Home /News /lifestyle /દાળ-શાકમાં મીઠું વધારે પડી જાય તો તરત અપનાવો આ 3માંથી એક રીત, નેચરલ ટેસ્ટ થઇ જશે

દાળ-શાકમાં મીઠું વધારે પડી જાય તો તરત અપનાવો આ 3માંથી એક રીત, નેચરલ ટેસ્ટ થઇ જશે

રસોઇમાં મીઠું વધારે પડે તો કરો આ કામ

Tips to balance salt in food: જમવાની રસોઇમાં મીઠું વધારે પડે છે તો ખાવાની મજા બગડી જાય છે. આ માટે રસોઇ બનાવતી વખતે અનેક નાની-નાની બાબતોનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. આમ, જો તમારાથી હવે ક્યારે પણ મીઠું વધારે પડે છે તો આ ટિપ્સ તમારા માટે બેસ્ટ છે.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: રસોડામાં રસોઇ બનાવતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. રસોઇનો સ્વાદ વધારતા મસાલા ક્યારે શાકમાં કે બીજી કોઇ વાનગીમાં વધારે પડે છે તો ખાવાનો મુડ બગડી જાય છે. આ માટે શાકને ટેસ્ટમાં ટેસ્ટી બનાવવા માટે મસાલા કરતી વખતે પણ ખાસ ધ્યાન એ રાખવું પડે છે કે શાક ખારું કે તીખું ના થઇ જાય. જો આવું કંઇ થાય છે તો ખાવાનો મુડ બગડી જાય છે અને ખાવાની મજા આવતી નથી. એમાં પણ જો ખાસ કરીને મીઠાની વાત કરવામાં આવે તો એ ઓછુ હોય તો જ સારું લાગે. પરંતુ ઘણી વાર કોઇને કોઇ વાતમાં મન પુરાયેલું રહે તો મીઠું વધારે પડી જતુ હોય છે અને ખાવાનો મુડ બગડી જાય છે. આમ, જો તમારાથી હવે કોઇ પણ વાનગીમાં મીઠું વધારે પડે છે તો તમારે બહુ ટેન્શન કરવાની અને મુડ બગાડવાની જરૂર નથી. આ ટિપ્સથી તમે બેલેન્સ કરી શકો છો.

સ્વીટ કોર્ન


તમારાથી કોઇ પણ શાકમાં મીઠું વધારે પડી જાય છે તો તમે એમાં સ્વીટ કોર્ન નાંખી દો. સ્વીટ કોર્ન નાંખવાથી મીઠું ઓછુ થઇ જાય છે અને ખારાશ લાગતી નથી. આ આઇડિયા તમારા માટે સૌથી બેસ્ટ છે. આ માટે તમે સ્વીટ કોર્ન બાફી લો અને પછી શાકમાં નાંખો. આમ કરવાથી શાકનો ટેસ્ટ વધી જશે.

આ પણ વાંચો: જાણી લો કિસના આ પ્રકાર વિશે

ચોખાનો લોટ


ચોખાના લોટનો પણ તમે ઉપયોગ કરી શકો છો. કોઇ વસ્તુમાં તમારાથી મીઠું વધારે પડી જાય છે તો તમે ચોખાનો લોટ એડ કરી દો. આમ કરવાથી ટેસ્ટ સારો આવશે અને વધારે પડેલા મીઠાંનો સ્વાદ પણ ઓછો થઇ જશે.

આ પણ વાંચો: સરસિયાનું તેલ અને દહીં મિક્સ કરીને લગાવો વાળમાં

આ માટે તમે ચોખાનો લોટ એક ચમચી દેશી ઘીમાં નાંખો અને પેસ્ટ બનાવી લો. ત્યારબાદ શાકને ગરમ કરી લો અને એમાં આ પેસ્ટ નાંખીને 15 મિનિટ માટે થવા દો. આમ કરવાથી મીઠાનું પ્રમાણ સંતુલિત થઇ જશે.


લીંબુનો રસ


શાકમાં વધારે મીઠું પડી ગયુ છે તો તમે લીંબુનો રસ નાંખો. લીંબુનો રસ નાંખવાથી ખારાશ ઓછી થઇ જાય છે. લીંબુનો રસ શાકનો સ્વાદ પણ વઘારે છે.
First published:

Tags: Kitchen tips, Life style, Salt