ફેંફસાને મજબૂત રાખવા માટે આ એક્સરસાઈઝ કરો, ઓક્સિજનના સ્તરમાં સુધારો આવશે

હાઈ એલ્ટીટ્યુડ પર ઓક્સિજનની માત્રા ઓછી હોય છે જેથી આ પ્રકારના એલ્ટીટ્યુડમાં વર્કઆઉટ કરવાથી ફેંફસાની ક્ષમતા અનેકગણી વધે છે.

હાઈ એલ્ટીટ્યુડ પર ઓક્સિજનની માત્રા ઓછી હોય છે જેથી આ પ્રકારના એલ્ટીટ્યુડમાં વર્કઆઉટ કરવાથી ફેંફસાની ક્ષમતા અનેકગણી વધે છે.

  • Share this:
સ્વસ્થ જીવન જીવવા માટે દરેક અંગ સ્વસ્થ હોવા ખૂબ જ જરૂરી છે. હ્રદયથી લઈને લિવર સુધી અને મસ્તિષ્કથી લઈને ફેંફસા સુધી દરેક અંગ સ્વસ્થ રીતે કાર્યરત હોવા જરૂરી છે. દેશમાં કોરોનાની પરિસ્થિતિ જોઈને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. કોરોના ફેફસા પર અસર કરે છે, તેથી ફેંફસા મજબૂત હોવા જરૂરી છે, જેથી કોઈપણ પ્રકારના સંક્રમણથી બચી શકાય. શરીરની દરેક એક્ટિવિટી ઓક્સિજન પર નિર્ભર છે અને ફેંફસા શરીરને ઓક્સિજન આપવાનું કામ કરે છે. ફેંફસાને સ્વસ્થ રાખવા માટે એક્સરસાઈઝ કરવી ખૂબ જરૂરી છે.

એક્સરસાઈઝ કરવાથી ફેંફસા વાયુપ્રવાહ અને ઓક્સિજનના સ્તરને મેનેજ કરવા માટે વધુ યોગ્ય રીતે કાર્ય કરે છે. અહીંયા ફેંફસાને મજબૂત કરવાની એક્સરસાઈઝ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.

એરોબિક્સ

એરોબિક્સ લયબદ્ધ રીતે માંસપેશીઓને ટાર્ગેટ કરીને ફેંફસાની કાર્યક્ષમતા વધારે છે. એરોબિક્સ કરવાથી હ્રદય અને ફેંફસા મજબૂત બને છે તથા શરીરને ધૈર્ય રાખતા પણ શીખવે છે. એરોબિક્સ કરવાથી શરીર કુશળતાપૂર્વક ઓક્સિજનનો ઉપયોગ કરી શકે છે. નિયમિત લાંબા બ્રિસ્ક વોક માટે જવું જોઈએ. સ્થિર બાઈકિંગ એક અન્ય પ્રકારની એરોબિક એક્સરસાઈઝ છે જે ફેંફસાની ક્ષમતા સુધારવામાં મદદ કરે છે.

કોરોનાના કહેર વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલયનાં આ ઉપાયો અજમાવો

ફેંફસાને મજબૂત કરતી એક્સરસાઈઝ

માંસપેશીઓમાં ખેંચાણ ઉત્પન્ન કરતી એક્સરસાઈઝ વિશેષરૂપથી તમારા ફેંફસા અને શરીર માટે લાભદાયી છે. આ એક્સરસાઈઝ તમારી માંસપેશીઓને મજબૂત કરે છે અને શ્વાસ લેવામાં મદદ કરે છે તથા ફેંફસાની કાર્યક્ષમતામાં સુધાર કરે છે.

હસવુ અને ગાવુ

પેટની માંસપેશીઓ પર કામ કરતી કોઈપણ એક્ટિવિટી ફેંફસા પર પણ કામ કરે છે. હસવાથી અને ગાવાથી ફેંફસા મજબૂત રહે છે. હસવાથી ફેંફસાની કાર્યક્ષમતા વધે છે, અને તાજી હવા ફેંફસામાં પ્રવેશ કરે છે. ગીત ગાવાથી ડાયાફ્રામની માંસપેશીઓ કામ કરે છે અને ફેંફસા યોગ્ય રીતે કામ કરે છે.

શું તમે પણ IPL મેચ જુઓ છો? તો આ રીતે જીતી શકો છો અનેક ઇનામ, મળશે કૂપન્સ અને વાઉચર પણ

વોટર બેઝ્ડ એક્સરસાઈઝ

વોટર વર્કઆઉટ તમારા શરીરને વધુ મહેનત કરવા માટે પ્રેરિત કરે છે કારણ કે, પાણી પ્રતિરોઘના રૂપે કાર્ય કરે છે. આ એક્સરસાઈઝ ફેંફસાને મજબૂત કરવાનું કામ કરે છે. પાણીમાં વેઈટ લિફ્ટિંગ અને સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ કરી શકાય છે. સ્વિમિંગ કરવાથી ફેંફસા મજબૂત થાય છે.

કાર્ડિયો એક્સરસાઈઝ

કાર્ડિયો એક્સરસાઈઝથી ફેંફસાની કાર્યક્ષમતા અનેક ગણી વધી શકે છે. દિવસમાં 30 મિનિટ કાર્ડિયો એક્સરસાઈઝ કરવાથી ફેંફસા મજબૂત થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ સ્પીડમાં એક્સરસાઈઝ કરવાથી થાકે, ત્યારે ફેંફસાને અધિક મહેનત કરવી પડે છે, અને ફેંફસાની કાર્યક્ષમતા વધે છે.

વર્કઆઉટ ઈન હાઈ એલીવેશન

હાઈ એલ્ટીટ્યુડ પર ઓક્સિજનની માત્રા ઓછી હોય છે જેથી આ પ્રકારના એલ્ટીટ્યુડમાં વર્કઆઉટ કરવાથી ફેંફસાની ક્ષમતા અનેકગણી વધે છે. એક્સરસાઈઝ ધીમે ધીમે શરૂ કરવી જોઈએ, હાઈ એલીવેશન પર એક્સરસાઈઝ કરવી ખૂબ જ મુશ્કેલ છે. એલીવેશનને ઓછુ કરવા માટે તમારે ઓછામાં ઓછા બે સપ્તાહ લેવાની જરૂરિયાત રહે છે.

પુશ અપ્સ

પુશ અપ્સ સુપર પાવર બ્રીધિંગ એક્સરસાઈઝ છે, જે તમારા ફેંફસાને ઓક્સિજન અવશોષિત કરવા માટે વધુ ક્ષમતા પ્રદાન કરે છે. ઘરમાં રહીને સરળતાથી તમે પુશ અપ્સ કરી શકો છો.

એબ્ડોમિનલ બ્રીધિંગ

આ એક્સરસાઇઝમાં એક હાથને છાતી પર રાખીને પીઠના બળે સુઈ જવાનું હોય છે. આ એક્સરસાઈઝ તમે સરળતાથી ઘરે કરી શકો છો, જેનાથી તમારા ફેંફસા મજબૂત થાય છે.(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતુ નથી. આ બાબત પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published: