Home /News /lifestyle /નવા વર્ષમાં માત્ર 3 હજારમાં રૂપિયામાં ફરી લો સાઉથનું આ ફેમસ હિલ સ્ટેશન, IRCTC નું આ ટૂર પેકેજે છે ખાસ

નવા વર્ષમાં માત્ર 3 હજારમાં રૂપિયામાં ફરી લો સાઉથનું આ ફેમસ હિલ સ્ટેશન, IRCTC નું આ ટૂર પેકેજે છે ખાસ

સાઉથ ફરવા માટે બેસ્ટ છે.

Travel tips: અનેક લોકો ફરવાના બહુ જ શોખીન હોય છે. જો કે બહુ ઓછા લોકો એવા હોય છે જેને ફરવાની મજા આવતી હોતી નથી. આમ, જો તમે પણ નવા વર્ષમાં ફરવા માટેનું પ્લાનિંગ કરો છો તો IRCTC નું આ ટૂર પેકેજ તમારા માટે બેસ્ટ છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: તમે પણ તમારું નવ વર્ષ કોઇ હિલસ્ટેશન પર સેલિબ્રેટ કરવા ઇચ્છો છો તો IRCTC મસ્ત એક ટૂર પેકેજ રજૂ કર્યુ છે. આ ટૂર પેકેજાં તમે સસ્તામાં સારું ફરવાનો આનંદ લઇ શકો છો. આ સાથે જ તમે સસ્તામાં મસ્ત હિલ સ્ટેશન પર ફરી લેશો અને એટલી મજા આવશે કે ના પૂછો વાત. આ ટૂર પેકેજમાં મુસાફરો વિશાખાપટ્ટનમથી અરકુ વેલીની સફર કરી શકે છે. અરકુ વેલી એક સુંદર હિલ સ્ટેશન છે. આ હિલ સ્ટેશનની ખૂબસુરતી જોવા માટે દૂરદૂરથી પ્રવાસીઓ જાય છે. આ હિલ સ્ટેશન પર તમે એક વાર જાવો છો તો વારંવાર જવાની ઇચ્છા થાય એટલું મસ્ત છે.

    આ પણ વાંચો:છોકરીઓ સોલો ટ્રિપ પર જતા પહેલાં ફોલો કરો આ ટિપ્સ

    ઓછા બજેટમાં મસ્ત ફરી લો


    આ ટૂર પેકેજમાં વ્યક્તિ માત્ર 3060 રૂપિયામાં ફરવાનો આનંદ લઇ શકે છે. તમે સ્લીપર ક્લાસમાં મુસાફરી કરવા ઇચ્છો છો તમે માત્ર 2385 રૂપિયા ખર્ચ કરીને વેલીનો આનંદ લઇ શકો છો. જ્યારે બાળકનું ભાડુ 2670 રૂપિયા છે. જ્યારે સેકેન્ડ ક્લાસની વાત કરીએ તો માત્ર 2185 રૂપિયા તમારે ખર્ચ કરવાના રહેશે. તમારી સાથે કોઇ બાળક છે તો તમારે 1815 રૂપિયા આપવા પડશે.

    બ્રેકફાસ્ટ અને લંચ મફતમાં


    અરકુ પહોંચ્યા પછી આ ટુર પેકેજમાં મુસાફરોને અનેક જગ્યાઓ પર ફરવા લઇ જવામાં આવશે. ટ્રાઇબલ મ્યૂઝિયમ, ગાર્ડન, અનંતગિરી, કોફી બાગાન, ગલિકોંદા વ્યૂ પોઇન્ટ અને બોરાકેવ્સ જેવી મસ્ત જગ્યાઓ પર તમને ફરવાનો આનંદ લઇ શકો છો. IRCTC તરફથી યાત્રીઓને ફરવા લઇ જવા માટે ગાડી હશે.

    આ પણ વાંચો:આ રોમેન્ટિક પ્લેસ પર ફોટોશૂટ કરાવવા થાય છે પડાપડી

    IRCTC ના આ પેકેજમાં તમને બ્રેકફાસ્ટ અને લંચ ફ્રીમાં મળશે. ટૂર પેકેજમાં મુસાફરોને વિશાખાપટ્ટનમ સ્ટેશનથી અરકુ વેલી ટ્રેનથી લઇ જવામાં આવશે. આ ટૂર પેકેજ માટે તમે નવા વર્ષે એટલે કે 1 જાન્યુઆરીનાં રોજ બુકિંગ કરાવી શકો છઓ. આ ટ્રેન 2 જાન્યુઆરી 2023ના રોજ રવાના થશે.



    અરકુ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી 112 કિમી દૂર સ્થિત એક ખૂબસુરત હિલ સ્ટેશન છે. આ એક શાંતિની જગ્યા છે. આ હિલ સ્ટેશન દરેક લોકોએ એક વાર ચોક્કસથી જોવા માટે જવું જોઇએ. આમ, જો તમે ઓછા બજેટમાં ફરવા ઇચ્છો છો તો આ જગ્યા અને આ પેકેજ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, South, Travelling

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन