Home /News /lifestyle /ફાસ્ટ ફૂડ ખાવાનું થયું છે મન! નાસ્તામાં બનાવો 5 પ્રકારની સ્વાદિષ્ટ મેગી, ફટાફટ નોંધી લો રેસીપી
ફાસ્ટ ફૂડ ખાવાનું થયું છે મન! નાસ્તામાં બનાવો 5 પ્રકારની સ્વાદિષ્ટ મેગી, ફટાફટ નોંધી લો રેસીપી
અહિં અમે તમને 5 અલગ અલગ પ્રકારની મેગેની રેસીપી બતાવા જઈ રહ્યા છે.
સામાન્ય રીતે ઘરોમાં થોડી જ વારમાં તૈયાર થતી પારંપરિક મેગી(Maggi) બનાવવામાં આવે છે. પરંતુ જો તમે એક જ પ્રકારની મેગી ખાઇને કંટાળી ગયા હોય તો આજે અમે તમને વિવિધ 5 પ્રકારની નવી રેસીપી જણાવશું. જેને તમે ઘરે જ તૈયાર કરી શકો છો.
Maggi Recipes: મેગીનું નામ આવે એટલે બાળકોથી માંડી વડીલો સુધી તમામના મોઢામાં પાણી આવી જાય છે. થોડી ભૂખ લાગે કે પહેલો જ વિચાર મેગી બનાવવાનો આવે છે. સામાન્ય રીતે ઘરોમાં થોડી જ વારમાં તૈયાર થતી પારંપરિક મેગી(Maggi) બનાવવામાં આવે છે. પરંતુ જો તમે એક જ પ્રકારની મેગી ખાઇને કંટાળી ગયા હોય તો આજે અમે તમને વિવિધ 5 પ્રકારની નવી રેસીપી જણાવશું. જેને તમે ઘરે જ તૈયાર કરી શકો છો.
1. વેજીટેબલ મેગી
વેજીટેબલ મેગીમાં વિવિધ લીલા શાકભાજી વધુ પ્રમાણમાં ઉમેરવામાં આવે છે. વેજીટેબલ્સ ફાસ્ટ ફૂડમાં થોડું પોષણ વધારે છે. તમે તમારી પસંદના શાકભાજી ઉમેરી શકો છો.
સામગ્રી
મેગી – 2 પેકેટ
મસાલા મેગી પાઉડર – 2 પેકેટ
તેલ – દોઢ ટી સ્પૂન
સમારેલું આદુ – ½ ટી સ્પૂન
લીલા મરચા – 2
કાપેલી ડુંગળી – ½ કપ
કાપેલું ટામેટું – ¼ કપ
કાપેલા કેપ્સિકમ – ½ કપ
હળદર – ¼ ટી સ્પૂન
ગરમ મસાલો – ½ ટી સ્પૂન
મીઠું – સ્વાદ અનુસાર
2. ચીઝ મેગી
ચીઝ મેગીમાં ઉમેરવામાં આવતા મરી પાઉડરનો સ્વાદ અને ચીઝ તેની ખાસિયત છે. તેની રેસીપી એકદમ સરળ છે અને સ્વાદ લાજવાબ છે.
સામગ્રી
મેગી – 1 પેકેટ
ચીઝ સ્લાઇઝ / ચીઝ ક્યૂબ – 1
મરી પાઉડર – 1 નાની ચમચા
પાણી – દોઢ કપ
3. મસાલેદાર પનીર તડકા મેગી
આ મેગી બનાવવા માટે ટામેટા, ડુંગળી, લસણ અને આદુને ક્રશ કરની પ્યોરી બનાવવી પડે છે. આ નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જશે.
સામગ્રી
મેગી – 1 પેકેટ
ટામેટા – 1
ડુંગળી – 1
લસણ 2 કળી
આદુનો ટુકડો – 1
પનીર – 20 ગ્રામ
તેલ – 1 ટેબલ સ્પૂન
સ્વાદ અનુસાર મીઠું
પાણી – દોઢ કપ
4.કોર્ન મેગી
આ મેગી તૈયાર કરવા માટે મહત્વનું ઇન્ગ્રીડિયન્ટ્સ મકાઇના દાણા અને બટર છે. ચોમાસામાં આ મેગી ખાવાની મજા જ કંઇક અલગ આવે છે.
આ મેગી નામની જેમ ચટપટી હોય છે. જેમાં લીલા શાકભાજીની સાથે લીંબૂનો રસ પણ હોય છે. સૌથી પહેલા ટામેટા, કાકડી, લીલા મરચા કાપીને તેમાં લીંબૂનો રસ મિક્સ કરો અને પછી તેને ફ્રીજમાં રાખી દો. હવે સામાન્ય રીતથી મેગી બનાવી તેના પર સલાડ સજાવી મીઠું નાખી દો.
સામગ્રી
મેગી – 1 પેકેટ
ટામેટા – સલાડ માટે
ડુંગળી – 1
લીલા મરચા – 2
કાકડી – થોડી કાપેલી
લીંબૂનો રસ – 1 ચમચી
સ્વાદ અનુસાર મીઠું
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર