Tik Tok પર છવાઈ આ રંગોળીની ડિઝાઈન, તમે પણ જૂઓ #rangolikerang

ટિક ટૉક પર આ રંગોળી ડિઝાઈન #rangolikerang ના નામથી ટ્રેન્ડ કરી રહી છે.

News18 Gujarati
Updated: October 9, 2019, 2:54 PM IST
Tik Tok પર છવાઈ આ રંગોળીની ડિઝાઈન, તમે પણ જૂઓ #rangolikerang
રંગોળીની ડિઝાઈન
News18 Gujarati
Updated: October 9, 2019, 2:54 PM IST
તહેનારો આવે એટલે ઘરમાં સાફ સફાઈથી લઈને સજાવટ અને ગૃહ સુશોભન પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવે છે. નાસ્તા, મીઠાઈ વગેરે પ્રકારના નાસ્તા પણ લોકો ખૂબ હરખની સાથે મહેનત કરીને બનાવે છે. આખા ઘરને રંગબેરંગી લાઈટોથી સજાવવામાં આવે છે. ત્યારે આ સજાવટ અને ગૃહ સુશોભન માટે ફૂલ અને હારની સાથે સાથે રંગોળીને પણ ઘણું મહત્વ આપવામાં આવે છે. લોકો પોત પોતાના ઘર આંગણે સરસ મજાની અને સુંદર રંગોળી કરીને પોતાના ઘરને સજાવી ઘરની રોનક અને શોભા વધારે છે.

આજકાલ વ્રત અને તહેવારોની મોસમ ચાલી રહી છે. દરેક તહેવારોને પોત-પોતાની રીતે ઉજવી રહ્યા છે. ત્યાં સુધી કે Tik Tok ઍપ ઉપર પણ તહેવારોનો રંગ છવાયેલો છે. Tik Tok પર કેટલાક લોકો રંગબેરંગી ફૂલો અને રંગોથી રંગોળી ની ડિઝાઈન બનાવી રહ્યા છે. તેમના દ્વારા બનાવાયેલી રંગોળીના ડિઝાઈન ઘણી જ પસંદ કરવામાં આવી રહી છે. ટિક ટૉક પર આ રંગોળી ડિઝાઈન #rangolikerang ના નામથી ટ્રેન્ડ કરી રહી છે.

લોકો જુદી જુદી પેટર્ન અને ડિઝાઈનની રંગોળી બનાવી રહ્યા છે. તો કેટલાક લોકો રંગોળી બનાવવાની ચારણીથી સુંદર રંગોળી બનાવી રહ્યા છે. આવો જોઈએ Tik Tok પર ફેમસ થઈ રહેલી કેટલીક સાદી અને સરળ પણ સુંદર અને આકર્ષક ડિઝાઈન...

Tik Tok પર છવાઈ આ રંગોળી ડિઝાઈન, તમે પણ જૂઓ #rangolikerang



 
Loading...



 

રોજ 1 ગ્લાસ દૂધનું સેવન કરવાથી નહીં થાય આટલી બીમારીઓ: રિસર્ચ

લાઈનમાં ઉભા પછી પણ મોંઘા ગાંઠિયા ખાવા કરતા, ફટાફટ આ રીતે ઘરે બનાવો વણેલા ગાંઠિયા
First published: October 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...