VIDEO: ડબલચીનથી છો પરેશાન? તો અપનાવી જુઓ આ સરળ ટિપ્સ

જો તમને લાંબી ડોક જોઇએ છે તો તમારી ગરદનને ડાબી બાજુ વાળો અને જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી ખેંચો જે બાદ જમણી બાજુ વાળો અને જેટલું ખેચાય તેટલું ખેચો. આમ કરવાથી પણ ફાયદો થશે

જો તમને લાંબી ડોક જોઇએ છે તો તમારી ગરદનને ડાબી બાજુ વાળો અને જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી ખેંચો જે બાદ જમણી બાજુ વાળો અને જેટલું ખેચાય તેટલું ખેચો. આમ કરવાથી પણ ફાયદો થશે

  • Share this:
    લાઇફસ્ટાઇલ ડેસ્ક: જ્યારે પણ આપણું વજન વધવાની શરૂઆત થાય ત્યારે તેની સૌથી પહેલી અસર આપણાં ચહેરા પર પડે છે. પહેલા ચહેરો ભરાય છે અને પછી ધીરે ધીરે ચરબી ગરદન પર જમા થાય છે. જેને કારણે ગરદન પર ડબલ લેયર પડે છે જેને ડબલ ચિન કહેવાય છે. આ વધારાની ચરબીને કારણે ચહેરો તેની સુંદરતા ગુમાવી દે છે. તેવામાં ચાલો નજર કરીએ એવી કેટલીક એક્સરસાઇઝ પર જેને કારણે ડબલચીનની સમસ્યા દૂર થઇ શકે છે.

    કિસ ધ સ્કાય:
    આ એક્સરસાઇઝમાં તમારે આકાશ તરફ જોવાનું છે અને તમારુ ગળુ બને એટલું સ્ટ્રેચ કરવાનું છે અને જાણે આપણે કિસ કરતા હોઇએ તે પ્રમાણે અવાજ સાથે કિસ કરવાની છે. જેનાંથી તમારા ગળાનાં મસલ્સ ખેચાંશે અને
    તેનાંથી ત્યાં જામેલી ચરબી ઉતરશે.

    સ્માઇલ સ્મૂધર
    આ એક્સરસાઇઝમાં તમારે તમારી પહેલી આંગળી (તર્જની)ને દાઢીની વચ્ચોવચ મુકવાની છે અને દબાવવાની છે જે બાદ તમારી જીભ અંદરની તરફ વાળવાની છે અને બાદમાં તમે જાણે કંઇક ચાવતા હોવ તેમ ચાવવાનું છે આ સાથે જ તમારે ઉપર જોવાનું રહેશે જેથી તમારી ગરદનનાં મસલ્સ ખેચાંશે, આમ કરવાથી પણ ફાયદો થશે.


    હંસ જેવી ડોક
    જો તમને લાંબી ડોક જોઇએ છે તો તમારી ગરદનને ડાબી બાજુ વાળો અને જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી ખેંચો જે બાદ જમણી બાજુ વાળો અને જેટલું ખેચાય તેટલું ખેચો. આમ કરવાથી પણ ફાયદો થશે

    જીરાફ ડોક
    જો તમને જીરાફની જેમ લાંબી ડોક જોઇએ છે તો તમારા બંને હાથ કોલરબોન પર મુકો અને બાદમાં ઉપર આકાશની તરફ જુઓ.. તેને લાંબા સમય સુધી ખેંચીને રાખો. આ એક્સરસાઇઝ સમયાંતરે કરતાં રહો ફાયદો થશે.

    ચ્યુઇંગમ ચાવવી
    જો તમે કોઇ એક્સરસાઇઝ કરવા નથી માંગતા તો તમે ચ્યુઇંગમનો સહારો લઇ શકો છો. ચ્યુઇંગમ ચાવવાથી ચહેરાની સાથે સાથે ગરદનની ચરબી પણ ઓછી થઇ જાય છે.
    Published by:Margi Pandya
    First published: