Home /News /lifestyle /Pregnancyમાં વર્કિંગ વુમન્સ આ રીતે ખાસ રાખો ધ્યાન, નહીં તો બ્લીડિંગ થવાના ચાન્સિસ છે સૌથી વધારે

Pregnancyમાં વર્કિંગ વુમન્સ આ રીતે ખાસ રાખો ધ્યાન, નહીં તો બ્લીડિંગ થવાના ચાન્સિસ છે સૌથી વધારે

વધારે લાંબા સમય સુધી ખુરશીમાં ના બેસો.

pregnancy care: પ્રેગનન્સીમાં વર્કિંગ વુમન્સે નાની-નાની બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. જો તમે પ્રેગનન્ટ છો અને સાથે ઓફિસમાં બેસીને કામ કરો છો તો ખાસ કરીને વધારે સમય સુધી ખુરશીમાં બેસવાની આદત છોડો.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પ્રેગનન્સીમાં મહિલાઓ અનેક નાની-નાની બાબતોનું ધ્યાન રાખવુ પડે છે. આ સમયમાં મહિલાઓને અનેક પ્રકારની નાની-મોટી સાવધાનીઓ રાખવી પડે છે. આ સાથે જ પ્રેગનન્સી સમયમાં કેટલીક એવી વસ્તુઓ છે જે તમારે કરવાનું એવોઇડ કરવું જોઇએ. આમ, જો તમે પ્રેગનન્ટ છો અને તમે ઉતાવળુ કામ કરો છો તો અનેક ઘણી તકલીફો થઇ શકે છે. ખાસ કરીને આ સમયમાં વર્કિંગ વુમન્સે પોતાનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. વર્કિંગ વુમન્સ પ્રેગનન્સીમાં આ ધ્યાન રાખતી નથી તો અનેક ઘણી તકલીફો થઇ શકે છે. તો આજે અમે વર્કિંગ વુમન્સ માટે કેટલીક એવી ટિપ્સ જણાવીશું જે તમને હેલ્ધી રાખશે અને સાથે કોઇ તકલીફ પણ નહીં થાય.

આ પણ વાંચો:શરીરમાં આ તકલીફ છે તમે કાજુ ખાઓ છો?

લાંબા સમય સુધી ખુરશીમાં બેસશો નહીં


તમે વર્કિંગ વુમન છો અને પ્રેગનન્ટ છો તો ઓફિસમાં લાંબા સમય સુધી ખુરશીમાં બેસશો નહીં. લાંબા સમય સુધી એક જ પોઝિશનમાં બેસવાથી ગર્ભમાં રહેલાં બાળકને નુકસાન થાય છે. આ સાથે જ તમે ખુરશીમાં વધારે લાંબા સમય સુધી પગ લટકાવીને બેસો છો જે હેલ્થ માટે નુકસાનકારક છે. આ માટે તમે ખુરશીમાં બેસો ત્યારે ખાસ કરીને નીચે નાનું ટેબલ રાખો અને એની પર પગ મુકીને બેસો.

આ પણ વાંચો:માથુ દુખે ત્યારે આ રીતે કેસરનું સેવન કરો

ભારે સામાન ઉઠાવવાનું ટાળો


તમે પ્રેગનન્ટ છો તો ઓફિસમાં ક્યારે પણ ભારે સામાન ઉઠાવશો નહીં. ભારે સામાન ઉઠાવવાથી બ્લિડિંગ જેવી સમસ્યા થઇ શકે છે. આ સાથે જ ગર્ભમાં રહેલા બાળકને પણ નુકસાન થાય છે. આમ, ભારે સામાન ઉચકવા માટે તમે બીજા કોઇની મદદ લો.

સ્ટ્રેસ ઓછો લો


ઓફિસ વર્ક દરમિયાન સ્ટ્રેસ વધારે રહે એ સામાન્ય વાત છે. આમ, જો તમે વર્કિંગ વુમન્સ છો અને પ્રેગનન્ટ છો તો તમારા મેનેજરને આ વિશે ખુલીને વાત કરી લો જેથી કરીને કામનો લોડ ના રહે અને તમે સ્ટ્રેસ ફ્રી લાઇફ એન્જોય કરી શકો.


પાણી પીવાનું ભૂલશો નહીં


તમે ઓફિસમાં કામ કરો ત્યારે ખાસ કરીને પાણી પીવાનું રાખો. ઘણી મહિલાઓ કામમાંને કામમાં પાણી પીવાનું ભૂલી જાય છે. પાણી શરીરમાં ઓછુ થઇ જાય તો અનેક પ્રોબ્લેમ્સ થાય છે. આ માટે તમે કલાકના સમય ગાળામાં પાણી પીતા રહો.









 





 
First published:

Tags: Life style, Pregnancy