સમસ્યા:મારી ઉંમર 52 વર્ષ છે અને પત્ની 48 વર્ષના છે. સમય પહેલા બધુ જ બરાબર હતું. પરંતુ છેલ્લા એક-દોઠ મહિનાથી જાતીય સંબંધ વખતે અમને બન્ને પતિ-પત્નિને દુ:ખાવો થાય છે. જેથી સેક્સમાં આનંદ આવતો નથી. આમ કેમ થતું હશે?
ઉકેલ:જો પતિ-પત્ની બન્ને સમાગમ વખતે દુ:ખાવો થતો હોય તો સૌથી સામાન્ય કારણ યોનિમાર્ગમાં ચિકાશનો અભાવ હોઇ શકે છે. આપના પત્ની મેનોપોઝ સમયમાં છે. આ વખતે તેમના શરીરમાં હોર્મોન્સના પ્રમાણમાં ફેરફાર થાય છે. જેથી સંભોગ દરમ્યાન ચિકાશ થતા વાર લાગે છે. જેથી યોગ્ય ચિકાશ વગર પ્રવેશ કરવવાની કોષિષ કરવામાં આવે તો યોનિમાર્ગમાં ધર્ષણ થાય છે જેથી આપ બન્ને દુ:ખાવો થાય છે. આને સરળ અને ધરગથ્થુ ઉપાય એટલે કે ફોરપ્લેમાં સમય વધારે આપો અને સાથે સાથે પ્રવેશપૂર્વે ક્રિમ અથવા ખાવાના તેલનો ઉપયોગ કરો. આમ કરવાથી મોટા ભાગે તમારી તકલીફ દુર થઇ જશે. ઘણીવાર પેશાબ અથવા યોનિમાર્ગના ચેપના કારણે પણ સમાગમ વખતે દુ:ખાવો થઇ શકે છે. માટે જો એકસ્ટેન્ડેડ ફોરપ્લે અને તૈલી પદાર્થથી ફાયદો ના થાય તો તમારા ફેમિલી ડોક્ટર પાસે ઇન્ફેક્શન માટે તપાસ કરાવી લેવી જોઇએ.
વધુ માહિતી માટે આપ email ઉપર સંપર્ક કરી શકો છો-
email: dr9157504000@shospital.org
Published by:Bansari Shah
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર