Tips For Plantation: અહિં એવા છોડ છે જે માત્ર પાણીમાં તમે તેનો ઉછેર કરી શકો છો

પ્રતિકાત્મક તસવીર

આવામાં અહિં તમને પાંચ એવા છોડની વાત કરી છે જેના ઉછેર માટે તમને ન તો કોઇ માટીના કુંડાની જરૂર છે ન તો કોઇ ખાતરની માત્ર છોડનું કટીંગ કરીને પાણીમાં રાખવાથી તમારા ધરને સુંદર બનાવવામાં તમને મદદરૂપ થઇ શકે છે.

  • Share this:
    આજના સમયમાં લોકો પાસે ના તો ઘરમાં ગાર્ડન (Garden) બનાવવાની જગ્યા છે ન તો ઘરમાં ઉછેર કરેલા છોડની(Plantation) સંભાળ રાખવાનો ટાઇમ પરંતુ, એવા છોડ છે જે માત્ર પાણીની બોટલમાં (Water) તમે તેને સારી રીતે ઉછેર કરી શકો છે અને તે તમારા ઘરની શોભા વઘારવામાં પણ મદદરૂપ થઇ શકે છે. જેની વાધારે સંભાળ રાખવી પણ જરૂરી નથી. આવામાં અહિં તમને પાંચ એવા છોડની વાત કરી છે જેના ઉછેર માટે તમને ન તો કોઇ માટીના કુંડાની જરૂર છે ન તો કોઇ ખાતરની માત્ર છોડનું કટીંગ કરીને પાણીમાં રાખવાથી તમારા ધરને સુંદર બનાવવામાં તમને મદદરૂપ થઇ શકે છે.

    મની પ્લાંટ
    - મની પ્લાંટને કાચની બોટલમાં પાણી ભરીને તેનો ઉછેર કરી શકાય છે.
    -તેના માટે મની પ્લાંટના છોડની ડાળીને પાણીની બોટલમાં રાખી શકાય છે.
    - એ વાતનું ખાસ ધ્યાન રાખો કે બોટલના પાણીને દર 15 દિવસે બદલવું જરૂરી છે.
    - આ સાથે જ મની પ્લાંટની બોટલમાં તમે વીટામીન ઈ ની કેપ્સૂલ નાખવાથી તેનો ગ્રોથ સારો થઇ શકે છે.
    - મની પ્લાંટના પત્તા પીળા થવા લાગે તો તમે તેમાં એક ચમચી પોટેશિયમ પણ નાખી શકો છો.

    કોલિયસ પ્લાંટ
    કોલિયસ પ્લાંટના છોડના અનેક રંગમાં જોવા મળે છે.
    કોલિયસ પ્લાંટને પણ તમે પાણીની બોટલમાં ભરીને રાખી શકો છો.
    શિયાળાની ઋુતુમાં કોલિયસ પ્લાંટના છોડને પાણીમાં ઉગાડવુ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.
    તેના માટે તમારે 4-5 ઈંચ કટીંગ કોલિયસ પ્લાંટની જરૂર પડશે
    કટીંગ કરેલ કોલિયસ પ્લાંટના છોડને પાણીની બોટલમાં રાખવાથી તેનો ઉછેર કરી શકાય છે.
    બોટલમાં એકથી દોઢ ઇંચ જ પાણી ભરવાનું હોય છે
    તમે કાચના ગ્લાસમાં પણ કોલિયસ પ્લાંટનો ઉછેર કરી શકો છો.

    આ પણ વાંચોઃ-

    સદાબહાર પ્લાંટ
    સદાબહાર પ્લાંટને પણ પાણીમાં ઉછેર કરી શકાય છે.
    સદાબહાર પ્લાંટના ઉછેર માટે તમારે તેના છોડનું 4-5 ઈંચનું કટિંગ લેવું પડશે.
    તમે ફૂલ વાળુ કટીંગ પણ લઇ શકો છો લ
    કટીંગના પત્તા હટાવીને તે ભાગને પાણીની બોટલમાં રાખીશકો છે
    માત્ર દસ દિવસ તેને પાણીમાં રાખવાથી તેનો ગ્રોથ શરૂ થઇ જશે

    આ પણ વાંચોઃ-

    હજારીનો છોડ
    હજારીના છોડનો પણ પાણીમાં સારો ગ્રોથ થાય છે
    તેના માટે પણ એક ડાળીને 5-7 ઈંચ જેટલી કટીંગ કરી લ્યો અને પત્તાને હટાવી દ્યો.
    હવે તેને પાણીની બોટલમાં રાખી શકાય છે
    માત્ર 7 દિવસના સમયમાં તેની ડાળીઓમાંથી કૂપણો ફૂટશે અને તેનો ગ્રોથ સારો થશે
    તમે 10 દિવસ બાદ છોડને પાણીમાંથી કાઢીને માટીમાં ટ્રાન્સફર પણ કરી શકો છો.



    તુલસી
    તમે તુલસીના છોડને પણ પાણી ઉગાડી શકો છો.
    તુલસીના છોડમાંથી એક ડાળી કટ કરીને નીચેના ભાગમાંથી પત્તીઓ હટાવી દો.
    ત્યાર બાદ કટીંગ કરેલા ભાગને પાણીની બોટલમાં ડુબાડી દો.
    10 દિવસમાં તમને તેમાં નવા પાન આવતા દેખાશે
    10 દિવસ બાદ તમે તેને માટીમાં ટ્રાન્સફર પણ કરી શકો છો.
    (નોંધ- ઉપરોક્ત આપેલી માહિતી અને જાણકારીઓની પૃષ્ટિ News 18 Gujarati નથી કરતુ, ઉપરોક્ત બાબતોનો અમલ કરતા પહેલા આ સંબંધિત એક્સપર્ટ પાસે સલાહ લેવી)
    Published by:ankit patel
    First published: