Home /News /lifestyle /

Tips for Weight Loss: ઘરના રોજીંદા કામ પણ કરી શકે છે વજન ઘટાડવામાં મદદ, જાણો કઈ રીતે

Tips for Weight Loss: ઘરના રોજીંદા કામ પણ કરી શકે છે વજન ઘટાડવામાં મદદ, જાણો કઈ રીતે

શહેરી જીવનશૈલીમાં કસરત માટે સમય કાઢવો અશક્ય બની જાય છે

Weight Loss Tips : તમને વજન ઘટાડવા અને ફિટ રહેવામાં મદદરૂપ રહી શકે તેવી દિનચર્યા અંગે જાણકારી આપી રહ્યા છીએ

Tips for Weight Loss: વર્તમાન જીવનશૈલીમાં (lifestyle)આપણે આપણા મોબાઈલને જેટલો સમય આપીએ છીએ તેટલો સમય જો આપણા સ્વાસ્થ્ય (health)માટે આપીશું તો રોગોથી દૂર રહીશું. ઘણી વખત આપણે સોશિયલ મીડિયા (Social media)ઈન્ફ્લુએન્સર્સ અને ફિટનેસ પ્રત્યે સભાન લોકોને વજન ઘટાડવાની ટિપ્સ (Tips for Weight Loss) અથવા કસરત વગેરે વિશેની માહિતી શેર કરતા જોઈએ છીએ. આ વીડિયો ફોન પર જોવામાં સરસ લાગે છે, પરંતુ ફાસ્ટ ફોરવર્ડ શહેરી જીવનશૈલીમાં કસરત માટે સમય કાઢવો અશક્ય બની જાય છે

સ્ત્રી હોય કે પુરૂષ, આપણે પહેલાથી જ આપણું કામકાજ અને અંગત જીવન મેનેજ કરવું પડે છે અને ઓફિસેથી આવ્યા પછી આપણે ઘણાં ઘરેલું કામો કરવા પડતા હોય છે. આવી સ્થિતિમાં, જ્યારે આપણે પહેલાથી જ તે ઘરના કામો માટે આટલી મહેનત કરી રહ્યા છીએ, તો પછી શા માટે તેને વજન ઘટાડવા ઉપયોગમાં ન લઈએ?. તેથી, અમે અહી તમને વજન ઘટાડવા અને ફિટ રહેવામાં મદદરૂપ રહી શકે તેવી દિનચર્યા અંગે જાણકારી આપી છે.

લિફ્ટને બદલે કરો સીડીઓનો ઉપયોગ

જો તમારે વજન ઓછું કરવું હોય, તો તમારે સીડી અને લિફ્ટમાંથી એકની પસંદગી કરવી પડશે. વજન ઘટાડવા માટે સીડી ચડવું વધુ સારું છે. જો તમારો ફ્લોર વધુ ઉપર છે, તો તમે લિફ્ટ લઈ શકો છો અને તમારા ફ્લોર સુધી પહોંચવા માટે હંમેશા 2-3 માળ નીચે જ ઉતરી જવાનું પસંદ કરી શકો છો, જેથી તમે તમારી દિનચર્યામાં તેમજ દર અઠવાડિયે થોડી સીડીઓનો ઉમેરો કરી શકો. વધુ એક માળ ઉમેરીને ઉપર જવા માટે નવું લક્ષ્ય નક્કી કરવાનું ભૂલશો નહીં.

આ પણ વાંચો - તમારા જીવનમાંથી આજે જ દૂર કરો આ આદતો, સંબંધને કરી નાખશે વેરવિખેર

વાત કરતા સમયે ચાલવાની ટેવ

આપણે બધા દિવસનો મોટાભાગનો સમય ફોન પર વાત કરવામાં વિતાવીએ છીએ. આપણે પરિવાર, મિત્રો કે સહકર્મીઓ સહિતના સાથે વીતચીત કરતા જ હોઈએ છીએ. તો, આ નિર્ણાયક સમયનો ઉપયોગ આપણાં લાભ માટે કરી શકીએ છીએ. જ્યારે પણ તમને કૉલ આવે, પછી તે પાંચ મિનિટનો હોય કે 30 મિનિટનો હોય, હંમેશા ચાલવાની આદત રાખો અને વાત કરો. આ રીતે તમે વર્કઆઉટ કરવાની સાથે કોઈની સાથે વાત કરતા કરતા વધારાની કેલેરી પણ બર્ન કરશો.

પોતાના ઘરને રાખો સાફ

સફાઈ એ રોજિંદી પ્રથા છે અને આપણામાંથી મોટાભાગના લોકો તેના માટે કોઈની મદદ લે છે. ત્યારે સવાલ એ થાય છે કે શા માટે આપણે તે જાતે નથી કરતા? શું તમે જાણો છો કે વાસણ ધોવા એ આપણા હાથ માટે એક ઉત્તમ કસરત છે. સ્વીપિંગ અને મોપિંગ કરવાથી, તમારા કોર મસલ્સ ટાઈટ થઈ શકે છે અને તમને સ્ક્વોટ્સ કરવા જેવા જ લાભો મળશે.
First published:

Tags: Health Benefits, Health Tips

આગામી સમાચાર