Home /News /lifestyle /Tips to overcome dating anxiety: ડેટ પર જતા પહેલા થાય છે Anxiety? કૂલ રહેવા માટે વાપરો આ ટીપ્સ

Tips to overcome dating anxiety: ડેટ પર જતા પહેલા થાય છે Anxiety? કૂલ રહેવા માટે વાપરો આ ટીપ્સ

ડેટિંગ પર જતા પહેલાં થાય છે ગભરામણ તો વાંચી લો આ ટિપ્સ

How to overcome dating anxiety: જો તમારુ સિંગલથી મિંગલ બનવાનું મન છે અને તમે પહેલી વાર ડેટ પર જઈ રહ્યાં છો, પરંતુ તમને પહેલેથી જ એંગ્ઝાયટી ડિસઓર્ડર છે તો આ કેટલીક સરળ ટીપ્સ (Tips to overcome dating anxiety) તમને મદદ કરશે

dating anxiety tips: ઘણા બધા નવા લોકોને મળતા પહેલા કે ડેટ પર જવા વિશે વિચારીને જ બેચેન થઈ જાય છે. દરેક વસ્તુ વિશે ચિંતા કરવી અને થોડીક પણ વાત કરતા પહેલા ખૂબ જ વિચારવું. કોઈને કંઈક કહેતા પહેલા એંગ્ઝાયટી થવી. આ સમસ્યા ઘણા લોકો સાથે થતી હોય છે. જો તમારુ સિંગલથી મિંગલ બનવાનું મન છે અને તમે પહેલી વાર ડેટ પર જઈ રહ્યાં છો, પરંતુ તમને પહેલેથી જ એંગ્ઝાયટી ડિસઓર્ડર (anxiety disorder) છે તો કોઈ નવા વ્યક્તિ સાથે ડેટ પર જવાથી આ સમસ્યા વઘી પણ શકે છે.

જો કે, તમે તમારા મનને શાંત રહીને તણાવ મુક્ત પણ કરી શકો છો અને તમારી ડેટને એન્જોય પણ કરી શકો છો. જો તમને ત્યારે પણ ડર છે કે તમે કંઈ ખોટું ના કરી દો તો કેટલીક સરળ ટીપ્સથી તમે તમારી એંગ્ઝાયટી પર કાબૂ મેળવી શકો છો અને તે પોતાને કૂલ ડાઉન કરી શકે છે.

એંગ્ઝાયટી ઓછી કરવા ડેટ પર જતા પહેલા અપનાવો આ ટીપ્સ

પોતાની સાથે વાત કરો
કહેવાય છે કે આપણે પોતાને જેટલી સારી રીતે જાણ્યે છે તેટલી સારી રીતે કોઈ બીજુ નથી જાણતું અને કોઈ એટલી સારી રીતે મોટિવેટ પણ નથઈ કરી શકતું. એટલા માટે જ ડેટ પર જતા પહેલા પોતાની સાથે વાત કરવી ખૂબ જ જરુરી છે. સૌથી પહેલા ઊંડા અને લાંબા શ્વાસ લો. તેના પછી પોતાની સાથે જ એ મુદ્દા પર વાત કરો જે તમને પરેશાન કરે છે. તેના પછી પોતાને કહો કે તમે પર ખુશી-ખુશી ડેટ જાઓ છો અને ખૂબ જ ઉત્સાહિત છે.

આ પણ વાંચો: Relationship Tips: તમારા પાર્ટનર સાથે સંબંધ જાળવી રાખવા ક્યારેય શેર ન કરશો આ વાતો

દેખાડાથી બચો
ડેટ પર જતા પહેલા પોતે જ તમને સમજાવો કે કોઈને પ્રભાવિત કરવા માટે બતાવવું અથવા ખોટું બોલવાનો સહારો લેવાની જરૂર નથી. તમે જેમ છો, તેમ જ રહો. સાચુ કહો.

પોતાના કંફર્ટ ઝોનમાં રહો
ડેટ પર જતા પહેલા ઘણી બધી તૈયારીઓ કરવી પડે છે. તમારા જેવા કપડાં પસંદ કરો, જેમાં તમે સહજ અનુભવો છો. તેવા સ્થળ પર ડેટ પ્લાન કરો જે તમે પહેલાથી જાણો છો કે તમે પહેલા જઈ આવ્યાં છો. એવી કોઈ ડિશ ઓર્ડર કરો જે તમને ગમે છે.

પહેલા જ ફોન પર કરી લો વાત
એક સાથે પ્રથમ બાર ડેટ પર જાઓ તો તે પહેલા ફોન પર વાત કરો. તેની બોલવાની રીતને સમજો તો તમે સહજ અનુભવશો અને નર્વસનેસ નહિ અનુભવો.

આ પણ વાંચો:Vastu Tips For Relationship: તમારા રીલેશનશિપને મજબૂત બનાવવા અપનાવો આ 10 વાસ્તુ ટિપ્સ 

ડેટ પર કરો આ કામ

-જ્યારે તમે તે વ્યક્તિ સાથે છો તો તેની આંખોમાં જોઈને વાત કરો
-તેમને પૂછો કે તે કમ્ફરટેબલ છે કે નથી.
-તેમને તેઓની પસંદ અને તેમના રસ વિષે પૂછો.
તેમને તેમની પસંદ અને રસપ્રદ વિશે પૂછો.
First published:

Tags: Dating, Lifestyle, Relationship tips