Home /News /lifestyle /માત્ર 5 મિનિટમાં ઘરે બેઠા ચપ્પાની ધાર કાઢવાની રીત, એક પણ રૂપિયાનો ખર્ચો નહીં થાય અને મસ્ત કામમાં આવશે

માત્ર 5 મિનિટમાં ઘરે બેઠા ચપ્પાની ધાર કાઢવાની રીત, એક પણ રૂપિયાનો ખર્ચો નહીં થાય અને મસ્ત કામમાં આવશે

ચપ્પાની ધાર કાઢવાની રીત

Kitchen tips: દરેક લોકોના રસોડામાં ચપ્પાનો ઉપયોગ થતો હોય છે. ચપ્પાનો ઉપયોગ વધારે પ્રમાણમાં થવાથી એની ધાર બુઠ્ઠી થઇ જાય છે. આ પ્રકારનું ચપ્પુ કોઇ કામમાં આવતુ નથી અને ઘણાં લોકો એને બેકાર સમજીને ફેંકી દેતા હોય છે. પરંતુ જો તમે આ રીતે જ ઘરે સરળતાથી ધાર કાઢો છો તો એ તમે ઉપયોગમાં લઇ શકો છો.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક લોકોના રસોડમાં ચપ્પુ હોય છે. ચપ્પુ એક એવી વસ્તુ છે જેની જરૂરિયાત દરેક લોકોને પડતી હોય છે. એક ચપ્પુ તમે અનેક રીતે કામમાં લઇ શકો છો. ચપ્પાની મદદથી તમે શાકભાજી, ફળો તેમજ બીજી અનેક વસ્તુઓમાં ઉપયોગ લઇ શકો છો. પરંતુ સૌથી કંટાળો તો ત્યારે આવે છે જ્યારે એ ચપ્પાની ધાર ઓછી થઇ જાય. ચપ્પાની ઘાર જ્યારે ઓછી થઇ જાય ત્યારે એ બરાબર કામમાં આવતુ નથી અને આપણે કંટાળી જઇએ છીએ. આ માટે ચપ્પાની ધાર સારી હોવી ખૂબ જરૂરી છે. ધાર ઓછી હોવાને કારણે કાપવામાં પણ સમય લાગે છે.

આ પણ વાંચો:આ ટ્રિકથી જાણી લો સરસિયાનું તેલ અસલી છે કે નકલી

આમ, જ્યારે ચપ્પાની ધાર ઓછી થઇ જાય અને તમે નવું લેવાનું વિચારી રહ્યા છો તો હમણાં રહેવા દેજો. એવામાં ઘણાં લોકો તાત્કાલિક બજારમાં ધાર કઢાવવા તેમજ નવું ચપ્પુ લેવા જતા હોય છે. આમ જ્યારે તમારી સાથે આવું થાય તો તમે તરત જ આ ટિપ્સ ફોલો કરો. આ ટિપ્સથી ધાર મસ્ત થઇ જશે અને ચપ્પુ નવા જેવું જ બની જશે.

  • તમારા ઘરમાં ગ્રેનાઇટ પત્થર, માર્બલ તેમજ કોઇ પણ સાધારણ પત્થર હોય તો તમને આ સમયે કામમાં આવી જાય છે. આ માટે તમે ચપ્પાને આ પત્થર પર ઘસીને એની ધાર કાઢી શકો છો. એક વાતનું ધ્યાન એ રાખો કે ચપ્પુ તૂટી ના જાય. આ માટે તમારે હળવા હાથે ધાર કાઢવાની રહેશે. એક જ દિશામાં તમે 10 મિનિટ સુધી ઘસો છો તો ચપ્પુ નવા જેવું જ થઇ જશે.


આ પણ વાંચો:આટલું વાંચી લેશો તો ક્યારે સાબુથી ચહેરો નહીં ધોવો



    • તમારા ઘરમાં જ્યારે સિરામિક વાસણ તૂટી જાય ત્યારે આનો ઉપયોગ તમે ચપ્પાની ધાર માટે કરી શકો છો. આ માટે તમે ચપ્પુ લો અને તૂટેલા વાસણની સાથે ઘસો. આમ કરવાથી ચપ્પુ ધારદાર થાય છે.






  • ચપ્પાની ધાર ઘરે કાઢવા માટે તમે લોંખડની કોઇ ધારવાળી વસ્તુનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમે લોંખડ પર 5 મિનિટ સુધી ચપ્પુ એક જ દિશામાં ઘસો છો તો ધાર નિકળી જાય છે અને તમને ચપ્પુ કામમાં આવી જાય છે. આ ઉપાયો તમે ઘરે જ સરળતાથી કરી શકો છો.

First published:

Tags: Kitchen tips, Life Style News

विज्ञापन