travel insurance: શું તમે રજાઓમાં ફરવા જવાનું પ્લાનિંગ કરો છો, તો તમારે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ લેવું જરૂરી છે

ટ્રાવેલ્સ પ્રતિકાત્મક તસવીર

travel insurance: ટ્રાવેલ દરમિયાન મેડિકલ ખર્ચ અથવા અન્ય મુશ્કેલી જેમ કે, સામાન અથવા પાસપોર્ટ ખોવાઈ જવાની સ્થિતિમાં ઈન્શ્યોરન્સ મદદરૂપ થઈ શકે છે. ટ્રાવેલ દરમિયાન ટ્રાવેલ ઈન્શ્યોરન્સ શા માટે જરૂરી છે તે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • Share this:
નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેર (corona second wave) બાદ ધીરે ધીરે અનલોકની (Unlock) પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઘરે રહીને લોકો બહાર જવાનો પ્લાન કરી રહ્યા છે. વૈશ્વિક મહામારીના (corona pandemic) સમયગાળા દરમિયાન ફરવા જતા પહેલા તમારે તૈયારી કરવાની જરૂર છે. કોરોનાથી બચવા માટે માસ્ક, સેનિટાઈઝર પણ સાથે રાખવા જરૂરી છે. મહામારીના સમયમાં લોકો સ્વાસ્થ્ય (Health) પ્રત્યે સજાગ થયા છે અને તે માટે અગાઉથી તૈયારી રાખવી જરૂરી છે તેનું મહત્વ સમજાયું છે.

રજાઓમાં બહાર જતા પહેલા તમારે કેટલીક વસ્તુઓની જરૂરિયાત રહેશે તેમાં તમે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ (travel insurance) પણ શામેલ કરી શકો છો. ટ્રાવેલ દરમિયાન મેડિકલ ખર્ચ અથવા અન્ય મુશ્કેલી જેમ કે, સામાન અથવા પાસપોર્ટ ખોવાઈ જવાની સ્થિતિમાં ઈન્શ્યોરન્સ મદદરૂપ થઈ શકે છે. ટ્રાવેલ દરમિયાન ટ્રાવેલ ઈન્શ્યોરન્સ શા માટે જરૂરી છે તે અહીંયા જણાવવામાં આવ્યું છે.

મેડીકલ ખર્ચ
વિદેશ ટ્રાવેલ કરવાની વાત આવે છે ત્યારે મોટાભાગના લોકો બજેટમાં બંધાઈ જાય છે. સામાન્ય રીતે લોકો બચત માટે તેમના તમામ કામોનું પ્લાનિંગ બુકિંગ પહેલા કરે છે. જો કોઈ વ્યક્તિ બીમાર કે ઈજાગ્રસ્ત થાય ત્યારે શું કરવું જોઈએ. આ પરિસ્થિતિમાં ટ્રાવેલ ઈન્શ્યોરન્સ તમને મદદરૂપ થઈ શકે છે. ટ્રાવેલ ઈંશ્યોરન્સમાં હોસ્પિટલ ચાર્જ, એમ્બ્યુલન્સ સર્વિસ અને ફિઝિશિયન ચાર્જ પણ શામેલ હોય છે, જે તમે કઈ પોલિસી લીધી છે તેના પર નિર્ભર કરે છે.

આ પણ વાંચોઃ-અમદાવાદની મહિલા ગેંગ કાનપુરમાંથી ઝડપાઈ, બ્રાન્ડેડ કપડામાં માગે છે ભીખ, આલીશાન હોટલમાં થાય છે રિલેક્સ

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં વૈભવી બંગલો રાખી મોટા લોકોને બ્રાન્ડેડ દારૂ વેચતા, પટેલ બ્રધર્સ ઝડપાયા, બોટલ ઉપર તગડો નફો રળતા

હોસ્પિટલમાં દાખલ થવા પર એલાઉન્સ
ટ્રાવેલ ઈંશ્યોરન્સમાં ઈમરજન્સીની સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ થવા પર નિયમિતરૂપે એલાઉન્સ મળે છે. આ પોલિસી હેઠળ વીમાધારક હોસ્પિટલમાં દાખલ થાય તેટલા દિવસ દરરોજ એલાઉન્સની ચૂકવણી કરવામાં આવે છે. આ પોલિસી દસ્તાવેજમાં દર્શાવેલ દિવસની સંખ્યા પર આધાર રાખે છે. તે માટે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ પોલિસીને યોગ્ય રીતે વાંચી લો.

આ પણ વાચોઃ-રાજકોટ : 'દારૂના નશામાં ચકચુર પતિએ સમાગમ વખતે મારા ગુપ્તાંગ પર બચકા ભર્યા', કંટાળી પરિણીતાની આપઘાતની કોશિશ

આ પણ  વાંચોઃ-Honor Killing: નીચી જ્ઞાતિના યુવકના પ્રેમમાં પડી યુવતી, પિતાએ હુડાડીના ઘા મારી પુત્રીની કરી હત્યા

ઈમરજન્સીની સ્થિતિમાં રહેઠાણની જગ્યા બદલવી
જો કોઈ વ્યક્તિ ઈમરજન્સીની સ્થિતિના કારણે નક્કી કરેલ જગ્યા પર રહી શકતો નથી તો અન્ય જગ્યા માટે વધારાની ચૂકવવાની રકમ ટ્રાવેલ ઈન્શ્યોરન્સ તરફથી મળે છે. સામાન્ય રીતે ભૂકંપ, તોફાન, બ્લાસ્ટ સુધી સીમિત નથી. આ માટે તમે ઈંશ્યોરન્સના ડોક્યુમેન્ટને ચેક કરી શકો છો.દુર્ઘટના દરમિયાન ઈજા અથવા મોત
જીવન સંપૂર્ણ રીતે અનિશ્ચિતતાઓથી ભરેલું છે. ટ્રાવેલ ઈન્શ્યોરન્સ પોલિસીમાં દુર્ઘટના દરમિયાન ઈજા થાય છે તો તેને કવર કરવામાં આવે છે. દુર્ઘટના દરમિયાન મૃત્યુ થાય છે તો પોલિસીમાં તેને પણ કવર કરવામાં આવ્યું છે. મહામારીના સમયમાં ફ્લાઈટ કેન્સલ થવી તે હવે સામાન્ય બાબત બની ગઈ છે, જેના કારણે મુસાફરોએ છેલ્લા છેલ્લા સમયે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મેડિકલ ઈમરજન્સી, પ્રાકૃતિક આપત્તિ અથવા અન્ય કારણોસર ફ્લાઈટ કેન્સલ થઈ શકે છે. આ તમામ પરિસ્થિતિમાં ટ્રાવેલ ઈન્શ્યોરન્સ તરફથી મદદ કરવામાં આવે છે.
First published: