Home /News /lifestyle /

વટાણા સ્ટોર કરતી વખતે લગાવો આ તેલ, બારે મહિના એકદમ લીલા અને ફ્રેશ રહેશે, નહીં બદલાય ટેસ્ટ

વટાણા સ્ટોર કરતી વખતે લગાવો આ તેલ, બારે મહિના એકદમ લીલા અને ફ્રેશ રહેશે, નહીં બદલાય ટેસ્ટ

આ રીતે લીલા વટાણા સ્ટોર કરો

Tips to Store Green Peas: મોટાભાગના લોકો ઘરે લીલા વટાણાં સ્ટોર કરતા હોય છે. વટાણા સ્ટોર કરતી વખતે અનેક નાની-નાની વાતોનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. જો તમે ધ્યાન રાખતા નથી તો વટાણા થોડા સમય પછી બગડી જાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: લીલા વટાણાં ખાવામાં બહુ જ પૌષ્ટિક હોય છે. આ સાથે સ્વાદથી ભરપૂર હોય છે. લીલા વટાણામાં કાર્બોહાઇડ્રેટ, વિટામીન બી, ફાઇબરની સાથે-સાથે પ્રોટીનની માત્રા પણ ભરપૂર હોય છે. હવે થોડા સમય પછી શિયાળાની સિઝન આવશે ત્યાં અનેક લોકો વટાણા ઘરે લાવીને એને સ્ટોર કરતા હોય છે. જો કે ઘણાં લોકોની ફરિયાદ હોય છે કે સ્ટોર કર્યા પછી વટાણા બગડી જાય છે અને ખાવાના ઉપયોગમાં લઇ શકાતા નથી. વટાણાની સિઝન પૂરી થઇ જાય એટલે માર્કેટમાં મળતા બંધ થઇ જાય છે. આમ, અનેક શાક બનાવતી વખતે એમાં વટાણા એડ કરવામાં આવે તો ખાવાની બહુ મજા આવે છે.

    વટાણા સ્ટોર કરવાની પ્રોપર રીત અમે તમને આજે શિખવાડીશું. જો તમે આ રીતથી વટાણા સ્ટોર કરશો તો બારે મહિના એવાને એવા જ રહેશે અને બગડશે પણ નહીં. તો જાણી લો તમે પણ આ સરળ ટિપ્સ વિશે.

    સ્ટોર કરવાની બેસ્ટ રીત



    • બજારમાં બે રીતે વટાણા મળતા હોય છે જેમાં સારી ક્વોલિટીના અને મિડીયમ ક્વોલિટીના. આમ તમને જણાવી દઇએ કે જ્યારે પણ તમે વટાણા ખરીદો ત્યારે સારી ક્વોલિટીના ખરીદો.


    આ પણ વાંચો: હાઇ બ્લડ પ્રેશરની સમસ્યામાં રાહત આપશે આ ઉપાયો

    • વટાણા ખરીદતી વખતે મોટા દાણાના વટાણા લો.

    • હવે એક મોટુ વાસણ લો અને એમાં ગરમ પાણી કરવા માટે મુકો.

    • પાણી ઉકળવા લાગે એટલે એમાં થોડી ખાંડ નાંખો.

    • ત્યારબાદ ફોલેલા વટાણા એડ કરો.

    • લગભગ 2 મિનિટ પછી ગેસ બંધ કરી દો અને વટાણાને બહાર કાઢી લો.

    • હવે એક બીજા પેનમાં બરફનું ઠંડુ પાણી કરો અને એમાં વટાણા એડ કરો.

    • 1 થી 2 મિનિટ રાખ્યા પછી વટાણાને બહાર કાઢી લો.

    • જીપવાળી પોલિથીન અથવા તો એર ટાઇટ ડબ્બો લો અને એમાં આ વટાણા ભરો.

    • આ વટાણા પર તમે થોડુ સરસિયાનું તેલ પણ લગાવી શકો છો.


    આ પણ વાંચો: આ ટાઇપની જ્વેલરી પહેરીને ગરબા રમશો તો વટ પડી જશે

    • વટાણા પર તેલ લગાવશો તો બરફ નહીં થાય અને ફ્રેશ રહેશે.

    • હવે આ વટાણાને જીપવાળી બેગ અથવા તો ટાઇટ ડબ્બામાં ભરી લો.

    • આમ, આ વટાણાને હવે ફ્રિજરમાં મુકી દો અને ગમે ત્યારે વપરાશમાં લો.

    Published by:Niyati Modi
    First published:

    Tags: લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन