં બધી જ જગ્યાએ મુકી દો. આમ કરવાથી માંકડ તરત ભાગી જશે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Warm water

    विज्ञापन
    विज्ञापन