સાદું દૂધ પીવા કરતા બનાવો આ સુગંધિત દૂધ

News18 Gujarati
Updated: April 1, 2018, 3:17 PM IST
સાદું દૂધ પીવા કરતા બનાવો આ સુગંધિત દૂધ
દુધમાં અડધી ચમચી વરીયાળી નાખીને પીશો તો તમે ઘણી બીમારીઓથી બચી શકો છો

દુધમાં અડધી ચમચી વરીયાળી નાખીને પીશો તો તમે ઘણી બીમારીઓથી બચી શકો છો

  • Share this:
રોજ સાદું દૂધ પીવો છો તો તેને બદલે જો તમે દુધમાં અડધી ચમચી વરીયાળી નાખીને પીશો તો તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. હેલ્થ એક્સપર્ટ મુજબ દૂધ અને વરીયાળી આ બન્ને માં એવા ન્યુટ્રીએન્ટસ હોય છે જે ઘણી બીમારીઓથી શરીરને બચાવે છે. વરીયાળી એક ખુબ સુગંધિત મસાલો છે અને તેમાં ઉડનશીલ તેલ મળી આવે છે જે તેના ઔષધીય ગુણો માટે નું કારણ છે. તે ભોજનમાં એક વિશિષ્ઠ સુંગધ આપે છે જેને લીધે તેનો હમેશા ભારતીય ભોજન બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. અને ગુજરાત નું ઊંઝા છે વરીયાળી નું મોટું માર્કેટ.

વરીયાળી સ્વાદમાં મધુર કડછી કડવી અને તીખી છે. તેમાં ઘણા પોષક તત્વ, ખનીજ અને વિટામીન છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે અપચાને દુર કરે છે અને તેનો ઉપયોગ દસ્ત, પેટના રોગ અને શ્વાસ ની બીમારીઓ ની સારવાર માટે કરવામાં આવે છે. તે આંખોની તકલીફમાં ફાયદાકારક છે. સૌથી ઉત્તમ રીત વરીયાળી ને દૂધ સાથે લો કે પછી ભોજન કર્યા પછી સેવન કરો.

વરીયાળી વાળુ દૂધ બનાવવાની રીત

વરીયાળી વાળુ દૂધ બનાવવા માટે એક ગ્લસા દુધમાં અડધી ચમચી વરીયાળી ભેળવીને દુધને ઉકાળી લો પછી તેને બરોબર ગાળીને પીવો. તેનાથી વરીયાળી નું અર્ક દુધમાં ઉતરી જશે. તો આવો જાણીએ રોજ દુધમાં વરીયાળી ભેળવીને પીવાથી થતા 9 ફાયદા વિષે.

વરીયાળી વાળુ દૂધ પીવાના ફાયદા
  • તેમાં કેલ્શિયમ હોય છે તેનાથી હાડકા મજબુત બને છે અને સાંધાના દુખાવાથી રાહત થાય છે. તેનાથી શરીરમાં મોટાબોલીજ્મ વધે છે. તે પીણું વજન નિયંત્રિત કરે છે અને મોટાપાથી બચાવે છે. આ પીણામાં એન્ટી બેક્ટેરીયલ પ્રોપર્ટીઝ હોય છે. તેનાથી ખીલ ઠીક થાય છે અને ચહેરા ઉપરની ચમક વધે છે.

  • તેમાં એસ્પાર્ટિક એસીડ હોય છે. તેનથી કબજિયાત, એસીડીટી જેવી તકલીફ દુર થાય છે અને ડાઈજેશન ઠીક રહે છે. તેનથી આંખો હેલ્દી રહે છે. તે મોતિયાબિંદ જેવી આંખોની તકલીફ થી બચાવે છે. તેનાથી કોલેસ્ટ્રોલ નું લેવલ જળવાઈ રહે છે અને હાર્ટ ની બીમારી થી બચાવે છે.

  • તેનાથી શરીરનું ટોકસીન દુર થાય છે અને યુરીન ઇન્ફેકશન થી બચાવે છે. આ પીણામાં પોટેશિયમ નું પ્રમાણ વધુ હોય છે. તેનાથી બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે છે. તેમાં આયરન હોય છે, તે એનીમિયા એટલે કે લોહીની ઉણપ થી બચાવે છે.

First published: April 1, 2018, 3:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading