Home /News /lifestyle /આ 3 નેચરલ રીતે ઘરે બનાવો રૂમ ફ્રેશનર, માત્ર 10 રૂપિયામાં ઘરે બની જશે અને મહેંકવા લાગશે રૂમ
આ 3 નેચરલ રીતે ઘરે બનાવો રૂમ ફ્રેશનર, માત્ર 10 રૂપિયામાં ઘરે બની જશે અને મહેંકવા લાગશે રૂમ
ઘરમાં મસ્ત સુગંધ આવે છે.
How to Make Room Freshener at Home: અનેક લોકો ઘરમાં ફ્રેશનરનો ઉપયોગ કરતા હોય છે. ફ્રેશનરી સુગંધથી ઘરમાંથી આવતી વાસ દૂર થઇ જાય છે. આ સાથે જ ઘરમા મસ્ત સ્મેલ આવે છે. તમે ઘરે નેચરલી રીતે પણ રૂમ ફ્રેશનર બનાવી શકો છો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘરને સુગંધિત રાખવા માટે અનેક લોકો રૂમ ફ્રેશનરનો ઉપયોગ કરતા હોય છે. માર્કેટમાં અનેક પ્રકારના રૂમ ફ્રેશનર મળે છે. જો કે અનેક લોકોને દર વખતે બહારથી સ્પ્રે લાવવો પોસાતો હોતો નથી. આ માટે અનેક લોકો ઘરે જ રૂમ ફ્રેશનર બનાવવાનું વિચારતા હોય છે. જો કે આ વખતે દરેક લોકોના મનમાં એ પ્રશ્ન થતો હોય છે કે ઘરે કેવી રીતે રૂમ ફ્રેશનર બને. આમ, જો તમને પણ મનમાં આવો પ્રશ્ન થાય છે તો આ રીતે તમે પણ ઘરે બનાવો નેચરલ ફ્રેશનર. તો જાણો આ રીત તમે પણ..
ગાર્ડનમાં ખીલેલા ફૂલોથી તમે નેચરલ રૂમ ફ્રેશનર બનાવી શકો છો. ફૂલમાંથી તમે સરળતાથી ફ્રેશનર બનાવીને તમારા રૂમને મહેંકાવી શકો છો. આ માટે તમે ગુલાબ, મોગરો જેવા અનેક ફૂલો લઇ શકો છો. અનેક લોકોને ગુલાબની સુગંધ પ્રિય હોય છે. આ માટે તમે પાણીમાં ગુલાબ નાખીને ઉકાળો અને પછી ગેસ બંધ કરી દો. પાણી ઠંડુ થઇ જાય એટલે સાઇડમાં મુકીને પછી સ્પ્રે બોટલમાં ભરી લો. તો તૈયાર છે રોઝ ફ્રેગરન્સનું રૂમ ફ્રેશનર તૈયાર છે.
હોમમેડ રૂમ ફ્રેશનર બનાવવા માટે એસેન્શિયલ ઓઇલનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ માટે તમે લવેન્ડર, રોઝમેરી, ટી ટ્રી અને જેસમીન જેવા બીજા એસેન્શિયલ ઓઇલનો ઉપયોગ કરી શકો છો. એવામાં તમે તમારી ફેવરેટ સુંગધનું એસેન્શિયલ ઓઇલ પાણીમાં મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરી લો. હવે આ સ્પ્રેને ઘરના ખુણામાં નાંખો. આમ કરવાથી તમારો રૂમ મહેંકી ઉઠશે.
લવિંગ અને તજનો ઉપયોગ કરો
નેચરલ રૂમ ફ્રેશનર બનાવવા માટે તમે લવિંગ અને તજનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે લવિંગ અને તજને પાણીમાં નાખીને ઉકાળી લો. પછી આ પાણીને ઠંડુ થવા દો. ઠંડુ થઇ જાય પછી ચોખ્ખી સ્પ્રે બોટલમાં ભરી દો. તો તૈયાર છે આ રૂમ ફ્રેશનર. આમ, જો તમે ઘરે આ રીતે નેચરલી રીતે રૂમ ફ્રેશનર બનાવશો તો મસ્ત બનશે અને તમારું ઘર મહેંકી ઉઠશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર