Home /News /lifestyle /બાળકને ગરદન પર થાય છે રેશિઝ? તો રસોડામાં પડેલી આ વસ્તુથી તરત મેળવો રાહત

બાળકને ગરદન પર થાય છે રેશિઝ? તો રસોડામાં પડેલી આ વસ્તુથી તરત મેળવો રાહત

રેશિઝ

Child care tips: નાના બાળકોની સ્કિન ખૂબ જ સોફ્ટ હોવાથી નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું પડતુ હોય છે. આમ બાળકોને રેશિઝની સમસ્યા એક સામાન્ય બાબત છે. જો તમે રેશિઝ પર આ ધરેલું ઉપાયો અજમાવો છો તો તરત જ રાહત થઇ જાય છે.

    લાઇફસ્ટાઇલ ડેસ્ક: બાળકોની સ્કિન ખૂબ જ નાજુક હોય છે. આ નાજુક સ્કિનની શરૂઆતના સમયમાં ખૂબ જ કેર કરવી પડે છે. આ સ્કિન પર તમે તમારો હાથ પણ ભારે ઘસી લો છો તો બાળકની સ્કિન લાલ થઇ જાય છે. આ માટે 6 મહિના સુધી બાળકની હેલ્થ અને સ્કિનનું અનેક રીતે ધ્યાન રાખવું પડે છે. એમાં પણ ખાસ કરીને વરસાદી માહોલમાં બાળકોની સ્કિનની કેર ખૂબ જ કરવી પડે છે. આ વાતાવરણમાં ઇન્ફેક્શન લેવલ પણ ખૂબ વધી જાય છે. બદલાતી ઋતુમાં અનેક બાળકોને ગરદન પર લાલ થઇ જાય છે એટલે કે રેશિઝ થવાની શરૂઆત થઇ જાય છે. બાળકોને રેશિઝ થાય એટલે ત્યાં એને ખંજવાળ આવે છે જેના કારણે એ ઘણી વાર રડ્યા કરે છે. તો જાણી લો આ ઘરેલું નુસ્ખાઓ જે બાળકને આ સમસ્યામાંથી બચાવશે.

    મધ


    રેશિઝની સમસ્યામાંથી તરત રાહત મેળવવા માટે મધ એક રામબાણ ઇલાજ છે. મધમાં એન્ટીમાઇક્રોબિયલ ગુણ હોય છે જે જલદી રાહત અપાવવાનું કામ કરે છે. આ માટે તમે એક ચમચી મધ લો અને એમાં બદામનું તેલ મિક્સ કરો. હવે આ તેલથી બાળકના ગરદન પર હળવા હાથે માલિશ કરો. આમ કરવાથી રેશિઝની સમસ્યામાંથી તરત જ છૂટકારો મળી જશે. 15 થી 20 પછી તમે આ પાર્ટને ચોખ્ખા પાણીથી ધોઇ લો જેથી કરીને બાળક ફ્રેશ થઇ જાય.

    આ પણ વાંચો: કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરે છે આલ્કોહોલ?

    નારિયેળ તેલ


    બાળકોની સ્કિન માટે સૌથી બેસ્ટ નારિયેળ તેલ છે. રેશિઝની સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો. નારિયેળ તેલમાં વિટામીન ઇ હોય છે જે સ્કિનને સારી બનાવવાનું કામ કરે છે. આ માટે તમારા બાળકને જ્યાં રેશિઝ થયા છે ત્યાં તમે 15 મિનિટ સુધી નારિયેળ તેલથી હળવા હાથે મસાજ કરો. આમ કરવાથી બાળકને રાહત થઇ જશે અને ખંજવાળ પણ નહિં આવે.

    આ પણ વાંચો: શું તમે જાણો છો ટોયલેટના ફ્લશ ઉપર બે બટન હોય છે?

    બરફ


    બાળકની સ્કિન પર તમારે ડાયરેક્ટ બરફનો ઉપયોગ કરવાનો નથી. આ માટે તમે એક પાતળું કપડું લો અને એમાં બરફનો ટુકડો મુકો. ત્યારબાદ આનાથી બાળકને જ્યાં રેશિઝ થયા છે ત્યાં હળવા હાથે મસાજ કરો. આમ કરવાથી બાળકને થોડુ ઠંડુ લાગશે જેના કારણે એ ખુશ થશે અને સાથે આ સમસ્યામાંથી રાધહ પણ થઇ જશે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Home Remedies, Skin, લાઇફ સ્ટાઇલ

    विज्ञापन
    विज्ञापन