Home /News /lifestyle /

5 Tips: ઓમિક્રોનથી બચવાની આ રહી સરળ ટિપ્સ, તરત બૂસ્ટ થશે ઈમ્યૂનિટી, જાણો શું કહે છે એક્સપર્ટ્સ

5 Tips: ઓમિક્રોનથી બચવાની આ રહી સરળ ટિપ્સ, તરત બૂસ્ટ થશે ઈમ્યૂનિટી, જાણો શું કહે છે એક્સપર્ટ્સ

ઓમિક્રોનથી બચવા માટે આ રહી 5 સિમ્પલ ટિપ્સ

Health Tips: ટી-સેલ્સ આપણા શરીરની રોગપ્રતિકારક (Immunity Booster) શક્તિ વધારવામાં મોટી અને મહત્વની ભૂમિકા ભજવે છે. આ ટી સેલ્સ આપણા શરીરને વાયરસ અને ચેપી રોગોથી બચાવવા અને આપણને તેની સામે રક્ષણ આપવા માટેનું કામ કરે છે

    Tips To Boost Immunity: સમગ્ર દેશભરમાં ઓમિક્રોનના કેસમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. આ સમયે જરૂરી છે કે આ ભયાનક રોગ સામે બચવા માટે આપણે સંપૂર્ણ વેક્સિનેટેડ હોઈએ અને આપણી રોગપ્રતિકારક શક્તિ (immunity) મજબૂત બને અને સારી જળવાઈ રહે. કોવિડ 19ના આ સૌથી ચેપી વેરિયન્ટથી પોતાને બચાવવા માટે આપણા શરીરને આપણે અગાઉથી તૈયાર કરીએ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓમિક્રોન (Omicron) સામે રક્ષણ મેળવવા માટે આપણે આપણી જીવનશૈલીમાં ફેરફાર કરવાની જરૂર છે. સંપૂર્ણ ઊંઘ, સારો અને સ્વસ્થ આહાર, વર્કઆઉટ વગેરે બદલાવથી આપણે ઓમિક્રોનને ટક્કર આપી શકીશું.

    આપને જણાવી દઈએ કે ટી-સેલ્સ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મોટી અને મહત્વની ભૂમિકા ભજવે છે. આ ટી સેલ્સ આપણા શરીરને વાયરસ અને ચેપી રોગોથી બચાવવા અને આપણને તેની સામે રક્ષણ આપવા માટેનું કામ કરે છે. તે આપણા શરીરને કોવિડ 19 સામે એન્ટિબોડીઝ કરતાં વધુ અસરકારક અને સારી રીતે રક્ષણ આપે છે. ચાલો જોઈએ કે જાણીતા વેલનેસ એક્સપર્ટ અને લાઈફ કોચ લ્યુક કોટિન્હો (Luke Coutinho) એ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ વિશે માહિતી આપતા શું કહ્યું છે. તેમણે ઓમિક્રોન સામે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કેટલીક સરળ રીતો બતાવી છે. આ સરળ ટીપ્સ આપણા ટી કોષોને મજબૂત બનાવવામાં ખૂબ જ અસરકારક છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે આપણે આપણા શરીરના ટી સેલને મજબૂત બનાવીને આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકીએ છીએ.

    ઈમ્યૂનિટી બૂસ્ટ કરવાના સરળ ઉપાયો

    1. વિટામિન ડીનો ઈન્ટેક છે જરૂરી

    વિટામિન ડી આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી રાખવા માટે એક જરૂરી તત્વ છે. આવી સ્થિતિમાં આજે જ તમારે તમારા વિટામિન ડીના લેવલની તપાસ કરાવવી જોઈએ. જો તેનું લેવલ ઓછું આવે છે તો તેને વધારવા માટે ડૉક્ટરની સલાહ પણ લેવી જોઈએ. તમારા શરીરમાં વિટામિન ડીનું સ્તર જેટલું વહેલું વધશે તેટલી ઝડપથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે અને તમે ઓમિક્રોન સામે સુરક્ષિત રહેશો.

