રાખડીની થાળી સજાવતા તેમાં અવશ્ય મૂકો આ ચીજ

આ રીતે સજાવો રાખડીની થાળી, નહીં રહે મહાકાલનો ભય

News18 Gujarati
Updated: August 15, 2019, 11:45 AM IST
રાખડીની થાળી સજાવતા તેમાં અવશ્ય મૂકો આ ચીજ
આ રીતે સજાવો રાખડીની થાળી, નહીં રહે મહાકાલનો ભય
News18 Gujarati
Updated: August 15, 2019, 11:45 AM IST
બહેનો આખું વર્ષ આ તહેવારની આતુરતાથી રાહ જુએ છે. જેમાં તે પોતાના ભાઈના હાથમાં રાખડીનો રેશમી દોરો બાંધી શકે. તે સાથે જ બહેનો ભાઈની લાંબી આયુ, સફળતા અને સમૃદ્ધિ માટે પણ ભગવાનને પ્રાર્થના કરે છે. તે જ સમયે, ભાઈઓ તેમની બહેનોને વચન આપે છે કે તેઓ હંમેશાં તેમની સુરક્ષા કરશે. જે બહેનો તેમના ભાઈઓથી દૂર રહેતી હોય, તે કુરિયર દ્વારા તેમના ભાઈને રાખડી મોકલે છે.

તેમજ ઘણી બહેનો તો પોતાના ભાઈના માટે રાખડી પોતાના હાથથી જ બનાવે છે, અને પોતાના વહાલસોયા ભાઈ માટે પ્રાર્થના કરે છે.

રાખડીની થાળી કંઈક આવી હોવી જોઈએ

રાખડીની થાળી સુશોભિત કરતી વખતે કોઈએ રેશમી કપડામાં કેસર, સરસવ, ચંદન, ચોખા અને દુર્વા મૂકી ભગવાનની પૂજા કરવી જોઈએ. રાખડીને ભગવાન શિવની મૂર્તિ, ફોટો અથવા શિવલિંગને અર્પેત કરવી જોઈએ. તે પછી મહામૃત્યુંજય મંત્રની માળા (108 વાર) નો જાપ કરો. આ પછી, દેવાધિદેવ શિવને સમર્પિત કરેલો રક્ષા-સુત્ર ભાઈના કાંડે બાંધો. મહાકાલ ભગવાન શિવની કૃપા, મહામૃત્યુંજય મંત્ર અને શ્રાવણના સોમવારના પ્રભાવથી બધુ જ શુભ રહેશે.

 
First published: August 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...