Home /News /lifestyle /

Vastu Tip For Roti: રોટલી કેમ ક્યારેય ગણીને ન જ બનાવી જોઈએ? જાણો શું છે વાસ્તુ ટીપ્સ

Vastu Tip For Roti: રોટલી કેમ ક્યારેય ગણીને ન જ બનાવી જોઈએ? જાણો શું છે વાસ્તુ ટીપ્સ

રોટલી વાસ્તુ ટીપ્સ

vastu tips for Roti: રોટલી વાસ્તુ ટીપ્સની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે રોટલી બનાવતી વખતે ગણવી ન જોઇએ, પહેલી રોટલી ગાય અને શ્વાન માટે કેમ અલગ કાઢવામાં આવે છે? જાણો

  Vastu Tips For Cooking : હવે નવી પેઢીમાં એકલ પરિવાર એટલે કે છૂટા થઈને એકલા રહેવાનું ચલણ વધ્યું છે ત્યારથી ઘરોમાં દરેક સભ્યના હિસાબે ગણતરી કરીને જ રોટલી બનાવવામાં આવી રહી છે. પરંતુ રોટલી ગણી બનાવવામાં આવે તો નુકશાન થાય છે એવું માનવામાં આવે છે. શું છે રોટલી અંગેની વાસ્તુ ટીપ્સ (vastu tips for roti) આમ જોઈએ તો જ્યારે રોટલી ગણીને બનાવવામાં આવશે તો પછી ગણીને ખાવામાં પણ આવશે. વધતી જતી સ્થૂળતા-બીમારીઓને જોતાં ઓછું ખાવાની કે પછી નિયત માત્રામાં કે ગણીને ખાવાની આ ટ્રિક એક નજરમાં ભલે સારી લાગે પણ જીવન પર તેની ખૂબ જ ખરાબ અસર પડે છે અને ખાસ કરીને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તો ખૂબ જ પ્રભાવ પાડે છે.

  ગણતરી કરીને રોટલી ખાવાથી ન માત્ર કુંડળીમાં શુભ ગ્રહોની અસરને ખલેલ પહોંચાડે છે, પરંતુ ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને પણ ખરાબ અસર થવાની આશંકા છે. તો ચાલો આજે જાણીએ કે રોટલીનો ગ્રહો સાથે શું સંબંધ છે અને રોટલી બનાવવા અંગે ધર્મ, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં શું સલાહ-સૂચનો આપવામાં આવ્યા છે.

  હંમેશા જરૂર કરતા 4 રોટલી જરૂર વધારે બનાવો


  જ્યોતિષાચાર્ય પં. શશિશેખર ત્રિપાઠી કહે છે કે ઘરના સભ્યોના ભોજન માટે જેટલી રોટલીની જરૂર હોય છે, તેનાથી હંમેશા 4થી 5 વધુ રોટલીનો જ લોટ તૈયાર કરવો જોઈએ. દરરોજ સૌથી પહેલી રોટલી ગાય માટે બનાવવી જોઈએ. આ રોટલીની સાઈઝ તવા જેટલી જ મોટી હોવી જોઈએ, તેને નાની બનાવવાનું પાપ ન કરવું જોઇએ. તે જ સમયે છેલ્લી રોટલી કૂતરા માટે બનાવવી જોઈએ. તેને તોડીને ગાયની રોટલીથી અલગ રાખવી જોઈએ.

  આ સિવાય રોજ 2 રોટલી મહેમાનો માટે પણ બનાવવી જોઈએ. સનાતન ધર્મમાં અતિથિને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી પહેલાના જમાનામાં અણધારી રીતે ઘરે આવેલા મહેમાનો માટે દરરોજ વધારાની રોટલી બનાવવામાં આવતી હતી. આમ કરવાથી ઘરમાં માતા અન્નપૂર્ણાની કૃપા રહે છે.

  ઘરે આવેલા મહેમાનોનું ભૂખ્યા રહેવું સારું નથી. જો મહેમાનો ન આવે તો આ રોટલી જાતે જ આરોગો અથવા ગાય કે કૂતરા, પક્ષી વગેરેને આપો. વાસી લોટમાંથી બનતી રોટલી પરિવારમાં ઝઘડો કરાવે છે.

  જ્યારે ઘરમાં રોટલી ગણતરી કરીને બનાવવામાં આવે છે, ત્યારે વધેલા લોટને રેફ્રિજરેટરમાં રાખી દેવામાં આવે છે અને બીજા દિવસે ઉપયોગમાં લેવાય છે. આવું કરવું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખોટું છે કારણ કે, તેમાં જન્મેલા બેક્ટેરિયા અનેક રોગોને જન્મ આપે છે, આ સિવાય જ્યોતિષની દૃષ્ટિએ પણ આ ખોટું છે.

  રોટલીનો સંબંધ સૂર્ય અને મંગળ સાથે છે. રોટલી આપણને ઉર્જા આપે છે, પરંતુ જ્યારે વાસી લોટમાંથી રોટલી બનાવવામાં આવે છે, ત્યારે તે લોટમાં ઉત્પન્ન થતા બેક્ટેરિયાને કારણે તે રોટલી સીધો રાહુ સાથે સંબંધ ધરાવે છે. આવી રોટલી કૂતરાને ખવડાવી દેવી જોઈએ.

  આ પણ વાંચો: પતિ પત્ની વચ્ચે મીઠાશ માટે અપનાવો આ ટીપ્સ

  પરંતુ જ્યારે આ કૂતરાને આપવામાં આવતી રોટલીને જ્યારે ઘરના લોકો ખાય છે, ત્યારે તેઓ સામાન્ય કરતાં વધુ ઊંચા અવાજમાં બોલે છે અને આ પરિસ્થિતિઓ ઝઘડાનું કારણ બની જાય છે. તેથી જો તમે ઘરમાં શાંતિ ઈચ્છતા હોવ તો ઘરના લોકોએ ક્યારેય પણ વાસી લોટમાંથી બનેલી રોટલી ન ખાવી જોઈએ.

  આ પણ વાંચો : વાસ્તુ અનુસાર ભોંયરૂ કેવું જોઇએ?


  સનાતન ધર્મમાં ગાયને પૂજનીય માનવામાં આવે છે. બીજી તરફ, અસહાય પ્રાણીઓને ખોરાક આપવો અને સેવા આપવી એ ખૂબ જ સારું કાર્ય માનવામાં આવે છે. આમ કરવાથી વ્યક્તિના ખરાબ કર્મનો નાશ થાય છે. તેથી, ખોરાક બનાવતી વખતે, દરરોજ ગાય, કૂતરા અને પક્ષીઓ માટે ખોરાક સાઇડમાં મૂકી રાખવો જોઇએ.
  Published by:Hareshkumar Suthar
  First published:

  Tags: ધર્મ ભક્તિ, વાસ્તુ ટિપ્સ

  આગામી સમાચાર