Home /News /lifestyle /કોરોનાના કેસ વધી રહ્યા છે..ફરવા જવાના છો તો યાદ કરીને બેગમાં મુકો આ 4 વસ્તુઓ

કોરોનાના કેસ વધી રહ્યા છે..ફરવા જવાના છો તો યાદ કરીને બેગમાં મુકો આ 4 વસ્તુઓ

દવાઓ મુકવાનું ભૂલશો નહીં.

Travel advice for covid: આજે દેશભરમાં 2100થી વધારે કોરોનાના કેસ નોંધાયા છે. આ સમયે તમે ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો ખાસ કરીને આ ટિપ્સ ફોલો કરો. આ ટિપ્સથી વાયરસની ઝપેટમાં આવતા બચી શકો છો.  

Travel tips: ખાસ કરીને બાળકોના વેકેશનમાં અનેક લોકો ફરવાનો પ્લાન કરતા હોય છે. ફરવાની મજા કંઇક અલગ જ આવે છે. જ્યારે પણ કોઇ વ્યક્તિ ફરવા જાય ત્યારે એનું માઇન્ડ રિલેક્સ અને સ્ટ્રેસ ફ્રી થઇ જાય છે. પરંતુ વાત કરવામાં આવે તો હાલમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. વધતા કેસ વચ્ચે ખાસ કરીને ફરતી વખતે નાની-નાની બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. હાલની સ્થિતિ એવી છે કે કોરોનાના બે હજારથી વધારે કેસ સામે આવી ચુક્યા છે. આ પરિસ્થિતિમાં ફરતી વખતે ખાસ ધ્યાન રાખવુ જોઇએ. આમ, તમે પણ ફરવા જવાના છો તો બેગમાં આ વસ્તુઓ મુકવાનું ભૂલશો નહીં.

આ પણ વાંચો:એપ્રિલ ફૂલ બનાવવાની 4 કુલ ટ્રિક્સ

ફરવા જવાના છો તો બેગમાં આ 4 વસ્તુઓ મુકો


કોવિડ વેક્સીનનું સર્ટીફિકેટ


તમે ફરવાનું પ્લાનિંગ કરો છો અથવા તો ફરવા જઇ રહ્યા છો તો ખાસ કરીને બેગમાં કોવિડ વેક્સીનનું સર્ટીફિકેટ મુકો. નિયમ ગમે ત્યારે આવી શકે છે. એવામાં તમારી પાસે કોવિડનું સર્ટીફિકેટ છે તો તમે મુશ્કેલીમાં મુકાતા નથી. આ સાથે જ ઘણી રિસોર્ટમાં પણ આ સર્ટીફિકેટ બતાવવાનું હોય છે. આ સાથે જ તમે કોવિડ એપ પરથી ડાઉનલોડ તેમજ એની ફોટોકોપી સાથે રાખી શકો છો.

સેનિટાઇઝર


સેનિટાઇઝર ખાસ કરીને તમારા પર્સમાં રાખો. જ્યારે પણ તમે બહાર જાવો છો ત્યારે ખાસ કરીને સેનિટાઇઝરનો ઉપયોગ કરો. આ દરમિયાન તમે હેન્ડ હાઇજિનનું ધ્યાન રાખો. આમ કરવાથી તમે કોરોના સંક્રમણથી બચી શકો છો.

આ પણ વાંચો:ચશ્મા પર સ્ક્રેચના ડાઘા પડી ગયા છે?

એકસ્ટ્રા ફેસ માસ્ક


એકસ્ટ્રા ફેસ માસ્ક તમે ખાસ કરીને તમારી બેગમાં રાખો. આ ગમે ત્યારે તમને કામમાં આવી શકે છે. ક્યારે પણ ગંદુ તેમજ એકનું એક ફેસ માસ્ક વાપરશો નહીં. તમે આ ટાઇપનું ફેસ માસ્ક યુઝ કરો છો તો અનેક બીમારીઓમાં સપડાઇ શકો છો.


પાણીની બોટલ અને એન્ટી વાયરલ દવાઓ


તમે જ્યારે પણ ફરવા જાવો ત્યારે ખાસ કરીને આ બે વસ્તુ એટલે કે પાણીની બોટલ અને એન્ટી વાયરલ દવાઓ મુકવાનું ભૂલશો નહીં. આ બે વસ્તુ તમને ગમે ત્યારે કામમાં આવી શકે છે. આ સાથે જ પાણીની બોટલ બીજા કોઇની લેશો નહીં.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે.  ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
First published:

Tags: Life Style News, Travel, Travelling