Tour Packages: શિયાળામાં કશ્મીરના અહલાદક બરફનો આનંદ, IRCTC લાવ્યું છે શાનદાર પેકેજ

શિયાળામાં IRCTC ટૂર પેકેજ

કેટલા દિવસનું છે ટૂર પેકેજ? ક્યાંથી શરૂ થશે અને કયા-કયા સ્થળે ફરવા મળશે? કેટલો થશે ખર્ચ? જુઓ તમામ માહિતી

  • Share this:
    Tour Packages : થોડા જ સમયમાં શિયાળો (winter tour packages in jammu kashmir) શરૂ થવાનો છે અને આ ઋતુમાં પહાડોમાં વરસતો બરફ (Snowfall) અને નયનરમ્ય નજારાઓ પર્યટકોને ખૂબ આકર્ષે છે. (IRCTC tour packages in jammu kashmir)  તેમાં પણ કાશ્મીર એટલે ધરતી પરનું સ્વર્ગ કહેવાય છે. અહીં શિયાળામાં મનમોહક નજારાઓ જોવા મળે છે. પર્વતો, બરફ, સફરજનના બગીચાઓ અને ટ્યૂલિપના બગીચાઓ જેવી અનેક જગ્યાઓનો આનંદ માણવા દેશ અને દુનિયાભરના અસંખ્ય પર્યટકો કશ્મીરની વાદીઓમાં આવે છે. (Jammu Kashmir Tour Packages)

    કશ્મીર વિશે કહેવાય છે કે જો ધરતી પર ક્યાંય સ્વર્ગ છે તો તે અહીં જ છે. જો તમે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો IRCTC તમારા માટે એક ખૂબ જ શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે. હેવન ઓન અર્થ નામના આ IRCTCના આ ટૂર પેકેજમાં તમને કશ્મીરની સુંદર વાદીઓની સફર કરાવવામાં આવશે. તો આવો જાણીએ આ પેકેજ શું છે.

    ક્યાંથી થશે ટૂરની શરૂઆત

    આ ટૂરની શરૂઆત મુંબઇથી થશે. પ્રવાસીઓ મુંબઇથી ફ્લાઇટ દ્વારા શ્રીનગર માટે ઉડાન ભરશે. શ્રીનગર પહોંચ્યા બાદ સહેલાણીઓ શંકરાચાર્ય ટેમ્પલ જોવા માટે જશે. ત્યાર બાદ પ્રવાસીઓ હાઉસ બોટમાં ચેક ઇન કરશે અને સાંજે પ્રવાસીઓ શિકારાથી ડલ લેકની મજા માણશે. રાત્રે હાઉસ બોટ પર આરામ કર્યા બાદ સવારે સહેલાણીઓ પહલગામ માટે રવાના થશે. પહલગામ જતી સમયે રસ્તામાં યાત્રીઓ અવંતીપુર, બેતાબ ઘાટી, અરૂ ઘાટી અને ચંદનવાડી જેવી જગ્યાઓની મુલાકાત લઇ શકશે. પહલગામ પહોંચ્યા બાદ યાત્રીઓ હોટલમાં રાત્રે આરામ કરશે.

    ત્યાર બાદ સવારે પ્રવાસીઓ પહલગામથી ગુલમર્ગ જશે. ગુલમર્ગમાં પ્રવાસીઓ ગોંડોલા રાઇડ દ્વારા લોકલ સ્થાનો ફરી શકશે. આપને જણાવી દઇએ કે ગોંડોલા સાઇટ માટે વિઝીટ ખર્ચ મુસાફરોએ જ ચૂકવવાનો રહેશે. ગુલમર્ગથી યાત્રીઓ શ્રીનગર પરત ફરશે. બીજે દિવસે સવારે શ્રીનગરથી સોનમર્ગ માટે નીકળશે અને ત્યાંના મેદાની પ્રદેશના સુંદર નજારાઓ માણી ફરી પ્રવાસીઓ શ્રીનગર પરત આવશે. આ સિવાય શ્રીનગરમાં મુઘલ ગાર્ડન, નિશાત બાગ, ચેશમશાહી અને શાલીમાર ગાર્ડન, હઝરતબલ તીર્થ જેવી જગ્યાઓ પણ ફરી શકશો. શ્રીનગરમાં રાત્રી વિશ્રામ બાદ સહેલાણીઓ સવારે મુંબઈ માટે ઉડાન ભરશે.

    કેટલા દિવસની છે ટૂર?

    IRCTCની આ રોમાંચક ટૂર 6 દિવસ અને 5 રાતની છે. જેના માટે તમારે 27300 રૂપિયા ખર્ચ કરવાના રહેશે.
    Published by:kiran mehta
    First published: