કાચની જેમ ચમકશે ફર્નિચર, સન્માઈકાને ચમકાવવા માટે ફોલો કરો આ ક્લિનિંગ ટિપ્સ

પ્રતીકાત્મક તસવીર

ફર્નિચરને ચમકદાર રાખવા માટે અહીંયા કેટલીક ટીપ્સની જાણકારી આપવામાં આવી છે.

  • Share this:
Tips to Clean Sunmica: સનમાઈકા (Sunmica) લગાવેલ ફર્નિચર દેખાવમાં ખૂબ જ સારા લાગે છે. આ ફર્નિચર દેખાવે ખૂબ જ ચમકદાર હોય છે, આ ચમક જાળવી રાખવા માટે ફર્નિચરની જાળવણી (Maintenance) ખૂબ જ જરૂરી છે. આ ફર્નિચરની સાફ સફાઈ પર ધ્યાન આપવામાં ના આવે તો આ ફર્નિચર સારુ લાગતું નથી. ફર્નિચરને ચમકદાર રાખવા માટે અહીંયા કેટલીક ટીપ્સની જાણકારી આપવામાં આવી છે.

વ્હાઈટ વિનેગર અને પાણીથી સાફ કરો

સન્માઈકાને ચમકદાર રાખવા માટે વ્હાઈટ વિનેગર અને પાણીનો ઉપયોગ કરી શકાય છે. અડધા ગ્લાસ પાણી અને તેટલા જ પ્રમાણમાં વિનેગર મિશ્ર કરી લો. હવે આ મિશ્રણને એક સ્પ્રે બોટલ (Spray Bottle) માં ભરી લો અને સન્માઈકા પર સ્પ્રે કરો. ત્યારબાદ એક કોરા કોટનના કપડાથી હલ્કા હાથે સન્માઈકાને સાફ કરો. આ પ્રકારે સન્માઈકા સાફ કરવાથી તેના પરના ડાઘ ધબ્બા દૂર થઈ જશે અને તે ચમકદાર લાગશે.

બ્યૂટી અને હેલ્થના આર્ટિકલ વાંચવા અહીં કરો ક્લિક

ટાર્ટર અને લીંબુનો રસ

ક્યારેક ક્યારેક સન્માઈકા પર ડાઘ ધબ્બા પડી જાય છે. આ પ્રકારના ડાઘ ધબ્બાને દૂર કરવા અને સન્માઈકાને ચમકાવવા માટે ટાર્ટર અને લીંબુના રસનો ઉપયોગ કરી શકાય છે. લીંબુનો રસ અને ટાર્ટર સમાન માત્રામાં લઈને મિશ્ર કરી લો. આ મિશ્રણ સ્પ્રે બોટલમાં ભરીને સન્માઈકા પર છાંટીને 5 મિનિટ સુધી આમ જ રહેવા દો. કોટનનું મુલાયમ કપડું લઈને હલ્કા હાથે સન્માઈકાને સાફ કરો.

આ પણ વાંચો- ત્વચાની શુષ્કતા દૂર કરવા માટે અને પિમ્પલ ફ્રી બનાવવા અજમાવો આંબલીનું ફેસપેક

સોડા અને ડિશ વોશ

સન્માઈકાને ચમકાવવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી કાસ્ટિક સોડા અને એક ચમચી લિક્વિડ વોશને મિશ્ર કરી લો. આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરીને સન્માઈકા પર છાંટો અને ત્યાર બાદ કોટનના મુલાયમ કપડાથી સાફ કરી લો. જો તમારી પાસે સ્પ્રે બોટલ નથી, તો કોટનના કપડાને આ મિશ્રણમાં પલાળીને નિચોવી લો અને ત્યાર બાદ સન્માઈકાને સાફ કરો.

ક્લીનિંગ સોલ્યૂશન

ડ્રેસિંગ ટેબલ, સેન્ટર ટેબલ અને બારીના કાચને સાફ કરવા માટે મોટાભાગના લોકો કોલીન અથવા ક્લીનિંગ સોલ્યૂશન (Cleaning Solution)નો ઉપયોગ કરે છે. આ ક્લીનિંગ સોલ્યૂશનથી સન્માઈકાને સાફ કરી શકાય છે. સન્માઈકા પર સ્પ્રે કરીને કોરા કપડાથી સાફ કરી લો. આ પ્રકારે સન્માઈકાની સફાઈ કરવાથી સન્માઈકા કાચની જેમ ચમકે છે.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
Published by:Kaushal Pancholi
First published: