વિશ્વ કિડની દિવસ 2021: કેમ ઉજવાય છે આ દિવસ, શરીરમાં કિડનીનું શું છે મહત્ત્વ?

વિશ્વ કિડની દિવસ 2021: કેમ ઉજવાય છે આ દિવસ, શરીરમાં કિડનીનું શું છે મહત્ત્વ?
World Kidney Day 2021: તંદુરસ્ત રહેવા માટે પોતાનું કિડનીનું રાખો ધ્યાન. (Image/Shutterstock)

World Kidney Day 2021: કિડની ખરાબ થવાના કારણ શું છે, તેનાથી લોકો માહિતગાર થાય તે ખૂબ જરૂરી છે

  • Share this:
    World Kidney Day 2021: વિશ્વમાં કિડની (Kidney) સંબંધિત બીમારીથી પીડિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. સાથે જ કિડની ફેલ થવાના કેસ પણ વધ્યા છે. કિડનીની તંદુરસ્તી અંગે લોકોમાં જાગૃતિ (Awarenesss) આવે તે જરૂરી છે, જેથી દર 11 માર્ચે વિશ્વ કિડની દિવસ (World Kidney Day)ની ઉજવણી થાય છે. આ દિવસ ઉજવવાનો હેતુ કિડનીની બીમારીઓનો વ્યાપ વધતો રોકવાનો છે. આ અંગે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે અહીં કિડની ડે વિશે અમે તમને માહિતી આપીશું.

    આ વર્ષે કિડની દિવસની થીમ કઈ?



    આ વર્ષે કિડની દિવસની થીમ 'કિડની હેલ્થ ફોર એવરીવન એવરીવેર' (Kidney Health For Everyone Everywhere) છે. કિડનીની જાળવણી પાછળ ખોરાકનું ઘણું મહત્વ છે. જેના કારણે ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ.

    કોણે, ક્યારે કિડની દિવસ ઉજવવાની શરૂઆત કરી?

    કિડની હેલ્થ ફોરઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી અને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ કિડની ફાઉન્ડેશન દ્વારા 2006માં વિશ્વ કિડની દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી.

    કિડનીનું શરીરમાં શું મહત્વ?

    કિડની આપણા શરીરનું મહત્વનું અંગ છે. કિડની દ્વારા આપણા શરીરની ગંદકી બહાર નીકળે છે. જો કિડનીમાં કોઈ પ્રકારની સમસ્યા થઈ જાય તો શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર નીકળી શકતા નથી. જેનાથી આપણે અનેક રોગના ભોગ બનવું પડે છે.

    આ પણ વાંચો, બાળકોના રક્ષણ માટેનો POCSO કાયદો શું છે? આટલું જાણવું છે આવશ્યક

    કિડની દિવસ ઉજવવા પાછળ મુખ્ય ઉદ્દેશ્ય

    વિશ્વ કિડની ડે એક રીતે લોકોને કિડનીની જાળવણી પ્રત્યે જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે. કિડની ખરાબ થવાના કારણ શું છે, તેનાથી લોકો માહિતગાર થાય તે ખૂબ જરૂરી છે. સમગ્ર વિશ્વમાં કિડનીના રોગોના કેસ સતત વધી રહ્યા છે. આ માટે જુદા-જુદા વિસ્તારોમાં અનેક પ્રકારના જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. દૂર છેવાડાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ કિડનીની બીમારીઓ વિશે માહિતગાર કરી જાગૃત કરવામાં આવે છે.
    Published by:News18 Gujarati
    First published:March 11, 2021, 12:11 pm

    ટૉપ ન્યૂઝ