Royal Cities In India: ભારતનો ઈતિહાસ ઘણો સમૃદ્ધ અને શાહી રહ્યો છે. ભારતના વિવિધ પ્રદેશોના સ્થાપત્ય, સંસ્કૃતિ અને સ્વાદિષ્ટ ભોજન તેને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બનાવે છે. આ વસ્તુઓનો આનંદ માણવા માટે વિદેશી પ્રવાસીઓ (Foreign Tourist) ભારતના વિવિધ વિસ્તારોની મુલાકાત લેતા રહે છે. આવી સ્થિતિમાં અમે તમને દેશના કેટલાક એવા શાહી સ્થળો (Royal places) વિશે જણાવીએ, જ્યાં આખું વર્ષ વિદેશી પ્રવાસીઓની ભીડ રહે છે. આ જગ્યાઓ વિશે જાણ્યા પછી તમે ખૂબ જ ગર્વ અનુભવશો. આ શાહી સ્થળો (Royal place)ની મુલાકાત લેવા માટે વિદેશી પ્રવાસીઓ દર વર્ષે લાખો રૂપિયા ખર્ચે છે. આવો જાણીએ ભારતના આ શાહી સ્થળો વિશે.
જોધપુર, રાજસ્થાન
રાજપૂત રાજા રાવ જોધા દ્વારા સ્થાપિત જોધપુરમાં શાહી કલાકૃતિ જોવા મળે છે. જોધપુરમાં 1200 એકરમાં ફેલાયેલા મેહરાનગઢ કિલ્લાની સુંદરતા ઉડીને આંખે વળગે તેવી છે. જોધપુરને બ્લુ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજસ્થાનના આ શહેરનો દરેક ખૂણો શાહી અનુભવ આપે છે. તમે આ સ્થળના દરેક ખૂણા પર એક ફોટો કેપ્ચર કરી શકો છો અને તેની યાદોને તમારી સાથે રાખી શકો છો. જોધપુરમાં આખું વર્ષ વિદેશી પ્રવાસીઓની ભીડ રહે છે.
ઉદયપુર, રાજસ્થાન
ઉદયપુર એ રાજસ્થાનનું બીજું શાહી શહેર છે. અહીં તમે તમારા પાર્ટનર સાથે લેક પિછોલા પર રોમેન્ટિક સમય વિતાવી શકો છો. આ તળાવ પર આવેલ તાજ લેક પેલેસ સૌથી રોયલ હોટલોમાંની એક છે. આ શહેર સિટી પેલેસ અને મોનસૂન પેલેસ સહિત કેટલાક ભવ્ય મહેલોથી ઘેરાયેલું છે. જેમ્સ બોન્ડની ફિલ્મોમાં પણ આ મહેલો બતાવવામાં આવ્યા છે. ઉદયપુરમાં પણ વિદેશીઓની ભીડ જોવા મળતી હોય છે.
મૈસુર તેના શાહી અને સમૃદ્ધ ઇતિહાસ માટે પ્રવાસીઓમાં પ્રખ્યાત છે. મૈસુર ભારતીય રાજા ટીપુ સુલતાન અને વાડિયાર રાજવંશ સાથે સંકળાયેલું છે. આ રાજાઓએ 1399 અને 1950 ની વચ્ચે આ આ જગ્યાએ શાસન કર્યું હતું. મૈસુર પેલેસ આ શહેરનું મુખ્ય આકર્ષણ છે, જ્યાં દેશ-વિદેશના પ્રવાસીઓ ફરવા આવે છે.
ગ્વાલિયર, મધ્ય પ્રદેશ
ગ્વાલિયર મધ્ય પ્રદેશનું ખૂબ સુંદર શાહી શહેર છે. દેશનો સૌથી મહત્વપૂર્ણ મહેલ જય વિલાસ પેલેસ અહીં સ્થિત છે. આ મહેલ મરાઠા સિંધિયા વંશના નિવાસસ્થાન તરીકે બનાવવામાં આવ્યો હતો. આજના સમયમાં આ મહેલને મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવ્યો છે, જેમાં મુઘલ રાજાઓની અંગત વસ્તુઓ એકઠી કરવામાં આવી છે. ગુજરી મહેલ, ગ્વાલિયરનો કિલ્લો અને માનસિંહ પેલેસ જોવા માટે દેશ-વિદેશથી લોકો ગ્વાલિયર પહોંચે છે.
જયપુર, રાજસ્થાન
ભારતનું પિંક સિટી કહેવાતા જયપુરમાં રહેલી અનેક ઐતિહાસિક ઈમારતોને જોવા વિદેશી પ્રવાસીઓની ભીડ ઉમટે છે. જયપુરમાં રાજાઓ અને રાણીઓનો લાંબો ઇતિહાસ છે. તેના ભવ્ય મહેલો, કિલ્લાઓ અને મંદિરોની સાથે આ શહેર તેની ભવ્યતા અને રજવાડાની ઝલક પણ પ્રવાસીઓ સમક્ષ રજૂ કરે છે. આમેર ફોર્ટ, નાહરગઢ, હવા મહેલ, સિટી પેલેસ, જલ મહેલ, જયપુરમાં આ સ્થળોની મુલાકાત ચોક્કસથી લેવી જોઈએ.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર