આમલી ન ખાતા લોકો માટે ખાસ ખાટી-મીઠી ખજૂર ટામેટાની ચટણી #Recipe

ઝટપટ બનતી ખાટી-મીઠી ખજૂર ટામેટાની ચટણી #Recipe

ઝટપટ બનતી ખાટી-મીઠી ખજૂર ટામેટાની ચટણી #Recipe

 • Share this:
  ખજૂર ટામેટા ની ચટણી સમોસા , કચોરી , પકોડા સાથે તો સરસ લાગે જ છે પણ પરોઠા કે થેપલા સાથે પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે.

  ચટણી બનાવવા માટેની સામગ્રી :

  3 ટામેટા
  1 વાડકી ખજૂર
  1/2 વાડકી ગોળ
  3 ચમચી તેલ
  1/2 ચમચી વરીયાળી
  1/2 ચમચી જીરું
  2 સૂકા લાલ મરચાં
  1/2 ચમચી રાઇ
  2 લવિંગ
  1/4 ચમચી હિંગ
  1 ચમચી લાલ મરચું
  3 ચમચી કોથમીર
  મીઠું

  ચટણી બનાવવા માટેની રીત :

  સૌ પ્રથમ ખજુર ને બારીક સમારી લો. ખજૂર બારીક હશે તો બાફવા માં સરળતા રહેશે.. ટામેટા ના પણ કટકા કરી લો.. કડાઈ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ , જીરું , વરિયાળી , લાલ સૂકા મરચા અને લવિંગ ઉમેરી થોડી સેકેન્ડ્સ માટે શેકો. વરીયાળી અને જીરું , બંને ની સુગંધ ખૂબ જ સરસ આવશે.. ત્યાર બાદ કડાય માં હિંગ ઉમેરી , ખજુર ના કટકા અને ટામેટા ના કટકા ઉમેરો.. થોડી સેકેન્ડ્સ માટે શેકો. હવે એમાં સ્વાદ મુજબ ગોળ, મીઠું અને લાલ મરચું ઉમેરો. સરસ રીતે મિક્સ કરી તેમાં 2 થી 2.5 ગ્લાસ પાણી ઉમેરી ઉકાળવા દો. થોડી વાર પછી જોશો તો ખજૂર અને ટામેટા પોચા પડી ગયેલા લાગશે. ચમચા ની પાછળ ના ભાગ થી પોચા પડેલા ખજૂર અને ટામેટા ને મેશ કરતા રહો. ચટણી જાડી થાય એટલે એમાં કોથમીર ઉમેરી ગેસ બંધ કરો.. ઠરે એટલે એર ટાઈટ ડબ્બા માં ભરી સર્વ કરો. આ ચટણીને ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે.
  Published by:Bansari Shah
  First published: