Home /News /lifestyle /લાઇટ બીલ વધારે આવે છે? તો ફોલો કરો આ ટિપ્સ, 50 ટકા જેટલું ઓછુ થઇ જશે અને પૈસાની બચત થશે

લાઇટ બીલ વધારે આવે છે? તો ફોલો કરો આ ટિપ્સ, 50 ટકા જેટલું ઓછુ થઇ જશે અને પૈસાની બચત થશે

આ રીતે લાઇટ બીલ સાવ ઓછુ આવશે

saving in electricity: આજના આ સમયમાં અનેક લોકોના ઘરોમાં લાઇટ બીલ વધારે આવતું હોય છે. લાઇટ બીલ વધારે આવવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. જો તમારા ઘરે પણ લાઇટ બીલ વધારે આવે છે તો આ ટિપ્સ ફોલો કરો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક લોકોના ઘરોમાં લાઇટબીલ ખૂબ જ વધારે આવતું હોય છે. લાઇટ બીલ વધારે આવવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. લાઇટ બીલ વધારે આવવાને કારણે અનેક લોકોનું બજેટ ખોરવાઇ જતુ હોય છે. આ માટે જરૂરી છે લાઇટ બીલ કેવી રીતે ઓછુ આવે એ વિશે આપણે ધ્યાન આપીએ. આ સાથે જ જો વાત કરવામાં આવે તો અનેક લોકોના ઘરોમાં બહુ જ ઓછુ લાઇટ બીલ આવતું હોય છે. આ પાછળ એ લોકોનું ધ્યાન હોવું એ પણ ખૂબ જરૂરી છે. આમ, જો તમારા ઘરમાં પણ બહુ લાઇટ બીલ આવે છે તો આ ટિપ્સ ફોલો કરો તમે પણ. આ ટિપ્સ તમે ફોલો કરો છો તો તમારું વધારે આવતું લાઇટ બીલ ઓછુ થઇ જશે.

    આ  પણ વાંચો: કુકિંગ ગેસની બચત કરવા ફોલો કરો આ ટ્રિક

    લાઇટ બંધ કરવાની આદત પાડો


    ઘણાં લોકોની આદત હોય છે કે તેઓ એક રૂમમાંથી બીજા રૂમમાં જાય એટલે લાઇટ ચાલુ જ રાખે. પરંતુ આમ કરવાથી તમારું લાઇટ બીલ ધીમે-ધીમે કરીને બહુ જ વધી જાય છે જેનો તમને અંદાજો આવતો નથી. આ માટે હંમેશા તમારું કામ પૂરું થાય એટલે તરત લાઇટ બંધ કરવાની આદત પાડો. તમને નાની લાગતી આ વાત તમારા લાઇટ બીલમાં અનેક ઘણો ફેરફાર કરી શકે છે.

    LED બલ્બનો ઉપયોગ કરો


    LED બલ્બ તમે લેવા જાવો છો ત્યારે તમને મોંઘો પડે છે, પરંતુ તમને જણાવી દઇએ કે LED બલ્બ ઘરમાં તમે લગાવો છો તો તમારા લાઇટ બીલમાં ફરક પડે છે. સામાન્ય બલ્બ કરતા LED બલ્બ પ્રકાશ પણ મસ્ત આપે છે અને સાથે લાઇટ બીલ પણ ઓછુ કરે છે.

    આ પણ વાંચો: આ ઘરેલું ઉપાયોથી હાર્ટની બંધ નસો ખુલી જશે

    મીટર ચેક કરાવો


    તમને એવું લાગે છે કે વપરાશ કરતા લાઇટ બીલ બહુ વધારે આવે છે તો તમે એક વાર તમારું મીટર ચેક કરાવો. મીટર ચેક કરાવવાથી પણ તમારા લાઇટ બીલમાં ફરક પડી શકે છે. ઘણી વાર મીટરમાં કોઇ ખામી હોય તો પણ લાઇટ બીલ વધારે આવવાના ચાન્સિસ વધી જાય છે. તમારા આ વાત પર પણ એક વાર વિચારવાની જરૂર છે.

    સ્વીચથી સપ્લાય બંધ કરો


    તમારા જ્યારે પણ એસી કે ટીવી જેવી વસ્તુઓ બંધ કરો ત્યારે ખાસ કરીને સ્વીચથી સપ્લાય બંધ કરવાની આદત પાડો. ઘણાં લોકો સ્વીચ ચાલુ જ રાખતા હોય છે. જો કે આ એક ખોટી આદત છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Electricity, Life Style News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन