Tips To Identify Adulterated Paneer: પનીર ખાવું લગભગ દરેક વ્યક્તિને પસંદ હોય છે. ખાસ કરીને જો તમે શાકાહારી છો, તો પનીર તમે નિયમિત રીતે ખરીદતા જ હશો. હકીકતમાં પનીર સ્વાદમાં તો શ્રેષ્ઠ હોય જ છે, સાથે જ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. પનીરમાં કેલ્શિયમથી લઇને પ્રોટીન, વિટામિન્સ વગેરે પ્રચૂર માત્રામાં હોય છે. જે આપણા સ્વાસ્થ્યને ઘણી બીમારીઓથી બચાવે છે. પરંતુ આ જ પનીરમાં જો ભેળસેળ (Adulterated Paneer) હોય તો સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન કરી શકે છે.
જો ભેળસેળવાળા પનીરનું તમે સેવન કર્યુ તો તમને પેટનો દુખાવો, અપચો, સ્કિન ઈરિટેશન, માથાનો દુખાવો, ટાઇફોઇડ, કમળો, અલ્સર કે પછી ડાયરિયા થઇ શકે છે. સમસ્યા એ છે કે આ નકલી પનીર પણ અસલી પનીર જેવું જ દેખાય છે. જેના કારણે તમે સરળતાથી તેમાં તફાવત(Difference) શોધી શકતા નથી. તેવામાં અહીં અમે તમને અમુક ટીપ્સ(Tips) આપવા જઇ રહ્યા છીએ, જેને જાણીને તમે અસલી અને નકલી પનીરમાં તફાવત શોધી શકશો.
આ રીતે કરો ઓળખ
1. પનીરનો એક નાનો ટુકડો લો અને તેને મસળી જુઓ. જો પનીર તૂટવા માંડે તો તે નકલી છે. હકીકતમાં નકલી પનીરમાં સ્કીમ્ડ મિલ્ક પાઉડર હોય છે, તે વધુ દબાણ સહન કરી શકતું નથી અને દબાવવાથી તૂટી જાય છે.
2. સૌ પ્રથમ પનીરને પાણીમાં ઉકાળો અને ઠંડુ કરો. ઠંડુ થયા બાદ પનીર પર અમુક ટીંપા આયોડીન ટિંચર નાંખો. જો પનીર વાદળી થઇ જાય તો પનીર ભેળસેળ યુક્ત છે.
3. પનીરને પાણીમાં ઉકાળો અને ઠંડુ કર્યા બાદ સોયબીન કે અડદની દાળનો પાઉડર પનીર પર નાંખો. 10 મિનિટ બાદ જો પનીરનો રંગ લાલ થવા લાગે તો પનીર નકલી છે. જો તમારા પનીરમાં ડિટર્જન્ટ કે યૂરિયા મિક્સ કરેલું હશે તો જ આમ થશે.