પીરિયડ્સ ક્રેમ્પથી પરેશાન છો તો લાઈફ સ્ટાઈલમાં આ 5 એક્સરસાઈઝ શામેલ કરો

તસવીર : shutterstock

Try These Exercise To Manage Periods Cramps: માસિકધર્મ (Periods) દરમિયાન મહિલાઓ (Women) જિમ, યોગા અને કસરત કરવાનું પસંદ કરતી નથી. માસિક દરમિયાન મહિલાઓ આરામ કરવાનું વધુ પસંદ કરે છે.

  • Share this:
Try These Exercise To Manage Periods Cramps: માસિકધર્મ (Periods) દરમિયાન મહિલાઓ (Women) જિમ, યોગા અને કસરત કરવાનું પસંદ કરતી નથી. માસિક દરમિયાન મહિલાઓ આરામ કરવાનું વધુ પસંદ કરે છે. સંશોધન પરથી જાણવા મળ્યું છે કે જે મહિલાઓ શારીરિક રીતે એક્ટીવ રહે છે તે મહિલાઓમાં માસિક દરમિયાન ક્રેમ્પની સમસ્યા ઓછી જોવા મળે છે. ડૉકટર્સ આ સમય દરમિયાન કેટલાક ખાસ વર્કઆઉટ કરવાની સલાહ આપે છે. આ વર્કઆઉટ કરવાથી બ્લોટિંગ, ક્રેમ્પ, પાચન સમસ્યાને ઓછી કરી શકાય છે. મહિલાઓએ માસિક દરમિયાન મહિલાઓએ કઈ કસરત કરવી જોઈએ તેની અહીં જાણકારી આપવામાં આવી છે.

ચાલવા (Walking) માટે જવુ

મહિલાઓ માટે વોકિંગ ખૂબ જ સારી કસરત છે. પીરિયડ્સ દરમિયાન મહિલાઓ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહી છે, તો તેમણે વોકિંગ કરવું જ જોઈએ. વોકિંગ કરવાથી મૂડ સારો રહે છે, ફેંફસા, હાથ-પગની માંસપેશીઓ વધુ મજબૂત બને છે અને તમે સારુ ફીલ પણ કરો છો.

આ પણ વાંચોઃ-Health tips: ચામાં માત્ર આ બે વસ્તુઓ ઉમેરો, ઈમ્યુનિટી બૂસ્ટરની જેમ કરશે કામ

યોગા

જો પીરિયડ્સ દરમિયાન તમે મૂડ સ્વિંગ્સની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છો તો તમારે યોગા જરૂરથી કરવા જોઈએ. યોગા કરવાથી તમારુ માઈન્ડ રિલેક્સ રહે છે અને મૂડ પણ સારો રહેશે. જે અંગોના કારણે પીરિયડ્સ દરમિયાન ક્રેમ્પની સમસ્યા થાય છે, યોગા કરવાથી તે અંગ પણ રિલેક્સ રહે છે.

સ્ટ્રેચિંગ કરો

પીરિયડ્સ દરમિયાન તમે આરામ કરવા ઈચ્છો છો તો તમે બેડ પર સૂતા સૂતા સ્ટ્રેચિંગ કરી શકો છો. બેડ પર રહીને સિમ્પલ સ્ટ્રેચ કરો. સ્ટ્રેચિંગ કરવાથી શરીરના તમામ મસલ્સ સ્ટ્રેચ થવાથી તમને આરામ મળે છે.

આ પણ વાંચોઃ-Health tips: મહિલાઓમાં ગુપ્તાંગના ઇન્ફેક્શનને દૂર કરવા પ્રોબાયોટિક્સ છે ફાયદાકારક, આવી રીતે કરે છે કામ

ડાન્સ કરો

મ્યુઝીક ઓન કરીને સામાન્ય ડાન્સ કરવાથી તમે મેન્ટલી રિલેક્સ ફીલ કરો છો અને એક્ટીવ રહીને કેલરીઝ પણ બર્ન કરી શકશો. આ પ્રકારે તમે ક્રેમ્પની સમસ્યાથી રાહત મેળવી શકો છો.

જોગિંગ કરો

પીરિયડ્સ ક્રેમ્પથી રાહત મેળવવા માટે નિયમિત જોગિંગ કરવી જોઈએ. નિયમિતરૂપે 10 મિનિટ જોગિંગ કરવાથી તમે આ પ્રકારની સમસ્યાથી રાહત મેળવી શકો છો. પીરિયડ્સ દરમિયાન પણ જોગિંગ કરવું જોઈએ. (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.
Published by:kuldipsinh barot
First published: