Home /News /lifestyle /

વરસાદમાં ગોવા છે પરફેક્ટ ડેસ્ટિનેશન, ઝરણા અને નાઇટલાઇફ કરશે દિવાના

વરસાદમાં ગોવા છે પરફેક્ટ ડેસ્ટિનેશન, ઝરણા અને નાઇટલાઇફ કરશે દિવાના

તમે ઝરણા નિહાળવા માંગો છો તો ગોવામાં અનેક મનમોહક ઝરણા છે

Goa In Monsoon: જો તમે દરિયા કિનારે ફરવા માગો છે અને કુદરતી નજારો માણવા માગો છો તો ગોવા તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે. જાણીલો ગોવાના શ્રેષ્ઠ ટૂરિસ્ટ પ્લેસ વિશે.

    મુંબઇ: દેશમાં મોટાભાગના ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. ચોમાસા (Monsoon)ની સિઝનમાં લોકો ટ્રીપનો આનંદ લેવાનું પસંદ કરે છે. જો તમે પણ આવું કંઇક વિચારી રહ્યા છો તો વરસાદ (rain)માં આનંદ લેવા માટે ગોવાથી સારી જગ્યા કોઇ હોઇ શકે. આ રાજ્ય મોનસૂનમાં ખીલી ઉઠે છે. જો તમે દરિયા કિનારે ફરવા માગો છે અને કુદરતી નજારો માણવા માગો છો તો ગોવા તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન (perfect destination) છે. જાણીએ ગોવાના શ્રેષ્ઠ ટૂરિસ્ટ પ્લેસ વિશે..

    મનમોહક વોટરફોલ

    જો તમે ઝરણા (waterfall) નિહાળવા માંગો છો તો ગોવામાં અનેક મનમોહક ઝરણા છે. અહીં સૌથી વધુ પ્રખ્યાત દૂધસાગર ઝરણું છે. વરસાદમાં અહીં ખૂબ જ સરસ મજાનો માહોલ જોવા મળે છે. અહીં વોટરફોલ વાઇલ્ડ લાઇફ સેન્ચુરીમાં આવેલું છે. તમારે જંગલના માર્ગે અહીં પહોંચવાનું હોય છે. ગોવામાં મોનસૂનમાં ફરવા માટે તાંબડી સુરલા ફોલ્સ, ચોરલા ફોલ્સ, સકલા-વજ્ર વોટરફોલ, નેત્રાવલી વોટરફોલ જેવા ઝરણા છે.

    સુંદર દરિયા કિનારો

    ગોવામાં તેના સુંદર સમુદ્ર તટ માટે જાણીતું છે. અહીં શાનદાર બીચ છે, જ્યાં તમે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી શકો છો. ખાસ કરીને અહીં બાગા બીચ, કલંગુટ બીચ, કોલ્વા બીચ, અરામબોલ બીચ, મંડ્રેમ બીચ, મોરજીમ બીચ, સિંક્વેરિમ બીચ, અશ્વમ બીચ, કેવેલોસિમ બીચ અને અગોંડા બીચ છે. અહીં બધી જગ્યાઓ ખૂબ જ સુંદર છે.

    આ પણ વાંચો: ભારતની આ જનજાતિમાં ચાલે છે મહિલાઓનું રાજ, વરની થાય છે વિદાય!

    ઐતિહાસિક ચર્ચ

    ગોવામાં ઘણા ઐતિહાસિક ચર્ચ છે, જે પર્યટકોને આકર્ષિત કરે છે. આમાં સૌથી વધુ પ્રસિદ્ધ બેસિલિકા ઓફ બોમ જીસસ છે. આ ગોવાનું સૌથી પ્રાચીન ચર્ચ છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો આવતાં હોય છે. ઉપરાંત અહીં સેન્ટ કેથેડ્રલ, ચર્ચ ઓફ અવર લેડી ઓફ ધ માઉન્ટ, સેન્ટ કાજેટન ચર્ચ અને માઇ ડી ડ્યૂસ ચર્ચ છે.

    આકર્ષિત કરતી નાઇટલાઇફ

    ગોવામાં નાઇટલાઇફ એન્જોય કરવા માટે અહીં સંખ્યાબંધ ક્લબ આવેલા છે, પરંતુ હાલ સાઉથ ગોવાની લેપર્ડ વેલી નવું સ્પોટ બની ઉભરી રહ્યું છે. જ્યાં મોટી સંખ્યામાં પર્યટકો નાઇટલાઇફ એન્જોય કરવા આવતાં હોય છે. અહીં થ્રીડી લેઝર લાઇટ શો અને સરસ મજાનું મ્યૂઝિક લોકોની ટ્રીપને યાદગાર બનાવે છે. સાથે જ ઘણા બીચ પર પણ પાર્ટીઓ થતી હોય છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Lifestyle, Monson

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन