બહુ જ છીંકો આવતી હોય ત્યારે આ 5 ચીજો ખાવાથી મળશે રાહત

બહુ જ છીંકો આવતી હોય ત્યારે આ 5 ચીજો ખાવાથી મળશે રાહત

તેના લક્ષણો ન ઓળખી શકવાના કારણે તેમના ફેફસાંમાં પાણી ભરાઈ જાય છે. તેમજ ઠંડીના કારણે શરદી, ઉધરસ અને છીંકોથી હેરાન થઈ જવાય છે.

 • Share this:
  શિયાળામાં નિમોનિયા જેવી બીમારીઓ લોકોને ઘણી વખત ઘેરી લે છે. પરંતુ તેમ છતાં તેના લક્ષણો ન ઓળખી શકવાના કારણે તેમના ફેફસાંમાં પાણી ભરાઈ જાય છે. તેમજ ઠંડીના કારણે શરદી, ઉધરસ અને છીંકોથી હેરાન થઈ જવાય છે. ત્યારે આવા જાણીએ તેનાથી કેવી રીતે રાહત મેળવી શકાય.. બહુ જ છીંકો આવતી હોય ત્યારે આ 5 ચીજો ખાવાથી મળશે રાહત

  હળદર
  તે શ્વાસની તકલીફ ઓછી કરે છે અને ગુર્દાને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદ કરે છે. હળદર કફ ઓછું કરવામાં પણ ઘણી મદદ કરે છે. તેમાં રહેલા એન્ટી- વાયરલ અને એન્ટી- બેક્ટેરિયલ ગુણ નિમોનિયાના ઇફેક્શનથી બચાવે છે. તેથી શરદીથી બચવા માટે હળદર વાળું દૂધ પીઓ. હળદર અને મરી પાવડરને ગ્લાસમાં હૂંફાળા પાણીમાં મિક્સ કરીને પણ પી શકો છો.

  લસણ
  લસણમાં મેંગેનીઝ, વિટામિન બી, વિટામિન સી, સેલેનિયમ અને ફાઇબર વાયરલ અને ફંગલ ઇફેક્શનથી બચાવે છે. લસણ શરીરમાં ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે. શરદીથી બચવા માટે રોજ ખાલી પેટ લસણની કળી ખાવી જોઈએ. લસણને મધ સાથે ખાવાથી પણ ઘણો ફાયદો થાય છે.

  તુલસી
  તેમાં રહેલી એન્ટી-ફંગલ અને એન્ટી-વાયરલ પ્રોપર્ટીઝ નિમોનિયાથી બચાવ કરે છે. બતે શરદી અને ખાંસી મટાડવામાં ખૂબ ફાયદાકારક હોય છે. રોજ ખાલી પેટ તુલસીના પાન ખાવાથી ફાયદા થાય છે. ઠંડીથી બચવા માટે તુલસીના પાનનો રસ કાઢીને તેમાં મરી પાવડર નાખીને સવાર સાંજ પીવાથી ફાયદો થાય છે. તુલસીની ચા પીવાથી પણ ઘણો ફાયદો થાય છે.

  મેથીદાણા
  મેથીદાણાથી શરીરના બધા ટૉક્સિન બહાર નીકળી જાય છે અને નિમોનિયા જેવી બીમારીઓથી બચાવ થાય છે. અડધી ચમચી મેથીદાણાને એક ગ્લાસ પાણીમાં પલાળી દો. સવારે આ પાણીને ચોક્કસથી પીઓ. આવા વાતાવરણમાં મેથીદાણાને ચા ની જેમ ઉકાળી પીવું એ પણ અસરકારક છે.

  આદુ
  આદુમાં રહેલા જિંજોરૉલ્સની તાસીર ગરમ હોય છે, જે ખાસ કરીને ઠંડીની ઋતુમાં થનારી નિમોનિયા જેવી ઘણી બીમારીઓમાંથી બચાવવામાં મદદ કરે છે. તેમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ અને એન્-ઑક્સીડેન્ટ્સ કફ અને શરદી સામે પણ બચાવ છે. ઠંડીથી બચવા માટે રોજ આદુની ચા પીઓ. તેને મધની ​​સાથે ખાવાથી ફાયદો થાય છે.

  સીટબેલ્ટ ન પહેરનાર કારચાલકને રોક્યો, તો પીધેલી હાલતમાં પોલીસ પર ચઢાવી દીધી કાર

  જાણો અયોધ્યામાં વિવાદિત જમીન પર આવેલ નિર્ણય પર વિદેશી મીડિયાએ શું કહ્યું?
  Published by:Bansari Shah
  First published: