Home /News /lifestyle /ઠંડીમાં ફરવા જવાના છો તો ખાસ આ રીતે બેગ પેક કરો, નહીં પડે કોઇ તકલીફ અને યાદગાર બની રહેશે

ઠંડીમાં ફરવા જવાના છો તો ખાસ આ રીતે બેગ પેક કરો, નહીં પડે કોઇ તકલીફ અને યાદગાર બની રહેશે

આ વસ્તુ બેગમાં મુકો

Travelling tips: આપણે જ્યારે ફરવા જઇએ ત્યારે અનેક નાની-નાની વાતોનું ધ્યાન રાખવું જોઇએ. ઘણાં લોકો કોઇ પણ તૈયારી વગર ફરવા જતા હોય છે, જેમને અનેક ઘણી તકલીફો પડતી હોય છે. આમ જો તમે આ ટિપ્સ ફોલો કરો છો તો ટ્રાવેલ સમયે કોઇ તકલીફ નહીં પડે.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝન શરૂ થઇ ગઇ છે ત્યાં અનેક લોકો ટ્રાવેલ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. ટ્રાવેલિંગ કરવાની દરેક લોકોને મજા આવતી હોય છે. ગરમી કરતા ઠંડીમાં તમે ફરવાનું પ્લાનિંગ કરો છો તો તમને મજ્જા આવે છે. આ ઠંડીમાં તમે ફરવા માટે પરિવાર તેમજ મિત્રો સાથે પ્લાનિંગ કરો છો તો મોજ પડી જાય છે. વાતાવરણમાં ઠંડક હોય, શાનદાર નજારો અને સાથે કુદરતી વાતાવરણ હોય તો ફરવાની મજા પડી જાય છે. આમ, જો તમે પણ પરિવાર સાથે ફરવાનો પ્લાન કરો છો તો આ ટિપ્સ તમારા માટે સૌથી બેસ્ટ છે.

આ પણ વાંચો:ઠંડીમાં વધારે કપડા બાળકોને પહેરાવો છો?

  • તમે ટ્રાવેલિંગનું પ્લાનિંગ કરી રહ્યા છો તો સૌથી પહેલા બેગમાં દવાઓ તેમજ જરૂરિયાતની વસ્તુઓ મુકો. આ વસ્તુઓ તમને વિકટ પરિસ્થિતિમાં કામમાં આવે છે. ટ્રાવેલિંગ માટે આ વસ્તુ બહુ જરૂરી છે.

  • ટ્રાવેલિંગ સમયે તમે મેક અપ કરવાના શોખીન છો તો ખાસ કરીને મેક અપને એ રીતે પેકિંગ કરો જેના કારણે તમારા કપડા બગડે નહીં. ઘણી વાર મેક અપમાં કોઇ વસ્તુ લીક થવાને કારણે તમારા નવા કપડા બગડવાના ચાન્સિસ વધારે રહે છે.


આ પણ વાંચો:માત્ર અઠવાડિયામાં કમરનો દુખાવો ગાયબ કરો



    • ટ્રાવેલિંગ કરતી વખતે હંમેશા તમારી સાથે ટિશ્યુ પેપર રાખો. ટિશ્યુ પેપર તમને અનેક સમયે કામમાં આવે છે. ટ્રાવેલિંગ દરમ્યાન તમને ઉલ્ટીની સમસ્યા રહે છે તો તમે ખાસ કરીને આ પેપર સાથે રાખો જેથી કરીને તમને કામમાં આવે.

    • ટ્રાવેલિંગ સમયે તમે બહુ કપડાની બેગ ભરશો નહીં. વધારે બેગ લેવાથી તમને ઉંચકવામાં તકલીફ પડે છે. આ સાથે જ તમે થાકી જાવો છો. આ માટે વધારે સામાન લેવાની ટેવ પાડશો નહીં.

    • તમે ઠંડીમાં ફરવા જાવો છો તો ખાસ કરીને સાથે ગરમ કપડા સાથે રાખો. ગરમ કપડા સાથે રાખવાથી તમે ઠંડીથી બચી શકો છો. આમ, ખાસ કરીને સ્વેટર, સાલ, ટોપી જેવા ગરમ કપડા સાથે રાખો.






  • આ સાથે જ તમે જ્યારે પણ ટ્રાવેલિંગ કરો ત્યારે ખાસ કરીને સનસ્ક્રીન સાથે રાખો. સનસ્ક્રીન ફેસ પર લગાવવાથી તમારી સ્કિનને તડકાની અસર થશે. ધણાં લોકોને તડકાને કારણે સ્કિનની સમસ્યાઓ થતી હોય છે.

First published:

Tags: Life style, Travelling