ગર્ભાવસ્થા દરમિયાન વર્કિંગ વુમન આ બાબતોનું રાખે ધ્યાન, રહેશે સ્ટ્રેસ ફ્રી

ગર્ભાવસ્થા દરમિયાન વર્કિંગ વુમન આ બાબતોનું રાખે ધ્યાન, રહેશે સ્ટ્રેસ ફ્રી
પ્રતિકાત્મક તસવીર

એક સ્ત્રી માટે ગર્ભવતી બનવું એ જીવનનો સૌથી સુખદ સમય હોય છે. આ સમયગાળા દરમિયાન તે ખુશ રહેવા ઈચ્છે છે, દરેક પળનો આનંદ મળવા માંગે છે

  • Share this:
એક સ્ત્રી માટે ગર્ભવતી બનવું એ જીવનનો સૌથી સુખદ સમય હોય છે. આ સમયગાળા દરમિયાન તે ખુશ રહેવા ઈચ્છે છે, દરેક પળનો આનંદ મળવા માંગે છે. પરિવારના નવા સભ્ય માટે તેના મનમાં અનેક લાગણીઓ હોય છે. જોકે, જેટલી ઉત્કંઠા બાળકને લઈને હોય છે તેટલી જ બીક પણ લાગે છે. આવી સ્થિતિમાં કોઈ પણ સમજદારી વગરનું કામ સપના અને ખુશીઓ ઉપર પાણી ફેરવી નાખે છે.

બીજી તરફ પ્રેગ્નન્સીમાં વર્કિંગ વુમન માટે તો વધુ મુશ્કેલી સામે આવે છે. ઓફીસ જતી મહિલાઓને અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તેઓ કામ દરમિયાન અમુક વાતોને અનુસરે તો પ્રેગ્નન્સીને સરળ અને તણાવ મુક્ત બનાવી શકાય.


  • કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું

સુરક્ષા સૌથી મહત્વની

સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના મત મુજબ કામ કરવાના સ્થળે મહિલા સુરક્ષિત છે કે નહીં તે ત્યાંના વર્ક કલ્ચર, તંદુરસ્તી અને પ્રેગ્નન્સી કોમ્પ્લિકેશન ઉપર આધારિત છે. હેલ્થલાઈનના કહ્યા મુજબ મહિલાઓને એવા સ્થળથી દૂર રહેવું જોઈએ જ્યાં રેડિએશન મશીન હોય. ઉપરાંત જો લાંબા સમય સુધી ઊભા રહેવું પડતું હોય અથવા વજનદાર વસ્તુઓને ઊંચકવી પડતી હોય, તીવ્ર અવાજ આવતો હોય અને વાઈબ્રેશન થતી જગ્યાએ રહેવું પડતું હોય તો મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થઈ શકે છે. આ ઉપરાંત વધુ ગરમી કે ઠંડીથી પણ બચવું જરૂરી છે.

આ પણ વાંચો - ચોંકાવનારો રિપોર્ટ: વર્ષ 2025 સુધીમાં જશે દર 10માંથી 6 લોકોની નોકરી

વધુ પડતા કામ કે નાઈટ શિફ્ટથી દૂર રહેવું

હેલ્થલાઇનના મત મુજબ 2014માં જાપાનમાં થયેલા અભ્યાસ પરથી એક વાત ફલિત થઈ કે, જે મહિલાઓએ અઠવાડિયામાં 40 કલાકથી વધુ કામ કર્યું છે તેઓને મિસકેરેજ અથવા પ્રિટર્મ લેબરની સમસ્યાઓ ઉભી થઇ હતી. આ ઉપરાંત અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું કે, જે મહિલાઓએ એક અઠવાડિયામાં સતત બે નાઈટ શિફ્ટ કરી હોય તેમાંથી 32 ટકા મહિલાઓ મિસકેરેજનો ભોગ બની હતી. વધુ પડતું કામ કરવું અને ઊંઘની પેટર્નમાં થયેલા બદલાવના કારણે મહિલાઓ ઉપર આવી અસર જોવા મળી હતી. જેથી પ્રેગનેટ મહિલાઓને પ્રેગ્નેન્સી દરમિયાન વધુ પડતા કામ અને તણાવથી બચવાની સલાહ આપમાં આવે છે.

ખાવા પીવામાં ધ્યાન રાખો

નોકરી જવાની લાઈફમાં ક્યારેય નાસ્તો કરવો જોઈએ નહીં, ફળ-જ્યુસ જેવી વસ્તુઓ લંચબોક્સમાં લઈ જવી જોઈએ. તમારી અને તમારા ભાવિ સંતાનની તંદુરસ્તી માટે તે ખૂબ જરૂરી છે. આ ઉપરાંત મહિલાઓને પોતાની સાથે પાણીની બોટલ પણ રાખવી જોઈએ. પ્રેગ્નન્સી દરમિયાન અનેક પ્રકારના કોમ્પ્લીકેશનથી બચવા પાણીની વધુ જરૂર પડે છે.

તણાવ મુક્ત રહો

પ્રેગ્નન્સી દરમિયાન ઓફિસમાં સૌથી વધુ મુશ્કેલી તણાવથી ઉભી થાય છે, જેથી ઓફિસના રાજકારણથી દુર રહો. ઘણી વખત કામનું દબાણ અને આગળ નીકળી જવાની સ્પર્ધાના કારણે મગજમાં નેગેટિવ વિચારો આવે છે, જેના પરિણામે માનસિક તણાવ ઊભો થાય છે. જેથી પ્રેગ્નન્સી દરમિયાન તમારા ભાવિ સંતાન અને પોતાની જાત ઉપર ધ્યાન આપો.

આરામદાયક પગરખા પહેરો

પ્રેગ્નન્સીમાં હિલ્સ ધરવતા પગરખા પહેરવાનું ટાળવું જોઈએ. આરામદાયક પગરખા પહેરવા જોઈએ. હાઈ હિલ્સથી બાળકને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત તમે પણ થાકનો અનુભવ કરવા લાગશો.

આ પણ વાંચો - માત્ર 5000 રૂપિયામાં શરૂ કરો આ વ્યવસાય, દર મહિને 50000થી વધુની થશે આવક, જાણો - કેવી રીતે

એક જ જગ્યાએ લાંબો સમયના બેસો

લાંબા સમય સુધી ડેસ્ક ઉપર કામ કરવાથી દૂર રહો. વચ્ચે વચ્ચે બ્રેક લઈ લો. બ્રેક દરમિયાન તમે ખુલી હવામાં જાવ. ઊંડા શ્વાસ ભરો. હળવું સ્ટ્રેચિંગ પણ કરી શકાય.

પગ નીચે ટેકો રાખો

ખુરશી પર બેસતી વખતે લાંબા સમય સુધી પગ લટકાવીને રાખો નહીં. તમે તમારા ટેબલની નીચે એક નાનું સ્ટુલ રાખી શકો છો. જેથી તમારા પગ અને સાંધામાં સોજા આવશે નહીં અને કોઈ દુખાવો થશે નહીં.

અધિકારોને જાણી લો

સગર્ભા સ્ત્રી કર્મચારી સાથે ઓફીસ કોઈપણ રીતે ખરાબ વ્યવહાર કરવામાં આવે તો મહિલાઓ ઓફીસ મેનેજમેન્ટ અથવા શ્રમ વિભાગનો સંપર્ક કરી શકે છે. જરૂર પડે તો ફરિયાદ પણ કરી શકે છે. આવી સ્થિતિમાં પ્રત્યેક સ્ત્રીને તેના અધિકારોને જાણવા જોઈએ. ઉલ્લેખનીય છે કે ગર્ભાવસ્થા દરમિયાન કોઈ પણ ઓફીસ મહિલાને કોઈ પણ કામ અથવા ટ્રાવેલ માટે દબાણ લાવી શકે નહિ. નોકરીમાંથી કાઢી પણ ના શકે.

Disclaimer: આ લેખમાં આપેલી જાણકારી અને સૂચનો સામાન્ય જ્ઞાન ઉપર આધારિત છે. news18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતોનો સંપર્ક કરો.
Published by:News18 Gujarati
First published:April 05, 2021, 23:43 pm

ટૉપ ન્યૂઝ