શિયાળામાં 'ડેડ સ્કિન'ની સમસ્યાને આ રીતે કરો દૂર

News18 Gujarati
Updated: November 8, 2019, 2:16 PM IST
શિયાળામાં 'ડેડ સ્કિન'ની સમસ્યાને આ રીતે કરો દૂર
પ્રતિકાત્મક તસવીર

તમે શિયાળામાં તમારી ડેડ સ્ક્રીનને આ રીતે દૂર કરો

  • Share this:
શિયાળો આવતા જ ત્વચા સૂકી થઇ જાય છે. ડેડ સ્કિનના કારણે ધણીવાર શેવિંગ કે વેક્સ દ્વારા વાળ દૂર કરવા મુશ્કેલ થઇ જાય છે. ચામડી એટલી સંવેદનશીલ થઇ જાય છે પૂછો ના વાત. માટે શ્રેષ્ઠ તે રહશે કે તમે શિયાળામાં તમારી ડેડ સ્ક્રીનને સારી રીતે દૂર કરો. આ માટે તમે એક્સફોલિએટિંગ શેવિંગ જેલનો ઉપયોગ કરી શકો છો. તમે વેક્સ પછી પણ તેનો ઉપયોગ કરી શકાય. આમ કરવાથી તમારી સ્કિન તો મુલાયમ થઇ જ જશે સાથે શેવ કે વેક્સ પછી ચામડી પર જે નાના નાના દાણાં થાય છે તેની સમસ્યા પણ નહીં રહે.

વળી ઠંડી વધતા હોઠ પણ ફાટવા લાગે છે. અને ધણીવાર તો તેમાથી લોહી પણ આવે છે. હોઠ આપણા શરીરના સૌથી સેન્સિટીવ ભાગમાંથી એક છે. ફાટેલા હોઠ પણ લિપ્સિટક પણ લાંબા સમય સુધી નથી રહેતી. ત્યારે હોઠને શિયાળામાં સ્ક્રબ કરવાનું રાખો. અને તે માટે મધ અને અખરોટનો ભૂક્કો કે પછી ખાંડ અને ઓલિવ ઓઇલનો ઉપયોગ કરો. વળી રાતે સૂતા પહેલા ઘી લગાવો. તેનાથી તમારા હોઠ શિયાળામાં પણ ચમકતા રહેશે.

આ સિવાય શિયાળો આવતા જ પગમાં પણ વાઢિયા પડી જાય છે. આમ તો આપણે શિયાળામાં આખા ચહેરા અને શરીરના બીજા ભાગનું સારી રીતે ધ્યાન રાખીએ છીએ પણ પગની એડીનું ધ્યાન નથી રાખતા. એડીથી ડેડ સેલ્સ નીકાળવા ખૂબ જ જરૂરી છે. આ માટે સપ્તાહમાં બે વાર એડીને સાફ કરવાનું રાખો. અને તે પછી તેની પર દિવેલ લગાવી મોજા પહેરીને જાળવણી કરો. સામાન્ય દિવસોમાં પણ તમે કોઇ સારા ક્રીમ લગાવી મોજા પહેરવાનું રાખશો તો વાઢિયાની મુશ્કેલી નહીં પડે.
First published: November 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...