    2. સારી ઉંઘ પણ છે જરૂરી

    ઘણા બધા સંશોધનોમાં એ પણ સાબિત થયું છે કે ઓછી ઊંઘ લેવાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ પર નકારાત્મક અસર થાય છે. જેને કારણે શરીરમાં બળતરા વધે છે અને શરીર પર ચેપ અને વાયરસની અસર વધુ અને ઝડપી થાય છે. એટલા માટે જ સ્વસ્થ રહેવા માટે સારી ઊંઘ ખૂબ જ જરૂરી છે.

    3. કસરત અને વ્યાયામ છે જરૂરી

    એવું જરૂરી નથી કે તમે માત્ર હેવી એક્સરસાઈઝ જ કરો અથવા માત્ર જીમમાં જઈને જ કસરત કરી શકો. અહીં સૌથી મહત્વનું એ છે કે તમારુ શરીર એક્ટિવ રહે અને તે માટે તમે તમારી લાઈફ સ્ટાઈલમાંમાં વોક અને યોગ વગેરેનો સમાવેશ કરી શકો છો.

    4. વિટામિન સી અને ઝિંક છે જરૂરી

    તમારા રોજિંદા આહારમાં વિટામિન સી અને ઝિંક યુક્ત ખોરાકનો સમાવેશ જરૂરથી કરો. આ માટે તમે તમારા રોજિંદા આહારમાં લસણ, આદુ, ગરમ મસાલો, હળદર, મધ, તુલસી, રંગબેરંગી કેપ્સિકમ, આમળા વગેરેનો સમાવેશ કરી શકો છો. બને ત્યાં સુધી તમારી ફૂડ પ્લેટમાં દરેક રંગનો ખોરાક સામેલ કરો.

    5. પ્રાણાયામને બનાવો જીવનનો ભાગ

    શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાય તે ખૂબ જરૂરી છે. ઓક્સિજનનું સ્તર સુધારવા અને જાળવી રાખવા માટે તમારે પ્રાણાયામ કરવા જોઈએ. તમે એક લાંબો શ્વાસ લો અને તેને રોકી રાખો અને પછી તમારા ફેફસાંને સંપૂર્ણપણે ખાલી કરો. આ સિવાય તમે ધ્યાન કરી શકો છો સાથે જ ખૂબ હસવું પણ ફાયદાકારક રહેશે.

    6. શરીરને રાખો હાઈડ્રેટેડ

    મોટાભાગના લોકોને દિવસ દરમ્યાન ચા ને કોફી પિવાની ટેવ હોય છે. તમને જણાવી દઈએ કે જો તમને એવું લાગે છે કે આખો દિવસ ચા કે કોફી પીધા પછી તમે હાઈડ્રેટ છો, તો તમે ખોટા છો, કેમ કે ચા કોફી તમને ડિહાઈડ્રેટ કરવાનું કામ કરે છે. તેથી દિવસ દરમ્યાન પુષ્કળ પાણી, લીંબુ પાણી, નારિયેળ પાણી, ઘરે કાઢેલા તાજા ફળોના રસ વગેરે પીવાનો આગ્રહ રાખો.

    7. જંક ફૂડથી બનાવો દૂરી

    રિફાઈન્ડ શુગર, મેંદા, જંક ફૂડ, ફ્રોઝન ફૂડ વગેરેનું સેવન ટાળો અને તમારા આહારમાં ફળો અને રંગબેરંગી શાકભાજીનો સમાવેશ કરો.

    8. સ્મોકિંગથી રહો દૂર

    જો તમે સ્મોકિંગ કરો છો, તો જણાવી દઈએ કે સ્મોકિંગ તમારા ટી સેલ્સને કમજોર કરવાનું કામ કરે છે. જેના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ ઝડપથી નબળી પડી જાય છે માટે તમારે સ્મોકિંગ કરવાનું ટાળવું જોઈએ.
    First published:

    Tags: Health Tips, Immunity, Lifestyle, ઓમિક્રોન

    આગામી સમાચાર