Home /News /lifestyle /ઓછા બજેટમાં સપ્ટેમ્બર મહિનામાં ફરી લો ભારતની આ જગ્યાઓ, બહુ જ મજા આવશે

ઓછા બજેટમાં સપ્ટેમ્બર મહિનામાં ફરી લો ભારતની આ જગ્યાઓ, બહુ જ મજા આવશે

કેરળ

Travel to September month: સપ્ટેમ્બર મહિનામાં તમે પણ આ જગ્યાઓ પર ફરવાનો પ્લાન બનાવો. આ પ્લેસ એવા છે જ્યાં આ ઋતુમાં ફરવાની મજા કંઇક અલગ જ આવે છે. તો તમે પણ ઓછા બજેટમાં આ જગ્યાઓ ફરી લો.

    લાઇફસ્ટાઇલ ડેસ્ક: મોન્સૂનની સિઝન પૂરી થવાની તૈયારીમાં છે ત્યાં તમે પણ ફરવા માટે એક મસ્ત પ્લાન કરી શકો છો. સપ્ટેમ્બર મહિનામાં ફરવાની મજા કંઇક અલગ જ આવે છે. આ મહિનો ફરવા માટે સૌથી બેસ્ટ છે. આ દરમિયાન એવી જગ્યાઓ પર ફરવા જવું જોઇએ જ્યાં ગરમી ના હોય અને વાતાવરણ બહુ મસ્ત હોય. હાલ જો વાત કરીએ તો ડબલ સિઝન ચાલી રહી છે ત્યારે તમે કેટલાક એવા સ્થળની મુલાકાત લો છો તો તમે એકદમ રિફ્રેશ થઇ જાવો છો. તો આજે અમે તમને ભારતની કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં તમે ફરવાનો પ્લાન કરો છો તો તમને મજ્જા પડી જશે અને તમે એકદમ રિલેક્સ ફીલ કરશો.

    કેરળ


    સપ્ટેમ્બર મહિનામાં તમે કેરળ ફરવાનો પ્લાન બનાવો છો તો સૌથી બેસ્ટ છે. કેરળની આજુબાજુ ઘણી બધી જગ્યાઓ એવી છે જ્યાં તમે મન મુકીને ફરવાની મજા માણી શકો છો. કેરળના એલેપ્પીમાં દર વર્ષ સપ્ટેમ્બર મહિનામાં નેહરુ ટ્રોફી રેસ ફેસ્ટિવલ થાય છે. આ એક બોટ રેસ છે જે ખૂબ જ ફેમસ છે. આ રેસમાં હજારો લોકો ભાગ લેતા હોય છે. કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું ન હતું. આમ, આ વર્ષે તમે આ ફેસ્ટિવલ જોવાનો લાભ લઇ શકો છો.

    આ પણ વાંચો: તમારી આ ભૂલોને કારણે શરીરમાં વધી જાય છે યુરિક એસિડ

    મુંબઇ


    સપ્ટેમ્બર મહિનામાં તમે મુંબઇ ફરવાની મજા પણ માણી શકો છો. આ સિઝનમાં મુંબઇમાં અનેક જગ્યાઓ સોળે કલાએ ખીલી ઉઠે છે. આ સાથે જ તમે માથેરણ, લોનાવાલા, મહાબળેશ્વર જેવી જગ્યાઓમાં પણ તમે ફરવાનો આનંદ લઇ શકો છો.

    વેલી ઓફ ફ્લાવર, ઉત્તરાખંડ


    તમારે કંઇક નવો જ અનુભવ કરવો છે તો આ જગ્યા તમારા માટે સૌથી બેસ્ટ છે. આ જગ્યા પર તમને કુદરતી દ્રશ્યો નિહાળવાની બહુ જ મજા આવશે. 87 સ્કેવર કિલોમીટરમાં ફેલાયેલી આ જગ્યામાં અનેક પ્રકારના ફુલો તમે જોઇ શકો છો.

    આ પણ વાંચો: આ બ્લડ ગ્રુપના લોકોને સ્ટ્રોકનો ખતરો સૌથી વધારે

    આ ફુલો જોતાની સાથે જ તમારું મન હળવું થઇ જાય છે અને તમે સ્ટ્રેસ ફ્રી થઇ જાવો છો. સપ્ટેમ્બર મહિનામાં આ ફુલો સોળે કળાએ ખીલી ઉઠે છે. એક વાર તમે આ સ્થળની મુલાકાત લેશે તો વર્ષમાં એક વાર તમને અહિંયા જવાનું મન થઇ જશે. વેલી ઓફ ફ્લાવર જવા માટે તમારે ટ્રેક કરવું પડે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Travel, Uttrakhand, લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन