શિયાળાની ઋતુ (Winter) શરૂ થઈ ચૂકી છે. શિયાળામાં કસરત અને યોગ્ય આહાર આખા વર્ષ માટે તંદુરસ્તી (Healthy)નું કારણ બની શકે છે. જોકે, આ ઋતુમાં શ્વાસન (Respiratory Health)ને લાગતી તકલીફો પણ ઉભી થાય છે. ધુમ્મસભરી સવાર અને ઠંડી સાંજ કેટલાક લોકો માટે મુશ્કેલીઓ લઈને આવે છે. આમ તો શ્વાસના રોગો ગમે ત્યારે થઈ શકે છે, પરંતુ કેટલાક રોગ માત્ર શિયાળા દરમિયાન વધુ જોવા મળે છે.
આ પણ વાંચો-7 Food જે તમારુ પેટ લાંબા સમય સુધી ભરેલું રાખશે, વજન ઉતારવામાં મદદ કરશે
શિયાળામાં શ્વાસને લાગતી તકલીફો થવાના કારણો
- ખૂબ વધુ પ્રદુષણ અને ધુમ્મસના સંગમના કારણે શ્વાસને લાગતી તકલીફો ઉભી થાય છે. શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે.
- ઘરની અંદર નબળા વેન્ટિલેશનને કારણે શિયાળા દરમિયાન રોગનો ફેલાવો ઝડપી બને છે.
- અસ્થામા અને COPD જેવા રોગથી પીડિત લોકો માટે આ ઋતુ મુશ્કેલ છે. શિયાળો આ રોગની તકલીફોને વધારે છે. ઠંડુ હવામાન ચેપ ઝડપથી ફેલાવતું હોવાથી અસ્થમા એટેકમાં વધારો થાય છે. બીજી તરફ ધૂળના રજકણ, પાલતુ પ્રાણીના વાળ જેવી વસ્તુઓ એલર્જીને ભડકાવવાનું કારણ બને છે.
આ પણ વાંચો-Hair Tips: કાળા લાંબા જાડા વાળ જોઇએ છે તો શિયાળામાં અપનાવો આ ખાસ ટિપ્સ
શિયાળા દરમિયાન લોકો વારંવાર આ રોગનો ભોગ બને છે?
સામાન્ય શરદી
શિયાળામાં સૌથી વધુ લોકો સામાન્ય શરદીથી પીડાય છે. આ રોગ સામાન્ય અને ખૂબ જ ચેપી છે. આ રોગ હળવો હોવા છતાં ગંભીર પરિણામ તરફ દોરી શકે છે. સામાન્ય શરદી અલગ અલગ પ્રકારના વાયરસને કારણે થઈ શકે છે
ઇન્ફ્લુએન્ઝા
ઇન્ફ્લુએન્ઝાને સામાન્ય રીતે ફ્લૂ તરીકે ઓળખવામાં આવે છે, તે ઇન્ફ્લુએન્ઝા વાયરસને કારણે લાગતો વાયરલ ચેપ છે, પરંતુ સામાન્ય શરદી કરતા વધુ ગંભીર છે.
બ્રોન્કાઇટિસ
ફેફસાંમાં હવા લઈ જતી નળીઓમાં સોજો આવે ત્યારે આ તકલીફ ઊભી થાય છે. આ તકલીફમાં સખત ઉધરસ અને કફ રહે છે.
ન્યુમોનિયા
ચેપને કારણે તમારા ફેફસામાં હવાની કોથળીઓ પ્રવાહી અથવા પસથી ભરાઈ જાય ત્યારે ન્યુમોનિયા થાય છે. તેના કારણે શ્વાસ લેવાનું મુશ્કેલ બની શકે છે.
આ પણ વાંચો-Apple Cider Vinegar Benefits: એપલ સાઈડર વિનેગરથી વાળ ધોયા છે ક્યારેય? જાણો ઉપયોગની સાચી રીત
સાઈનોસિટિસ
આ રોગના તમારા નાકની અંદરની જગ્યાઓ (સાઇનસ)માં સોજો આવે છે. આ ડ્રેનેજમાં દખલ કરે છે અને નાક અને માથાનો દુ:ખાવો થઈ શકે છે.
• આવી રીતે જાળવો તમારું શ્વસન સ્વાસ્થ્ય
- આરામદાયક ગરમ કપડાં પહેરી શરીરના તાપમાનને નિયંત્રિત કરો
- તમારા હાથને સ્વચ્છ અને જંતુઓથી મુક્ત રાખો. તમારા મોઢા, નાક અથવા આંખોને ગંદા હાથથી સ્પર્શ કરવાનું ટાળો
- હવાની ગુણવત્તા સારી ન હોય તો મોર્નિંગ વોક કરવાનું ટાળો. ઘરમાં રહી એરોબિક કસરત કરો
- તમારા ફેફસાંની ક્ષમતા વધારવા માટે શ્વાસ લેવાની કેટલીક કસરતો કરો
- તમારા ઘરને ધૂળ અને એલર્જનથી સાફ રાખો. પથારી, કાર્પેટ, ગાદલા અને સોફાને નિયમિતપણે સાફ કરો.
- ધૂમ્રપાન ન કરો અને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો
- ઘરમાં યોગ્ય વેન્ટિલેશન રાખો. એર પ્યુરિફાયર અથવા હ્યુમિડિફાયરનો ઉપયોગ કરી શકો છો.
- વાયુમાર્ગોને સ્વચ્છ રાખવા માટે હાઇડ્રેટેડ રહો. ડૉક્ટરની સલાહ મુજબ નાસ લો. ગેરમાર્ગે દોરતા ઘરેલું ઉપચારનો પ્રયાસ કરશો નહીં.
- ફળો, શાકભાજી અને પ્રોટીન સાથેનો પૌષ્ટિક આહાર લો.
- પ્રિઝર્વેટિવ્સ, એડિટિવ્સ અને કૃત્રિમ સ્વાદવાળા પ્રોસેસ્ડ, જંક, તળેલા, તેલયુક્ત અને તૈયાર ખોરાકને ટાળો.
- ડૉક્ટરની સલાહ મુજબ, ફ્લૂ અને ન્યુમોનિયા માટેની રસીઓ લો
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Lifestyle, Respiratory Health, Winter, આરોગ્ય, શિયાળામાં રહો હેલ્ધી