જો તમારે સાવ સસ્તામાં શૉપિંગ કરવી છે, તો પહોંચી જાવ આ માર્કેટમાં

News18 Gujarati
Updated: October 4, 2019, 2:25 PM IST
જો તમારે સાવ સસ્તામાં શૉપિંગ કરવી છે, તો પહોંચી જાવ આ માર્કેટમાં
અહીં ખૂબ જ સસ્તી મળે છે વસ્તુઓ, જો તમારે સસ્તામાં શૉપિંગ કરવી છે, તો પહોંચી જાવ આ માર્કેટમાં

અહીં ખૂબ જ સસ્તી મળે છે વસ્તુઓ, જો તમારે સસ્તામાં શૉપિંગ કરવી છે, તો પહોંચી જાવ આ માર્કેટમાં

  • Share this:
આવનારા દિવસોમાં દિવાળી સિવાય પણ ઘણાં તહેવારો આવશે. પરંતુ જોઈએ તો દિવાળી હવે વધારે દૂર નથી. આવનાર દિવસોમાં દશેરા પણ આવી જ જશે. આ હિસાબે તેને વ્રત અને તહેવારનો મહિનો કહેવામાં પણ કંઈ ખોટું નથી.

માર્કેટમાં પણ વ્રત અને તહેવારના સામાનથી ભરેલો જ પડ્યો રહ્યો છે. આ સીઝનમાં ઘણી શૉપિંગ કરવી પડેશે. તહેવારની શૉપિંગથી લઈને વ્રત, ઘરની સજાવટ અને કપડાની શૉપિંગ કરવી પડશે. અને આ બધું મળીને નિચારીએ તો શૉપિંગ કરતા સમયે પોતાના બજેટનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. પરંતુ કેટલાક બજાર એવા પણ છે જ્યાં તમે પોતાના બજેટમાં એક સાથે ઘણો સામાન ખરીદી શકશો. જો તમારે સસ્તામાં શૉપિંગ કરવી છે, તો પહોંચી જાવ આ માર્કેટમાં... અહીં ખૂબ જ સસ્તી મળે છે વસ્તુઓ

સરોજિની બજાર

દિલ્લીનું સરોજિની બજાર કપડા માટે ઘણું પ્રખ્યાત છે. બસ તમારામાં મોલ ભાવ કરવાની કળા આવડવી જોઈએ. આમ તો આ બજાર કપડાની ખરીદી માટે આકર્ષણનું કેન્દ્ર છે. પરંતુ અહીં ઘરની સજાવટ માટેનો ઘણો સામાન જેવો કે ક્રોકરી, પડદા, વિંડ ચાઈમ વગેરે જેવી ચીજો ઘણી વ્યાજબી કિંમત મળી જશે.

જનપથ
જનપથ પણ ઘરની સજાવટના સામાન અને કપડાની ખરીદી સાથે જ્વેલરી ખરીદવા માટે એક સારો વિકલ્પ છે. અહીં કુશન તેમજ સજાવટ માટે રંગબેરંગી ચીજો પણ તમારા બજેટમાં મળી જશે. અહીં પણ મોલ ભાવ કરવાની કળાનો ઉપયોગ કરી શકો છો.સદર બજાર
આ બજારને દિલ્લીનું સૌથી મોટું બજાર પણ કહી શકાય. અહીં મેકઅપ આઈટમ સિવાય અન્ય ઘણી ચીજો પણ તમને તમારા બજેટમાં મળી શકે છે. તમે પોતાના પરિવાર અને સંબંધીઓ માટેની ગિફ્ટમી શૉપિંગ પણ અહીંથી કરી શકો છો.
First published: October 4, 2019
વધુ વાંચો
अगली ख़बर