Home /News /lifestyle /રોટલીના વધેલા લોટને ફ્રિજમાં રાખો છો? આ રીતે સ્ટોર કરશો તો બગડવાનો નહીં રહે ડર, રહેશે એકદમ ફ્રેશ

રોટલીના વધેલા લોટને ફ્રિજમાં રાખો છો? આ રીતે સ્ટોર કરશો તો બગડવાનો નહીં રહે ડર, રહેશે એકદમ ફ્રેશ

ફ્રિજમાં લોટ રાખતી વખતે મોટાભાગના લોકો ઘણીવાર કેટલીક ભૂલો કરતા હોય છે.

લોકો ઘણીવાર બગડવાના ડરથી બાંધેલા લોટને ફ્રિજમાં સ્ટોર કરી દે છે. પરંતુ શું તમે જાણો છો કે ફ્રિજમાં લોટ રાખતી વખતે મોટાભાગના લોકો ઘણીવાર કેટલીક ભૂલો કરતા હોય છે. જે તમારા સ્વાસ્થ્યને પણ ઘણું નુકસાન પહોંચાડી શકે છે.

રાંધતી વખતે રોટલી બનાવવા માટે લોટનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ રોટલી બનાવ્યા બાદ ઘણી વખત લોટ પણ બચી (Store Leftover Doe) જાય છે. આવી સ્થિતિમાં લોકો ઘણીવાર બગડવાના ડરથી બાંધેલા લોટને ફ્રિજમાં સ્ટોર કરી દે છે. પરંતુ શું તમે જાણો છો કે ફ્રિજમાં લોટ રાખતી વખતે મોટાભાગના લોકો ઘણીવાર કેટલીક ભૂલો કરતા હોય છે. જે તમારા સ્વાસ્થ્યને પણ ઘણું નુકસાન પહોંચાડી શકે છે.

લોટને લાંબા સમય સુધી તાજો રાખવા તેને ફ્રિજમાં રાખવો તે ખરાબ ન થાય તે માટે સૌથી સારો વિકલ્પ છે. પરંતુ ફ્રિજમાં લોટને સ્ટોર કરતી વખતે મોટાભાગના લોકો કેટલીક સામાન્ય ભૂલો કરતા હોય છે. જેના કારણે લોટ ફ્રિજમાં રાખ્યા પછી પણ ઝડપથી બગડી જાય છે. તો આવો જાણીએ ફ્રિજમાં લોટને સ્ટોર કરવાની સાચી રીત (How to store aata in refrigerator) જેને ફોલો કરીને તમે લોટની સાથે સાથે સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખી શકો છો.

આ પણ વાંચો :  Breakfast નો બેસ્ટ ટાઇમ કયો છે? આ 4 બીમારીથી પીડાવો છો તો ક્યારે સવારનો નાસ્તો કરવાનું ભૂલશો નહીં

ભૂલથી પણ લોટને ન રાખશો ખુલ્લો


જાણકારીના અભાવે લોકો ઘણીવાર બાંધેલા લોટને ફ્રિજમાં ખુલ્લો જ મૂકી દે છે. જેનાથી લોટ ખરાબ થવાની સંભાવના વધી જાય છે. તેથી લોટને ફ્રિજમાં રાખતી વખતે તેને સારી રીતે ઢાંકવાનું ભૂલશો નહીં. તેનાથી તમારો લોટ લાંબા સમય સુધી તાજો રહેશે.

એર ટાઇટ કન્ટેનરમાં રાખો લોટ


મોટાભાગના લોકો એક વાસણમાં બાંધેલા લોટને મૂકીને ફ્રિજમાં રાખે છે. જેના કારણે લોટમાં હવા જાય છે અને લોટ ઝડપથી બગડી શકે છે. તેથી લોટને સ્ટોર કરવા માટે એર ટાઇટ કન્ટેનરનો ઉપયોગ કરો અને લોટ મૂક્યા પછી કન્ટેનરનું ઢાંકણ સારી રીતે બંધ કરી દો.

આ પણ વાંચો :  ..તો આ માટે Valentine Week માં લોકો પ્રેમીને આપે છે ચોકલેટ! જાણો શું છે હોર્મોનલ કનેક્શન

તેલનો ઉપયોગ કરો


ઘણી વખત લોટને ફ્રિજમાં રાખવાથી તમારા લોટ પર જાડી પોપડી પડી જાય છે અને તે લોટની રોટલીઓ પણ ખરાબ થાય છે. તેથી તમે લોટને ફ્રિજમાં રાખતા પહેલા તેના પર તેલ લગાવીને રાખી શકો છો.

પાણીનો ઉપયોગ કરો


ઘણા લોકો લોટને ફ્રિજમાં સ્ટોર કરવા માટે બાઉલનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, લોટને સીધા બાઉલમાં મૂકવાનું ટાળો. આ માટે વાટકીમાં થોડું પાણી નાખીને પછી લોટ રાખી ફ્રિજમાં રાખી લો. તેનાથી લોટ લાંબા સમય સુધી ફ્રેશ અને સોફ્ટ રહેશે.
First published:

Tags: Kitchen, Kitchen tips, Storage, Wheat

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો