Home /News /lifestyle /

શું તમે પણ પેટની ચરબી તથા કમરના દુખાવાથી છો પરેશાન! આ યોગાસન છે રામબાણ ઇલાજ

શું તમે પણ પેટની ચરબી તથા કમરના દુખાવાથી છો પરેશાન! આ યોગાસન છે રામબાણ ઇલાજ

આ યોગાસન કરવાથી તમને મળશે કમરના દુખાવામાંથી મોટી રાહત

શરીરને સ્વસ્થ રાખવા માટે કમર(Waist)ને સ્વસ્થ રાખવી ખૂબ જરૂરી છે. સાથે જ પેટની ચરબી(Belly fat)ને પણ ઓછી કરવી જરૂરી છે. તેનાથી તમારું શરીર વધુ સુંદર દેખાવાની સાથે અંદરથી પણ હેલ્થી રહેશે.

નવી દિલ્હી: શરીરને સ્વસ્થ રાખવા માટે કમર(Waist)ને સ્વસ્થ રાખવી ખૂબ જરૂરી છે. સાથે જ પેટની ચરબી(Belly fat)ને પણ ઓછી કરવી જરૂરી છે. તેનાથી તમારું શરીર વધુ સુંદર દેખાવાની સાથે અંદરથી પણ હેલ્થી રહેશે. કલાકો સુધી એક જ જગ્યાએ બેસીને કામ કરતા લોકોને મોટાભાગે કમરનો દુખાવો (Back Pain) થાય છે. તો સાથે જ બેસીને કામ કરવાથી પેટની ચરબી પણ ઝડપથી વધે છે. એવામાં તમે અમુખ આસનો કરીને તમારા કમરના દુખાવાને અથવા તેને લગતી દરેક સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. યોગથી શરીર નિરોગી રહે છે અને જીવન સંતુલિત બને છે. કમરના દુખાવાની સમસ્યા મોટાભાગે મહિલાઓમાં વધુ રહેતી હોય છે. એવામાં આ યોગ તમને આ દુખાવાથી ઝડપથી રાહત આપશે.

ભુજંગાસન

કમરના દુખાવાથી રાહત મેળવવા માટે આ આસન સૌથી શ્રેષ્ઠ અને સરળ માનવામાં આવે છે. ભુજંગનો અર્થ થાય છે સાપ. જે રીતે સાપનું શરીર લચીલું હોય છે તે જ રીતે આ આસન શરીને લચીલું અને સ્ફુર્તિલું બનાવે છે. આ સિવાય આ આસનથી તમારા પેટની ચરબી પણ ઓગળવા લાગશે અને કરોડરજ્જુ વધુ મજબૂત બનશે.

કઇ રીતે કરવું આ આસન?

આ આસન કરવા માટે સૌ પ્રથમ જમીન પર પેટ આવે તે રીતે સીધા સુઇ જાઓ. હવે બંને પગને પરસ્પર ભેગા કરો અને હથેળીઓને જમીન તરફ ખંભા પાસે રાખો. હવે ઊંડો શ્વાસ લઇને શરીરના આગળના ભાગને ઉપરની તરફ ઉઠાવો. તમારા બંને હાથોને સીધા રાખો. 15-20 સેકન્ડ માટે આ મુદ્રામાં રહો. પછી શ્વાસ છોડતા ફરી સામાન્ય મુદ્રામાં આવી જાઓ.

ફાયદાઓ

ભુજંગ આસન નિયમિત કરવાથી કમર સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. આ આસનનો રોજ અભ્યાસ પીઠ અને કરોડરજ્જૂ માટે લાભયદાયી છે. આ આસનથી છાતી ફેલાય છે અને શ્વસન ક્રિયા પર સકારાત્મક અસર પડે છે.

શલભાસન

શલભાસન એક સંસ્કૃત શબ્દ છે, જે બે શબ્દોના મેળથી બન્યો છે. જેમાં પહેલા શબ્દ શલભનો અર્થ તીતીઘોડો(Locust) ને બીજા શબ્દનો અર્થ આસન થાય છે. આ આસનને અંગ્રેજીમાં ગ્રાસહોપર પોઝ કહે છે. તેનાથી તમારા કરોડરજ્જૂના હાડકાઓ મજબૂત બનશે.

Yoga Day 2021: Best Yoga Exercises to do at Home Amid Covid-19 Pandemic;  See Images

આ રીતે કરો આસન

શલભાસ કરવા માટે સૌથી પહેલા પેટ પર સુઇ જાઓ અને તમારા હાથને સાથળની નીચે રાખો. એડિઓને પરસ્પર જોડી લો. શ્વાસ લેતા તમારા પગને શક્ય તેટલા ઉપર લઇ જાઓ. ધીમે-ધીમે શ્વાસ લો અને ધીમે-ધીમે શ્વા છોડો અને આ અવસ્થામાં રહો. હવે શ્વાસ છોડતા ફરી મૂળ સ્થિતિમાં આવો. આ રીતે 3થી 5 વખત કરો.

ફાયદા

આ આસન કમરના દુખાવામાં ખૂબ જ લાભદાયી છે. તેના નિયમિત અભ્યાસથી તમે જૂના કમરના દુખાવાથી છૂટકારો મેળવી શકો છો. આ આસન પાચનતંત્રને મજબૂત બનાવે છે અને પેટની ચરબી પણ ઘટાડે છે.

ઉષ્ટ્રાસન

ઉષ્ટ્રાસન બે શબ્દોમાંથી બનેલો એક શબ્દ છે. ઉષ્ટ્રનો અર્થ છે ઊંટ અને બીજા શબ્દનો અર્થ છે આસન. આ મુદ્રામાં શરીર ઊંટ સમાન લાગે છે.

આ રીતે કરો આસન

ઉષ્ટ્રાસન કરવા માટે સૌથી પહેલા ઘૂંટણો પર બેસી જાઓ. હવે બંને ઘૂંટણો વચ્ચે ખંભાઓ જેટલું અંતર રાખો અને તળીયા આકાશ તરફ ફેલાયેલા રાખો. કરોડરજ્જૂને પાછળની તરફ ઝૂકાવતા બંને હાથો વડે એડિઓને સ્પર્શવાનો પ્રયાસ કરો. ધ્યાન રહે કે આ પોઝમાં ગળા પર વધુ દબાણ ન પડે અને કમરથી લઇને ઘૂંટણો સુધીનો ભાગ સીધો રહે. આ સિવાય આ મુદ્રામાં ઊંડા શ્વાસ લો. થોડા વાર બાદ ફરી સામાન્ય મુદ્રામાં આવી જાઓ.

ફાયદા

આ આસનથી તમારી પેટની ચરબી ઓછી થશે. સાથે જ આ આસન કરવાથી ડાયાબિટીસ ઘણી હદે નિયંત્રણમાં રહે છે. આ આસન તમારા પેંક્રિયાઝને ઉત્તેજીત કરે છે અને ઇન્સુલિન સ્ત્રાવમાં મદદ કરે છે. ક્રોધ શાંત કરવામાં આ આસન વધુ ઉપયોગી છે. આ આસનથી તમને કમરના દુખાવામાંથી પણ રાહત મળશે.

તાડાસન

તાડાસન આખા શરીરને લચીલું બનાવે છે. આ એક એવું યોગાસન છે જે સ્નાયુઓમાં ઘણા અંશે લચીલાપણું લાવે છે. તે શરીરને હળવું કરે છે અને આરામ આપે છે.

આ પણ વાંચો: દેશમાં આ કારણે હતું નીચે બેસીને અને હાથથી જમવાનું ચલણ, પરંપરા ભુલાય તો આવી પડે આવી તકલીફ

આ રીતે કરો આસન

આ આસન કરવા માટે સૌ પ્રથમ ઊભા રહી જાઓ અને તમારી કમર અને ડોકને સીધી રાખો. હવે તમારા હાથોને માથા તરફ ઉપર લઇ જાઓ અને શ્વાસ લેતા ધીમે ધીમે આખા શરીને ઉપર ખેંચો. ખેંચાણ પગની આંગળીઓથી લઇને હાથની આંગળીઓ સુધી મહેસૂસ કરો. આ અવસ્થામાં થોડી વાર રહો. ત્યાર બાદ શ્વાસ છોડતા ધીમે ધીમે તમારા હાથ અને શરીરને મૂળ અવસ્થામાં લાવો.

ફાયદા

આ આસન વજન ઘટાડવામાં, કમરના દુખાવાથી છૂટકારો મેળવવા, ઊંચાઇ વધારવા, પીઠના દુખાવાથી રાહત મેળવવા, સ્નાયુઓના દુખાવામાં આરામ મેળવવા અને ઘૂંટણ અને પગના દુખાવાથી છૂટકારો મેળવવામાં ફાયદાકારક છે
Published by:kuldipsinh barot
First published:

Tags: Good Health, Lifestyle, યોગ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन