ટેન્ગી 'ટોમટો વેર્મીસીલી સૂપ', નોંધી લો Recipe

 • Share this:
  ટોમટો સૂપ સામાન્ય રીતે નાના-મોટા સૌ કોઈને ભાવે છે. તેમજ ટામેટાં સ્વાસ્થ્ય માટે પણ ઘણાં હેલ્ધી હોય છે. તેયારે ચાલે આપણે આજે આ જ ટોમટો સૂપને આપીએ એક નવો જ ટચ, અને બનાવીએ ટોમટો વેર્મીસીલી સૂપ.. તો ફટાફટ નોંધી તેની Recipe

  ટોમટો વેર્મીસીલી સૂપ બનાવવા માટેની સામગ્રી :

  4 ટામેટા
  1 ચમચી બટર
  1/2 કપ વર્મીસીલી
  1/2 સ્પૂન જીરુ
  મરી પાવડર
  ડ્રાય હર્બ્સ
  મીઠું

  ટોમટો વેર્મીસીલી સૂપ બનાવવાની રીત :
  સૌ પ્રથમ ટામેટાંને ધોઈ લો. ત્યારબાદ પ્રેશર કુકરમાં બટર ગરમ કરી જીરું ઉમેરી પછી તેમાં ટામેટા ઉમેરી 3 વ્હિસલથી બાફી લો. પછી એક નોન સ્ટીક પેનમાં બટર લઈ તેમાં વર્મીસીલીને શેકી લો. કુકરમાં મિશ્રણ ઠંડુ થાય પછી તેને હેન્ડ બ્લેન્ડરથી ક્રશ કરી લો. પછી એક પેનમાં આ મિશ્રણ લઈ તેને ગરમ કરવા મૂકવું. તેમાં મીઠું ,મરી પાવડર ,ડ્રાય હર્બ્સ અને વર્મીસીલી ઉમેરી 5 મિનિટ સુધી ઊકાળો. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો. થઈ જાય એટલે આ સૂપ ને એક બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ટોમટો સૂપનું એક નવું જ વર્ઝન 'ટોમટો વેર્મીસીલી સૂપ'
  Published by:Bansari Shah
  First published: