Home /News /lifestyle /શિયાળાની ઠંડીમાં આ ગરમ જગ્યાઓ પર ફરવાની મજા માણો, ન્યૂ મેરિડ કપલ માટે છે ખાસ

શિયાળાની ઠંડીમાં આ ગરમ જગ્યાઓ પર ફરવાની મજા માણો, ન્યૂ મેરિડ કપલ માટે છે ખાસ

શિયાળામાં ફરવાની મજા

Warm places to travel in winter: શિયાળાની સિઝનમાં ફરવાની બહુ જ મજા આવે છે. ઘણાં લોકો શિયાળામાં ગરમ જગ્યાઓ પર ફરવાની મજા માણતા હોય છે. આ સિઝનમાં અનેક ન્યૂ મેરિડ કપલ ફરવા માટેનું પ્લાનિંગ કરતા હોય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની સિઝન શરૂ થઇ ગઇ છે ત્યારે ફરવા જવાની મજા કંઇક અલગ જ આવે છે. આ દરમિયાન બરફમાં ફરવાની મજા બહુ આવે છે. આ સાથે જ અનેક લોકો ગરમ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય છે. નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ખાસ કરીને અનેક લોકો ફરવાનું પ્લાનિંગ વઘારે કરતા હોય છે. આ મહિના એટલો લગ્ન સિઝન. નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ન્યૂ મેરિડ કપલ પણ ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય છે. આમ, જો તમે પણ આ દિવસોમાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ ગરમ જગ્યાઓ તમારી માટે સૌથી બેસ્ટ છે.

    આ પણ વાંચો: મુસાફરી દરમ્યાન ઉલ્ટી, ઉબકા અને ચક્કર આવે છે?

    ગોવા


    ડિસેમ્બર મહિનામાં તમે ગોવા ફરવા જવાનું પ્લાનિંગ કરો છો તો તમને મજ્જા પડી જાય છે. ગોવામાં અનેક જગ્યાઓ એવી છે જ્યાં દુનિયાભરના પર્યટકો ફરવાની મજા માણતા હોય છે. ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં તમે ગોવાનું પ્લાનિંગ કરો છો તો તમને ફુલ ટુ એન્જોય કરી શકો છો.

    પોંડિચેરી


    પોંડિચેરી પણ ફરવા માટેની એક બેસ્ટ જગ્યા છે. તમે એડવેન્ચરના શોખીન છો તો પોંડિચેરી તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. પોંડિચેરી તમે સરળતાથી જઇ શકો છો. અહિંયા જવા માટે તમને અનેક સાધનો મળી રહે છે.

    આ પણ વાંચો: બાળકોને ઘોડિયામાં ઊંઘાડતા પેરેન્ટ્સ ચેતી જજો

    બોમ્બે


    સપનાંઓનું શહેર એટલે મુંબઇ. મુંબઇમાં અનેક જગ્યાઓ એવી છે જ્યાં તમે ઓછા પૈસામાં મસ્ત રીતે ફરી શકો છો.  ડિસેમ્બર મહિનામાં મુંબઇ ફરવા જવાનું પ્લાનિંગ કરો છો તો બહુ મજા આવે છે. મુંબઇમાં તમે તાજમહેલ પેલેસ, ગેટ વે ઓફ ઇન્ડિયા, છત્રપજી શિવાજી ટર્મિનસ જેવા અનેક સ્થળોની મુલાકાત તમે લઇ શકો છો. આ સાથે જ તમે મસ્ત સનસેટનો નજારો જોઇ શકો છો. મુંબઇમાં તમે વડા પાઉં, પાવ ભાજી, ભેળ પૂરી જેવા અનેક પ્રકારના સ્ટ્રીટ ફુડની મજા તમે લઇ શકો છો.


    જેસલમેર


    રાજસ્થાનનું જેસલમેર પણ તમારા માટે એક સારું ઓપ્શન બની રહે છે. ડિસેમ્બર મહિનામાં રજાઓની મજા તમે જેસલમેરમાં માણી શકો છો. જેસલમેરમાં તમે શાનદાર હવેલીઓ, રંગીન બજારો, રણ જેવી અનેક વસ્તુઓ તમે જોઇ શકો છો. જેસલમેર તમે ઓછા ખર્ચામાં મસ્ત ફરી શકો છો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Travelling

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन