Home /News /lifestyle /

Travel Report: ભારતમાં ધાર્મિક પ્રવાસનને મળ્યો વેગ, 35 ટકાના વધારાનો દાવો

Travel Report: ભારતમાં ધાર્મિક પ્રવાસનને મળ્યો વેગ, 35 ટકાના વધારાનો દાવો

ભારતમાં ધાર્મિક પ્રવાસનને મળ્યો વેગ, 35 ટકાના વધારાનો દાવો

Travel Report: રોગચાળા (pandemic Covid-19) પછી લોકોમાં ભગવાની પ્રત્યેની કૃતજ્ઞતા વધતા આધ્યાત્મિક પર્યટનમાં એક મોટો ઉછાળો જોઈ રહ્યા છીએ. કનેક્ટિવિટી અને માળખાગત વિકાસ પર સરકારનું મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે આધ્યાત્મિક સ્થળો પર ન માત્ર સિનિયર સિટીઝનો અને પરિવારો, પરંતુ મિત્રોના ગૃપ અને યંગસ્ટર્સ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

વધુ જુઓ ...
    છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી વિશ્વભરમાં કોરોના મહામારીએ (Worldwide pandemic Covid-19) હાહાકાર મચાવ્યો છે. જેના કારણે અનેક ઉદ્યોગો પાયમાલ થઇ ચૂક્યા છે. તેમાં કોવિડ-19ના કારણે લાગેલા પ્રતિબંધોની સૌથી વધુ માઠી અસર વૈશ્વિક પર્યટન ઉદ્યોગ (Tourism Industry)ને પડી છે. પરંતુ હવે વિશ્વના ઘણા ભાગોમાં પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા હોવાથી પ્રવાસન ઉદ્યોગ ફરી એકવાર મજબૂત (tourism industry is gaining strength) થઈ રહ્યો છે. ઘણા લોકો માટે ટ્રાવેલિંગ એટલે આરામ કરવો અને નવી જગ્યાઓ એક્સપ્લોર કરવાનું માધ્યમ હોય છે. ભારતમાં પણ હવે પ્રવાસ માટેના પ્રતિબંધોને હળવા કરાયા છે અને તે જ કારણ છે કે દેશમાં આધ્યાત્મિક પર્યટન પણ વધી રહ્યું (spiritual tourism is increasing) છે. થોમસ કૂક અને એસઓટીસી ટ્રાવેલના રિપોર્ટ (Thomas Cook and SOTC Travel report) મુજબ ભારતમાં આધ્યાત્મિક પર્યટનમાં 35 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

    અહેવાલમાં દેશમાં ધાર્મિક મુસાફરીને વેગ આપવાના મુખ્ય કારણો પણ જણાવવામાં આવ્યા છે. જે અનુસાર આમ થવાનું એક મોટું કારણ લોકોમાં કૃતજ્ઞતાની લાગણી છે. એટલે કે મહામારી દરમિયાન લોકો પહેલા કરતા વધુ ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાઈ રહ્યા છે. હવે લોકોમાં ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વધી રહી છે. ધંધા કે નોકરીને ફરી ધમધમતી કરવા માટે લોકો ઈશ્વરના આશીર્વાદ મેળવવા આતુર હોય છે. ઉપરાંત, લગ્ન અને બાળકના જન્મ માટે 'થેંક્સગિવિંગ' એ આધ્યાત્મિક પર્યટનનું બીજું કારણ છે.

    આ પણ વાંચો: આ રીતે સુવર્ણ મંદિરને આતંકવાદીઓના કબ્જામાંથી ભારતીય સેનાએ છોડાવ્યું હતું, ઠાર કર્યો હતો આતંકી ભિંડરાવાલેને

    થોમસ કૂક (ઇન્ડિયા) લિમિટેડના પ્રમુખ અને કન્ટ્રી હેડ જણાવે છે, "રોગચાળા પછી અમે લોકોમાં ભગવાની પ્રત્યેની કૃતજ્ઞતા વધતા આધ્યાત્મિક પર્યટનમાં એક મોટો ઉછાળો જોઈ રહ્યા છીએ. કનેક્ટિવિટી અને માળખાગત વિકાસ પર સરકારનું મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે આધ્યાત્મિક સ્થાનો માત્ર વરિષ્ઠો અને પરિવારો જ નહીં, પરંતુ મિત્રોના ગૃપ અને યુવાન વયના લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

    આથી અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં વિવિધ પ્રકારની અનુકૂળ યાત્રાઓ અને કસ્ટમાઇઝ્ડ વિકલ્પો પ્રદાન કરવા માટે વિવિધતા લાવવામાં આવી છે, જેમાં સુખાકારી અને એક અલગ જ સ્થાનિક અનુભવોનો સમાવેશ થાય છે, જેમાં સંસ્કૃતિ, ખાણીપીણી અને આઉટડોર એડવેન્ચરને સામેલ કરી શકાય છે.

    આંકડા દર્શાવે છે કે લગભગ 50 ટકા વસતીમાં 35 ટકા પરિવારો સાથે વૃદ્ધોનો સમાવેશ થાય છે. અધ્યયન અનુસાર, ટોચના તીર્થસ્થાનોમાં ચાર ધામ યાત્રા, દો ધામ યાત્રા, નેપાળમાં મુક્તિનાથ, અમરનાથ યાત્રા, વૈષ્ણો દેવી, વારાણસી, પ્રયાગરાજ અને અયોધ્યા વગેરેનો સમાવેશ થાય છે. વૃદ્ધ લોકો ઉપરાંત 30 વર્ષથી 45 વર્ષની વયજૂથના કપલ્સ અને સોલો ટ્રાવેલર્સે ટ્રાવેલ કંપનીઓના આધ્યાત્મિક પેકેજો તરફ વધારે ઝુકાવ દર્શાવ્યો છે.

    આ પણ વાંચો: North East India: જૂનમાં જન્નત જેવા લાગે છે નોર્થ - ઈસ્ટના આ 5 સ્થળો, કપલ્સને મોહી લેશે આ ડેસ્ટિનેશન

    તેઓ પેકેજોને પ્રાધાન્ય આપી રહ્યા છે જેમાં યોગ, ધ્યાન અને અન્ય વેલનેસ કાર્યક્રમો શામેલ છે. યુવાન લોકો આવા આધ્યાત્મિક પ્રવાસમાં વધુ જોડાઇ રહ્યા છે, જે તેમને આઉટડોર-એડવેન્ચર અને સ્થાનિક સંસ્કૃતિ અને ઓથેન્ટિક ફૂડના અનુભવો કરવાની એક ઉત્તમ તક આપે છે. જો તમે પણ પ્રકૃતિ અને આધ્યાત્મિકતા સાથે જોડાવા માંગતા હોવ તો તમારે આધ્યાત્મિક પ્રવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Life style, Travel

    આગામી સમાચાર