ગરોળી અને વંદાથી મળશે છૂટકારો, આજે જ અજમાવો આ યુક્તિ

News18 Gujarati
Updated: August 16, 2019, 2:38 PM IST
ગરોળી અને વંદાથી મળશે છૂટકારો, આજે જ અજમાવો આ યુક્તિ

  • Share this:
ઘરમાં કીડા-મકોડા, વંદા અને ગરોળીઓ જોવામાં બહુ જ ચીતરી ચડે એવું લાગે છે. એકવાર તે ઘરમાં આવી જાય પછી કામ કરવું મુશ્કેલ પડે છે. દિવાલ પર લટકતી ગરોળીઓ જોઈ હૃદયના ધબકારા પણ વધી જાય છે. તો ચાલો, હવે ડરવાની કોઈ જરૂર નથી. કારણ કે આજે તેને ભગાડવાની ટીપ્સ જણાવી રહ્યા છે. તમે પણ એક વખત જરૂર અજમાવજો...

- ગરોળીને ઈંડાની ગંધ નથી ગમતી. ઘરના મુખ્ય દરવાજા અને બારીઓની પાસે ઈંડાના છીલકા મૂકી દો. તેનાથી ગરોળી ઘરની અંદર જ નહીં ઘૂસી શકે.

- લસણની તીખી ગંધથી ગરોળી દૂર ભાગે છે. ઘરમાં થોડી થોડી જગ્યાએ લસણની કળીએ લટકાવવાથી ગરોળીઓ ઘરમાં આવવાથી દૂર રહેશે.

- ગરોળીથી સંપૂર્ણ છૂટકારો મેળવવા તંબાકુ અને કોફી પાવડરને મિક્સ કરી નાની નાની ગોળીઓ બનાવી વચ્ચે માચીસની સળીની મદદથી ચોંટાડી દો. તેને ગરોળી તરફના ખૂણામાં મૂકી દો. આ મિશ્રણ ગરોળી માટે જીવલેણ છે.

- ગરોળીને ડુંગળીની ગંધ નથી પસંદ હોતી. તેથ ડુંગળઈના રસનો સ્પ્રે કરવાથી ગરોળીઓ ઘર નજીક નહીં ભટકે.

લવેન્ડર તેલથી યુવકોની સાથે યુવતીઓમાં પણ થઈ શકે છે અસમાન સ્તનની વૃદ્ધિ: રિસર્ચ- નેફ્થલિન બોલ્સની ગંધથી પણ કીડા-મકોડા અને ગરોળીઓ દૂર ભાગે છે. તેને વોશરૂમ, રસોડાની કબાટોના ખૂણામાં રાખો. તેની ગંધથી કીડા- મકોડા અને ગરોળી દૂર ભાગશે.

- ઘરના ખૂણામાં કોફીના બીજ રાખો. તેનાથી ગરોળી અને વંદા ઘરથી દૂર જ રહેશે.
First published: August 16, 2019
વધુ વાંચો
अगली ख़बर