Home /News /lifestyle /હનીમૂન માટે બેસ્ટ છે આ જગ્યાઓ, માત્ર 5000 રૂપિયામાં લઇ શકો છો અનેક વસ્તુઓનો આનંદ
હનીમૂન માટે બેસ્ટ છે આ જગ્યાઓ, માત્ર 5000 રૂપિયામાં લઇ શકો છો અનેક વસ્તુઓનો આનંદ
ઓછા ખર્ચામાં અહીં ફરી લો
Travelling tips: હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યાં અનેક કપલ હનીમૂન પર જવાનું પ્લાનિંગ કરતા હોય છે. હનીમૂન એ લાઇફ ટાઇમ માટે યાદગાર બની રહે છે. જો તમે હનીમૂનનું પ્લાનિંગ કરો છો અને બજેટ ઓછુ છે તો આ પ્લેસ સૌથી બેસ્ટ છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: થોડા દિવસો પછી તમારા લગ્ન છે? શું તમે હનીમૂનનું પ્લાનિંગ કરી રહ્યા છો? શું તમારું બજેટ બહુ ઓછુ છે? તો આ જગ્યાઓ તમારા માટે સૌથી બેસ્ટ છે. આજે અમે તમને કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં તમે ફરવાની ફુલ મજા લઇ શકશો અને એ પણ સાવ ઓછા ખર્ચામાં. આ જગ્યાઓ ફરવા માટે સૌથી બેસ્ટ છે. દિલ્હીની આસપાસ આવેલી આ જગ્યાઓ પર તમે ફરવાનું પ્લાનિંગ કરો છો તો તમે ઓછા ખર્ચામાં મસ્ત ફરી લેશો અને તમારું હનીમૂન હંમેશ માટે યાદગાર બની રહેશે. તો જાણો આ જગ્યાઓ વિશે જ્યાં તમે 5000 રૂપિયાની અંદર મસ્ત હનીમૂનનું પ્લાનિંગ કરી શકો છો.
પહાડો અને નદીઓથી ઘેરાયેલું નૈનીતાલ ફરવા માટે સૌથી બેસ્ટ છે. નૈનીતાલ ન્યૂ મેરિડ કપલની ફરવા માટેની બેસ્ટ જગ્યા છે. અહિંયા તમે ફરવાનું પ્લાનિંગ કરો છો તો તમે ઓછા બજેટમાં મસ્ત ફરી શકો છો. નવી દિલ્હીથી નૈનીતાલ તમે બસથી જઇ શકો છો. બસની નૈનીતાલ જવાની ટિકિટ 800 રૂપિયાની આસપાસ છે.
આનાથી તમે સસ્તામાં પણ જઇ શકો છો. નૈનીતાલમાં તમને 400 થી 800ની વચ્ચે સામાન્ય હોટલ મળી જાય છે. આમ, જો તમને સારી હોટલ જોઇએ છે તો થોડુ બજેટ વધી શકે છે. અહિંયા જમવાનું પણ બહુ મોંધુ મળતુ નથી. આ માટે તમે હનીમૂનનું અહિંયા પ્લાનિંગ કરો છો તો તમે ઓછામાં મસ્ત ફરી શકો છો.
દિલ્હીની પાસે આવેલું જયપૂર પણ ફરવા માટે બેસ્ટ પ્લેસ છે. તમે જયપૂર દિલ્હીથી સરળતાથી જઇ શકો છો. જયપૂર-દિલ્હી વચ્ચેનું અંતર લગભગ 308 કિમી જેટલું છે. અહિંયા તમે બસથી જાવો છો તો 400 થી 500 રૂપિયાની ટિકિટ થાય છે. અહિંયા ફરવા માટેની અનેક જગ્યાઓ છે. જયપૂરમાં તમે આરામથી 5000ની અંદર હનીમૂનનો આનંદ લઇ શકો છો.
વારાણસી
તમે હનીમૂન માટે વારાણસી પણ જઇ શકો છો. આ એક સુંદર જગ્યા છે. તમે દિલ્હીથી વારાણસી ટ્રેન મારફતે પણ જઇ શકો છો. આ સાથે જ તમે બસમાં પણ જઇ શકો છો. વારાણસીમાં ફરવા માટેની અનેક જગ્યાઓ છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર