Home /News /lifestyle /કબૂતર Balconyમાં બહુ ગંદુ કરે છે? તો હવે કંટાળશો નહીં, આ ટિપ્સથી મળી જશે છૂટકારો  

કબૂતર Balconyમાં બહુ ગંદુ કરે છે? તો હવે કંટાળશો નહીં, આ ટિપ્સથી મળી જશે છૂટકારો  

કબૂતર બાલ્કની નહીં બગાડે

Tricks to get rid of pigeons: પહેલાનાં સમયમાં અનેક લોકોને કબૂતર ગમતા હતા, પરંતુ આજનાં આ સમયમાં કબૂતર બાલ્કનીમાં બહુ જ ગંદકી કરે છે જેનાથી અનેક લોકો કંટાળી જતા હોય છે. આમ, જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો કબૂતર બાલ્કનીમાં આવશે નહીં અને ઘર ચોખ્ખુ રહેશે.  

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કબૂતર અનેક લોકોને ગમતા હોય છે. કબૂતરને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે. પહેલાંની સમયની વાત કરીએ તો લોકોને કબૂતર ખૂબ પ્રિય હતા, પરંતુ આજના આ સમયમાં મોટાભાગનાં લોકો કબૂતરને પસંદ કરતા હોતા નથી. જો કે આ પાછળનું કારણ ગંદકી ફેલાવવાનું છે. ખાસ કરીને બાલકનીમાં કબૂતર આવે છે અને એ ગંદકી કરે છે જે અનેક લોકોને ગમતુ હોતુ નથી. આમ, જો તમારા ઘરની બાલકની પણ કબૂતર ખરાબ કરે છે તો આ ટિપ્સ તમારા માટે ખૂબ કામની છે. આ ટિપ્સ તમે પ્રોપર રીતે ફોલો કરો છો તો કબૂતર તમારી બાલ્કનીમાં જરા પણ ગંદકી નહીં કરે.

આ પણ વાંચો:હાડકાં નબળા થઇ ગયા છે?

  • તમારા ઘરમાં કબૂતર બહુ જ ગંદકી કરે છે તો તમે સરકો યુઝ કરો. સરકાની સુગંધથી કબૂતર આવશે નહીં અને ગંદકી ફેલાશે નહીં. આમ કરવાથી તમારી બાલ્કની એકદમ ચોખ્ખી રહેશે. સરકાનો ઉપયોગ કરવા માટે તમે સૌથી પહેલા 2 થી 3 ચમચી સરકો લો અને એમાં થોડો બેકિંગ સોડા મિક્સ કરી દો. ત્યારબાદ આ સરકો બાલ્કનીમાં સ્પ્રેડ કરી દો. આમ કરવાથી કબૂતર આવશે નહીં અને ગંદકી થશે નહીં. તમે આ રીતે સરકાનો ઉપયોગ કરો છો તો બાલ્કનીમાં બીજી ગંદકી થતી પણ ઓછી થઇ જશે.

  • સામાન્ય રીતે કબૂતર બાલ્કનીમાં માળો બનાવતા હોય છે. કબૂતરના માળાથી બાલ્કનીમાં વધારે ગંદકી ફેલાય છે. આ માટે તમે થોડુ વાઇન લો અને એમાં તજનો પાવડર મિક્સ કરો. ત્યારબાદ આ ચારેબાજુ છાંટી દો. આમ કરવાથી કબૂતર માળો બાંધશો નહીં અને ગંદકી પણ ફેલાશે નહીં.


આ પણ વાંચો:આ 4 તકલીફોમાં કોફી પીવાથી તરત થઇ જાય છે રાહત



    • તમારા ઘરની સીઢીઓમાં, રેલિંગમાં કે ફ્લોર પર બહુ કબૂતર આવે છે તો તમે મધ, ગુંદર જેવી બીજી વસ્તુઓ નાંખો. આમ કરવાથી કબૂતરો આવશે નહીં અને તમારું ઘર ગંદુ થશે નહીં. કબૂતર ઘરમાં બહુ ગંદકી ફેલાવે છે તો આ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે.






  • તમારા ઘરમાં બહુ કબૂતર આવે છે તો તમે નેટ પણ નંખાવી શકો છો. નેટ પણ એક સારો ઓપ્શન છે. આમ કરવાથી તમારી બાલ્કનીમાં કબૂતર આવતા બંઘ થઇ જશે.

First published:

Tags: Home, Life style